Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 19:16 - પવિત્ર બાઇબલ C.L.

16 લોત જતાં ખચકાતો હતો, પણ ઈશ્વર તેના પર દયાળુ હોવાથી પેલા બે પુરુષો તેને, તેની પત્નીને અને તેની બે દીકરીઓને હાથ પકડીને શહેર બહાર લઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 પણ તે વિલંબ કરતો હતો; ત્યારે યહોવા તેના પર કૃપાળુ હતા માટે, તે પુરુષોએ તેનો હાથ તથા તેની પત્નીનો હાથ તથા તેની બે દીકરીઓના હાથ પકડયા; અને તેઓએ તેને કાઢીને નગરની બહાર પહોંચાડયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પણ તે વિલંબ કરતો હતો. તેથી તે દૂતોએ તેના, તેની પત્નીના અને તેની બે દીકરીઓના હાથ પકડ્યા, કેમ કે ઈશ્વર તેની પર દયાળુ હતા. તેઓ તેમને બહાર લાવ્યા અને તેઓને નગરની બહાર પહોંચાડ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 પરંતુ લોત મૂઝવણમાં હતો તેથી નગર છોડવાની તેણે ઉતાવળ ન કરી. પણ એના પર દેવની મહેરબાની હતી એટલે પેલા માંણસો તેને, તેની પત્નીને અને તેની બે પુત્રીઓને હાથ પકડીને શહેરની બહાર લઈ આવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 19:16
39 Iomraidhean Croise  

વહેલી સવારે દૂતોએ લોતને ચેતવણી આપતાં કહ્યું, “ઊઠ, તારી પત્નીને અને તારી બે દીકરીઓ જે અહીં છે, તેમને લઈને જલદી જતો રહે, નહિ તો આ શહેરનો નાશ થાય, ત્યારે તેની સાથે તમે પણ નાશ પામશો.”


જો અમે રોકાયા ન હોત તો અત્યાર સુધીમાં તો અમે ત્યાં બે વાર જઈને પાછા આવ્યા હોત.”


પ્રભુનો આભાર માનો; કારણ, તે ઉત્તમ છે; તેમનો પ્રેમ સનાતન છે.


જેમ પિતા પોતાનાં સંતાનો પ્રત્યે દયાળુ હોય છે, તેમ પ્રભુ પોતાના ભક્તો પર દયાળુ છે.


યાહની સ્તુતિ કરો - હાલ્લેલુયાહ! પ્રભુનો આભાર માનો; કારણ, તે ભલા છે, તેમનો પ્રેમ સાર્વકાલીન છે.


છતાં પોતાના નામની ખાતર, અને પોતાનું પરાક્રમ દર્શાવવા ઈશ્વરે તેમને ઉગાર્યા.


પ્રભુનો આભાર માનો; કારણ, તે ભલા છે, અને તેમનો પ્રેમ સર્વકાલીન છે.


ઈશ્વર પોતાનાં અજાયબ કાર્યો દ્વારા તેમનું સંસ્મરણ કરાવે છે; પ્રભુ કૃપાળુ તથા દયાળુ છે.


પ્રભુનો આભાર માનો; કારણ, તે ભલા છે, તેમનો પ્રેમ સર્વકાલીન છે.


તમારી આજ્ઞાઓ પાળવામાં મેં તત્પરતા દાખવી છે, અને કદી વિલંબ કર્યો નથી.


પ્રભુની આભારસ્તુતિ કરો; કારણ, તે ભલા છે; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.


દુષ્ટોને ઘણાં દુ:ખો ઘેરી વળે છે, પરંતુ પ્રભુ પર ભરોસો રાખનારાઓ તેમના પ્રેમથી ઘેરાશે.


યાદ રાખો, પ્રભુની અમીદષ્ટિ તેમના ભક્તો પર અને તેમના પ્રેમ પર ભરોસો રાખનારાઓ પર છે.


ઈશ્વર તેમને કમોતથી ઉગારે છે અને તેમને દુકાળમાં પણ જીવતા રાખે છે.


કોને જીવનનો આનંદ માણવો છે? કોણ આબાદી ભોગવવા દીર્ઘાયુષ્ય ચાહે છે?


પરંતુ હે પ્રભુ, તમે રહેમી અને દયાળુ છો; કોપ કરવામાં ધીમા તેમજ પ્રેમ અને વિશ્વાસુપણાથી ભરપૂર છો.


હે પ્રભુ, તમે ભલા અને ક્ષમાશીલ છો; તમને અરજ કરનાર સર્વ પ્રત્યે તમે અસીમ પ્રેમ દર્શાવો છો.


પછી પ્રભુ તેની આગળ થઈને પસાર થયા અને પોકાર્યું, “યાહવે, યાહવે, હું કૃપા તથા દયાથી ભરપૂર ઈશ્વર છું. હું મંદરોષી તથા કરુણા અને નિષ્ઠાનો ભર્યો ભંડાર છું.


હું હજારો પેઢીઓ સુધી મારું વચન પાળનાર અને દુષ્ટતા તથા પાપની માફી આપનાર છું. છતાં માતપિતાનાં પાપોને લીધે ત્રીજીચોથી પેઢી સુધી સંતાનોનાં સંતાનોને શિક્ષા કરું છું.”


તેમના સર્વ દુ:ખમાં તે પણ દુ:ખી થયા, અને તેમના કોઈ દૂતને મોકલીને નહિ, પણ તેમના પ્રત્યે પ્રેમ અને દયા દાખવીને જાતે ઉપસ્થિત રહીને તેમણે તેમને છોડાવ્યા અને પ્રાચીનકાળમાં ઊંચકીને ફેરવ્યા.


એટલે કે, પ્રભુનો અવિરત પ્રેમ અને તેમની અખૂટ દયા.


‘હું પ્રભુ જલદી કોપાયમાન થતો નથી, પણ હું અત્યંત દયાળુ છું. હું અન્યાય અને વિદ્રોહની ક્ષમા કરું છું; પરંતુ દોષિતને જરૂર સજા ફટકારું છું અને માતાપિતાનાં અપરાધને લીધે ત્રીજી અને ચોથી પેઢીનાં સંતાન સુધી સજા કરવાનું હું ચૂક્તો નથી.’ એ શબ્દો હવે સાચા પાડો.


પણ નાકાદારે દૂર ઊભા રહીને પોતાની આંખો આકાશ તરફ ઊંચી નહિ કરતાં છાતી કૂટીને કહ્યું, ‘હે ઈશ્વર, મુજ પાપી પર દયા કરો!”


મને મોકલનાર પિતા કોઈને મારી તરફ ખેંચે નહિ ત્યાં સુધી કોઈ મારી પાસે આવી શકતું નથી; અને હું તેને છેલ્લે દિવસે સજીવન કરીશ.


આમ, ઈશ્વર પોતાની ઇચ્છા પ્રમાણે કોઈના ઉપર દયા કરે છે, અને કોઈનું હૃદય કઠણ કરે છે.


ઈશ્વર અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા, જે દયાળુ પિતા છે અને જેમની પાસેથી સર્વપ્રકારે દિલાસો મળે છે, તેમનો આપણે આભાર માનીએ.


કારણ, તમારા ઈશ્વર પ્રભુ કૃપાળુ છે. તે તમારો ત્યાગ કરશે નહિ કે તમારો વિનાશ કરશે નહિ કે તમારા પૂર્વજો સાથે સોગંદપૂર્વક કરેલો કરાર વીસરી જશે નહિ.”


તમે પણ ઇજિપ્ત દેશમાં ગુલામ હતા અને તમારા ઈશ્વર પ્રભુએ પોતાનો હાથ લંબાવીને પ્રચંડ બાહુબળથી તમને ત્યાંથી મુક્ત કર્યા એ યાદ રાખો. તેથી મેં, તમારા ઈશ્વર પ્રભુએ તમને સાબ્બાથદિન પાળવાની આજ્ઞા આપી છે.


ત્યારે તમે તેમને કહેજો કે ‘અમે ઇજિપ્તના રાજા ફેરોના ગુલામ હતા અને પ્રભુએ તેમના પ્રચંડ બાહુબળથી અમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા હતા.


પરંતુ પ્રભુ તમને ચાહે છે અને તમારા પૂર્વજો સાથે લીધેલા શપથ પાળવા ઈચ્છે છે તેથી જ પ્રભુએ તેમના પ્રચંડ બાહુબળથી તમને ઇજિપ્ત દેશના રાજાના સકંજામાંથી એટલે ગુલામીના બંધનમાંથી તમને છોડાવ્યા હતા.


ત્યારે આપણાં કોઈ સર્ત્ક્યોને લીધે નહિ, પણ ઈશ્વરે તેમની દયાને લીધે આપણને શુદ્ધ કરનાર જળ દ્વારા નવો જન્મ અને પવિત્ર આત્મા દ્વારા નવજીવનની તાજગી પમાડીને ઉગાર્યા.


જે બે માણસોએ દેશની જાસૂસી કરી હતી તેમને યહોશુઆએ કહ્યું, “તમે પેલી વેશ્યાને આપેલા વચન પ્રમાણે તેના ઘેર જઈને તેને અને તેના આખા કુટુંબને ત્યાંથી બહાર કાઢી લાવો.”


લોત સારો માણસ હતો; છતાં દુષ્ટ માણસોએ તેમના દુરાચારથી તેને હેરાન કર્યો હતો; પણ ઈશ્વરે તેનો બચાવ કર્યો.


અને દરરોજ એ લોકોના ભૂંડા વર્તનથી તેનું હૃદય દુ:ખી થતું હતું.


Lean sinn:

Sanasan


Sanasan