Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 19:17 - પવિત્ર બાઇબલ C.L.

17 તેમને બહાર લાવ્યા પછી એક દૂતે તેમને કહ્યું, “તમારો જીવ લઈને નાસો, પાછા વળીને જોશો નહિ અને ખીણપ્રદેશમાં કોઈ જગ્યાએ ન રોકાતાં પર્વત પર નાસી જાઓ, નહિ તો તમારો પણ નાશ થઈ જશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને એમ થયું કે તેઓ તેમને બહાર લાવ્યા પછી [યહોવાએ] તેને કહ્યું, “તું પોતાનો જીવ લઈને નાસી જા. તારી પાછળ જોતો ના, ને નીચાણમાં કોઈ ઠેકાણે રહેતો ના; તારો નાશ ન થાય માટે પહાડ પર નાસી જજે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 તેઓ તેમને બહાર લાવ્યા ત્યારે તે દૂતોમાંના એકે લોતને કહ્યું, “તું પોતાનો જીવ બચાવવા નાસી જા! પાછળ જોતો નહિ અને મેદાનમાં કોઈ જગ્યાએ રોકાતો નહિ. તારો નાશ ન થાય માટે પર્વત પર નાસી જજે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 બંન્નેએ લોત અને તેના પરિવારને નગરની બહાર પહોંચાડયા. જયારે તેઓ બહાર આવી ગયા ત્યારે બંન્નેમાંના એકે કહ્યું, “તમાંરો જીવ બચાવવા ભાગો, પાછું વળીને જોશો નહિ, અને આ નદીકાંઠાના પ્રદેશમાં કયાંય ઊભા રહેશો નહિ. પર્વતો ન આવે ત્યાં સુધી દોડો અને પર્વતો પાછળ ચાલ્યા જાઓ. નહિ તો તમે હતા ન હતા થઈ જશો.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 19:17
21 Iomraidhean Croise  

લોતે પોતાની નજર ઊંચી કરીને જોયું તો છેક સોઆર સુધી યર્દન નદીનો આખો ખીણપ્રદેશ પાણીથી ભરપૂર હતો. પ્રભુએ સદોમ અને ગમોરાનો નાશ કર્યો તે પહેલાં એ આખો પ્રદેશ પ્રભુના બાગ જેવો અને ઇજિપ્ત દેશ જેવો હતો.


સિદ્દીમના ખીણપ્રદેશમાં ડામરના ઘણા ખાડા હતા. સદોમ અને ગમોરાના રાજાઓ નાસી છૂટતી વખતે તે ખાડાઓમાં પડયા જ્યારે બાકીના પર્વતોમાં નાસી ગયા.


પછી બે પુરુષો ત્યાંથી નીકળીને સદોમ તરફ ગયા. પણ પ્રભુ અબ્રાહામની સાથે રોકાયા.


લોતે તેમને કહ્યું, “ના, મારા સ્વામી, તમારા આ સેવક પર તમારી રહેમનજર થઈ છે.


ત્યાં જલદી નાસી જા, કારણ, તું ત્યાં પહોંચે નહિ ત્યાં સુધી હું કંઈ કરી શક્તો નથી.” આથી એ નગરનું નામ ‘સોઆર’ [નાનું] પડયું.


પણ લોતની પછવાડે ચાલતી તેની પત્નીએ પાછળ જોયું એટલે તે મીઠાનો થાંભલો થઈ ગઈ.


લોત સોઆરમાંથી નીકળીને પોતાની બે પુત્રીઓ સાથે પર્વતોમાં રહેવા ચાલ્યો ગયો. કારણ, સોઆરમાં રહેતાં તેને ડર લાગ્યો. તે પોતાની બે પુત્રીઓ સાથે ગુફામાં રહ્યો.


તમારે તમારી અને તમારા પુત્ર શલોમોનની જિંદગી બચાવવી હોય તો મારી સલાહ માનો.


એલિયા ગભરાયો, અને જીવ લઈ નાઠો; પોતાના સેવકને લઈને તે યહૂદિયાના બેરશેબામાં ગયો.


હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરું છું; મને ક્યાંથી સહાય મળશે?


તેઓ કહે છે, ‘નાસો, જીવ લઈને નાસો! વેરાનપ્રદેશમાં ગધેડું દોડે તેમ દોડી જાઓ!


તેણે સમગ્ર સમાજને કહ્યું, “આ દુષ્ટ માણસોના તંબૂઓ પાસેથી દૂર ખસી જાઓ. તેમની કોઈ ચીજવસ્તુને અડકશો નહિ. નહિ તો તેમનાં બધાં પાપને લીધે તમારો પણ વિનાશ થઈ જશે.”


ફરોશીપંથના અને સાદૂકીપંથના ઘણા માણસો પણ યોહાનની પાસે બાપ્તિસ્મા લેવા માટે આવ્યા, ત્યારે તેણે તેમને કહ્યું; ઓ સર્પોના વંશ! ઈશ્વરના આવી રહેલા કોપથી નાસી છુટાશે એવી ચેતવણી તમને કોણે આપી?


જીવન ખોરાક કરતાં અને શરીર વસ્ત્રો કરતાં વધુ મૂલ્યવાન છે.


ઈસુએ તેને કહ્યું, “જે કોઈ હળ ઉપર હાથ મૂક્યા પછી પાછું જુએ છે તે ઈશ્વરના રાજને માટે લાયક નથી.”


તો આ મહાન ઉદ્ધારના સંદેશની ઉપેક્ષા કરીને આપણે શી રીતે બચી શકીશું? પ્રથમ પ્રભુએ પોતે આ ઉદ્ધારનો સંદેશ પ્રગટ કર્યો અને જેમણે એ વિષે સાંભળ્યું તેમણે તે સંદેશ સાચો છે એવી સાક્ષી આપણને પણ આપી.


એ જ રાત્રે દાવિદના ઘરની ચોકી કરવા અને બીજી સવારે તેને મારી નાખવા શાઉલે કેટલાક માણસો મોકલ્યા. દાવિદની પત્ની મીખાલે તેને ચેતવ્યો, “જો તું આજ રાત્રે નાસી નહિ જાય તો આવતીકાલે માર્યો જઈશ.”


Lean sinn:

Sanasan


Sanasan