Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 19:1 - પવિત્ર બાઇબલ C.L.

1 સંધ્યા સમયે પેલા બે દૂતો સદોમ આવી પહોંચ્યા. લોત ત્યારે સદોમના દરવાજે બેઠો હતો. તેમને જોઈને લોત મળવા ઊભો થયો અને ભૂમિ સુધી માથું નમાવીને તેમને પ્રણામ કરતાં કહ્યું,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 પછી સદોમમાં સાંજે એ બે દૂત આવ્યા; અને લોત સદોમના દરવાજામાં બેઠો હતો; અને લોત એઓને જોઈને મળેવા ઊઠયો, ને પ્રણામ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 સદોમમાં સાંજે બે દૂત આવ્યા. ત્યારે લોત સદોમના પ્રવેશદ્વારે બેઠો હતો. લોત તેઓને જોઈને મળવા ઊઠ્યો અને સાષ્ટાંગ પ્રણામ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 તેમાંના બે દેવદૂતો સાંજે સદોમ નગરમાં આવ્યા ત્યારે લોત સદોમના દરવાજામાં બેઠો હતો. તેણે દેવદૂતોને જોયા. લોતે વિચાર્યું કે આ લોકો નગરમાંથી યાત્રા કરી રહ્યા છે, તેથી તેઓને મળવા ઊભો થયો અને તેમની પાસે જઈને સાષ્ટાંગ નમસ્કાર કરીને બોલ્યો,

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 19:1
15 Iomraidhean Croise  

તેરાના વંશજો આ પ્રમાણે છે: અબ્રામ, નાહોર અને હારાન. હારાનનો પુત્ર લોત હતો.


અબ્રામ કનાન દેશમાં જ રહ્યો, પરંતુ લોત નદીના ખીણપ્રદેશનાં શહેરોમાં જઈ વસ્યો. લોત મુકામ કરતો કરતો છેક સદોમ નજીક જઈ વસ્યો.


પછી તે પુરુષો ત્યાંથી ઊભા થયા અને તેમણે સદોમ તરફ નજર કરી. અબ્રાહામ તેમને વળાવવા તેમની સાથે ગયો.


પછી બે પુરુષો ત્યાંથી નીકળીને સદોમ તરફ ગયા. પણ પ્રભુ અબ્રાહામની સાથે રોકાયા.


પણ પેલા બે પુરુષોએ હાથ લંબાવીને લોતને ઘરમાં પાછો ખેંચી લીધો અને બારણું બંધ કરી દીધું.


“મારા સ્વામીઓ, કૃપા કરીને તમારા સેવકને ઘેર પધારો. તમારા પગ ધૂઓ અને ત્યાં જ રાતવાસો કરો. પછી મળસ્કે ઊઠીને તમારે રસ્તે પડજો.” તેમણે કહ્યું, “ના, અમે તો નગરના ચોકમાં જ રાત ગાળીશું.”


અબ્રાહામે તે દેશના લોકોને પ્રણામ કર્યા,


પછી યોસેફે તેમને તેના ખોળામાંથી લઈ લીધા અને ભૂમિ સુધી પોતાનું માથું નમાવીને તેણે પ્રણામ કર્યા.


જ્યારે નગરના વડીલો ચોકમાં મળતા, અને હું ચોકમાં તેઓ વચ્ચે મારું સ્થાન લેતો;


કોઈ પ્રવાસીએ શેરીમાં રાતવાસો કર્યો નથી, કારણ, મુસાફરો માટે મારાં બારણાં ખુલ્લાં હતાં.


ચૌટે બેસનારા મારે વિષે ચર્ચા કરે છે, અને નશાબાજો મારે વિષે ગીતો રચે છે.


વળી, લોતના સમયમાં જેમ બન્યું તેમ જ ત્યારે થશે. બધા લોકો ખાતા હતા, પીતા હતા, ખરીદતા હતા, વેચતા હતા, રોપતા હતા અને બાંધતા હતા.


તમારાં ઘરોમાં અજાણ્યાંઓની પરોણાગત કરવાનું યાદ રાખો. કેટલાકે અજાણતા જ દૂતોની પરોણાગત કરી હતી.


બોઆઝ ગામના દરવાજે એકઠા થવાની જગ્યાએ જઈને બેઠો. થોડીવારમાં બોઆઝે જેનો ઉલ્લેખ કર્યો હતો તે, એટલે એલીમેલેખનો વધારે નિકટનો સગો ત્યાં આવી પહોંચ્યો. બોઆઝે તેને કહ્યું, “આવ ભાઈ, અહીં બેસ.” તેથી તે ગયો.


Lean sinn:

Sanasan


Sanasan