Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 18:7 - પવિત્ર બાઇબલ C.L.

7 પછી અબ્રાહામ દોડીને ઢોરનાં ટોળાં તરફ ગયો. તેણે તેમાંથી એક કુમળું અને સારું વાછરડું લાવીને નોકરને આપ્યું, એટલે નોકર પણ તે જલદી જલદી બનાવવા લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને ઢોર હતાં ત્યાં ઇબ્રાહિમ દોડી ગયો, ને એક સારું ને કુમળું વાછરડું લાવીને તેણે નોકરને આપ્યું; અને તે વહેલો વહેલો તૈયાર કરવા મંડી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પછી ઇબ્રાહિમ દોડીને જ્યાં તેના જાનવર હતાં ત્યાં ગયો અને એક પુષ્ટ તથા કુમળું વાછરડું લાવીને નોકરને આપ્યું, જે તેને ઉતાવળે તૈયાર કરવા લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પછી ઇબ્રાહિમ ઢોરના ધણ તરફ દોડતો દોડતો ગયો અને એક કુમળું વાછરડું લાવીને તેણે નોકરોને આપ્યો અને કહ્યું, “તમે આ વાછરડાને વધેરી ભોજન તૈયાર કરો.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 18:7
11 Iomraidhean Croise  

પછી અબ્રાહામ તરત જ સારા પાસે તંબુમાં ગયો. તેણે તેને કહ્યું, “ત્રણ માપ લોટ મસળીને જલદી જલદી રોટલી બનાવી દે.”


પછી અબ્રાહામે દહીં, દૂધ તથા પેલું રાંધેલું વાછરડું લાવીને તેમની આગળ પીરસ્યાં, તેઓ જમતા હતા તે દરમ્યાન તે તેમની સરભરામાં વૃક્ષ નીચે ઊભો રહ્યો.


છતાં તેના અતિ આગ્રહને વશ થઈને તેઓ તેની સાથે ગયા અને તેના ઘરમાં રહ્યા. લોતે તેમને માટે જમણની વ્યવસ્થા કરી. તેણે ખમીરરહિત રોટલી બનાવડાવી. પછી તેમણે ભોજન લીધું.


હાથીદાંતના વિલાસી પલંગો પર આરામથી આળોટનારાઓ અને કુમળા વાછરડા અને ઘેટાંના માંસની મિજબાની ઉડાવનારાઓ, તમારે માટે તે દિવસ કેટલો ભયાનક બની રહેશે!


પોતાના ટોળામાં માનેલું પ્રાણી હોય અને મને તે ચઢાવવાનું વચન આપ્યું હોય ત્યારે મને નક્મા પ્રાણીનું અર્પણ ચઢાવીને છેતરપિંડી કરનાર પર શાપ ઊતરો. કારણ, હું મહાન રાજા છું, અને સર્વ દેશના લોકો મારું ભય રાખે છે.”


તેથી તેણે બીજા નોકરોને આમંત્રિતો પાસે આમ કહીને મોકલ્યા: ’મારું જમણ તૈયાર છે; બળદો અને માતેલાં પશુઓ કાપવામાં આવ્યાં છે. બધું તૈયાર છે. લગ્નજમણમાં જલદી પધારો!’


પછી જઈને હૃષ્ટપુષ્ટ વાછરડો લાવીને કાપો.


નોકરે જવાબ આપ્યો, ‘તમારા ભાઈ ઘેર પાછા આવ્યા છે અને તે સહીસલામત પાછા મળ્યા હોવાથી તમારા પિતાજીએ હૃષ્ટપુષ્ટ વાછરડો કપાવ્યો છે.’


પણ આ તમારા પુત્રે વેશ્યાઓની પાછળ તમારી બધી સંપત્તિ વેડફી નાખી, અને છતાં તે ઘેર પાછો ફર્યો છે, ત્યારે તમે તેને માટે ષ્ટપૃષ્ટ વાછરડો કપાવો છો!’


પેલી સ્ત્રીએ પોતાનો હૃષ્ટપુષ્ટ વાછરડો કાપ્યો. પછી તેણે લોટ લઇને બાંધ્યો અને ખમીર વગરની રોટલીઓ શેકી.


Lean sinn:

Sanasan


Sanasan