Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 19:29 - પવિત્ર બાઇબલ C.L.

29 ઈશ્વરે ખીણપ્રદેશનાં શહેરોનો નાશ કર્યો ત્યારે તેમણે અબ્રાહામને સંભાર્યો, એટલે જે શહેરમાં લોત રહેતો હતો તેનો નાશ કર્યો ત્યારે તેમણે લોતને ઉગારી લીધો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને એમ થયું કે ઈશ્વરે નીચાણનાં નગરોનો નાશ કર્યો, ત્યારે ઈશ્વરે ઇબ્રાહિમનું સ્મરણ કર્યું, ને જયાં લોત રહેતો હતો તે નગરનો નાશ તેમણે કર્યો, તે વખતેએ નાશ મધ્યેથી તે લોતને બહાર કાઢી લાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 આમ જ્યારે ઈશ્વરે તે મેદાનોના નગરોનો નાશ કર્યો, ત્યારે ઈશ્વરે ઇબ્રાહિમને યાદ કર્યો. જ્યાં લોત રહેતો હતો, તે નગરોનો નાશ તેમણે કર્યો, ત્યારે એવા નાશમાંથી તેમણે લોતને બહાર લાવીને બચાવી લીધો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 આમ દેવે કોતરોમાંના શહેરોનો વિનાશ કર્યો. જયારે દેવ આમ કરી રહ્યાં હતા, ત્યારે ઇબ્રાહિમે જે માંગ્યું છે તેનું સ્મરણ થયું અને લોતને બચાવ્યો. તેણે જે નગરનો નાશ કર્યો હતો ત્યાથી લોતને દૂર મોકલી દીધો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 19:29
21 Iomraidhean Croise  

તેરાના વંશજો આ પ્રમાણે છે: અબ્રામ, નાહોર અને હારાન. હારાનનો પુત્ર લોત હતો.


હું તારો વંશવેલો વધારીશ અને તારા વંશજો મોટી પ્રજા બનશે. હું તને આશિષ આપીશ અને તારા નામની કીર્તિ વધારીશ; જેથી તું આશિષરૂપ થશે.


પછી ઈશ્વરે રાહેલને સંભારી અને તેની વિનંતી માન્ય કરી અને તેનું વંધ્યત્વ દૂર કર્યું.


ઈશ્વરે નૂહ તથા તેની સાથે વહાણમાંનાં સર્વ વન્યપશુઓ અને ઢોરઢાંકને સંભાર્યાં અને તેમણે પૃથ્વી પર પવન ચલાવ્યો એટલે પાણી ઓસરવા લાગ્યાં.


હે મારા ઈશ્વર, તમારા મંદિરને માટે અને તેના સેવાકાર્ય માટે મારાં આ બધાં કાર્યો તમે સતત સ્મરણમાં રાખજો.


મેં લેવીઓને હુકમ કર્યો કે તેઓ પોતાનું શુદ્ધિકરણ કરે અને જઈને દરવાજાઓ પર ચાંપતી દેખરેખ રાખે, જેથી સાબ્બાથદિન પવિત્ર માનવામાં આવે. હે ઈશ્વર, મારા કાર્યને પણ તમે યાદ રાખજો અને તમારા મહાન પ્રેમને લીધે મને બચાવી રાખજો.


તારી દુષ્ટતાથી તારા સાથી માનવને નુક્સાન થાય છે, અને તારા સદાચારથી તેને લાભ મળે છે.


તેમણે પોતાના સેવક અબ્રાહામને તથા તેને આપેલ પવિત્ર પ્રતિજ્ઞાને સંભાર્યાં હતાં.


તે સદા પોતાનો કરાર પાળે છે, અને પોતે આપેલું વચન હજારો પેઢી સુધી યાદ રાખે છે.


હે પ્રભુ, તમે તમારા લોક પ્રત્યે સદ્ભાવ દર્શાવો ત્યારે મને પણ સંભારજો. તમે તેમને ઉગારો, ત્યારે મને પણ ઉગારજો.


આપણી નામોશીમાં તેમણે આપણને સંભાર્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.


પ્રભુ તેમના પર પ્રીતિ રાખનાર સર્વનું રક્ષણ કરે છે, પરંતુ તે સર્વ દુષ્ટોનો સંહાર કરે છે.


મારી યુવાનીમાં કરેલાં પાપ અને અપરાધો સંભારશો નહિ, પણ હે પ્રભુ, તમારી ભલાઈ અને તમારા પ્રેમ પ્રમાણે મને સંભારો.


તો હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના સમ ખાઈને કહું છું કે તે ત્રણ માણસો તે દેશમાં હોય તો તેઓ પોતાનાં પુત્રો કે પુત્રીઓને બચાવી શકશે નહિ. તેઓ ફક્ત પોતાની જિંદગી જ બચાવી શકશે; પણ તે દેશ તો ઉજ્જડ બની જશે.


હે એફ્રાઈમ, હું તને કેવી રીતે તજી દઈ શકું? હું તને કેવી રીતે તરછોડું? આદમા નગરના જેવો તમારો નાશ કરું? અથવા તારા પ્રત્યે સબોઈમના જેવો વર્તાવ કરું? મારું મન મને એમ કરવા દેશે નહિ. કારણ, તમારા પ્રત્યેનો મારો પ્રેમ પ્રબળ છે.


પરંતુ પ્રભુ તમને ચાહે છે અને તમારા પૂર્વજો સાથે લીધેલા શપથ પાળવા ઈચ્છે છે તેથી જ પ્રભુએ તેમના પ્રચંડ બાહુબળથી તમને ઇજિપ્ત દેશના રાજાના સકંજામાંથી એટલે ગુલામીના બંધનમાંથી તમને છોડાવ્યા હતા.


તમારા સેવકો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને સંભારો, અને આ પ્રજાની હઠીલાઈ, તેમની દુષ્ટતા કે તેમનાં પાપ તરફ ન જુઓ.


તમારી નેકી કે તમારા સદાચારને લીધે તમે તેમના દેશનો કબજો લેવાના નથી, પરંતુ એ પ્રજાઓની દુષ્ટતાને લીધે અને તમારા પૂર્વજો અબ્રાહામ, ઈસ્હાક અને યાકોબ સાથે શપથપૂર્વક કરેલો કરાર પૂર્ણ કરવા માટે તમારા ઈશ્વર પ્રભુ તેમને તમારી સમક્ષથી હાંકી કાઢે છે.


લોત સારો માણસ હતો; છતાં દુષ્ટ માણસોએ તેમના દુરાચારથી તેને હેરાન કર્યો હતો; પણ ઈશ્વરે તેનો બચાવ કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan