Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 18:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તમે તમારા દાસને ત્યાં આવ્યા જ છો તો મને તમારે માટે થોડો ખોરાક લાવવા દો, જેથી તે ખાઈને તાજા થઈને તમે તમારે માર્ગે જઈ શકો.” તેથી તેમણે કહ્યું, “ભલે, તારા કહેવા પ્રમાણે કર.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને હું થોડી રોટલી લાવું, ને તમે તમારાં મન ખુશ કરો; પછી તમે આગળ જજો; કેમ કે એ જ માટે તમે તમારા દાસ પાસે આવ્યા છો. અને તેઓએ કહ્યું, “જેમ તેં કહ્યું છે તેમ કર.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 હવે મને થોડું ભોજન લાવવા દો, કે જેથી તમે સ્ફૂર્તિ પામો. ત્યાર પછી તમે આગળ જજો, સારું તો હું તમારે માટે રોટલી લાવું.” અને તેઓએ કહ્યું, “તું કહે છે તે પ્રમાણે કર.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 હું તમાંરા લોકો માંટે થોડું ભોજન લાવું છું. આપની ઈચ્છા હોય તેટલું આપ ખાઓ, તાજા થાઓ અને પછી તમે લોકો આગળની યાત્રાનો આરંભ કરો.” ત્રણેએ કહ્યું, “હા, એ ઘણું સારું છે. તું જેમ કહે છે તેમ ભલે કર.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 18:5
12 Iomraidhean Croise  

પછી અબ્રાહામ તરત જ સારા પાસે તંબુમાં ગયો. તેણે તેને કહ્યું, “ત્રણ માપ લોટ મસળીને જલદી જલદી રોટલી બનાવી દે.”


જુઓ, મારે બે પુત્રીઓ છે. તેમણે કોઈ પુરુષ સાથે સમાગમ કર્યો નથી. હું તેમને તમારી સમક્ષ લઈ આવું. તમારે તેમને જે કરવું હોય તે કરો. પણ આ માણસોને કંઈ કરશો નહિ; કારણ, તેઓ મારા છાપરાના આશ્રય નીચે આવ્યા છે.”


યાકોબે કહ્યું, “ના, મારા પર તમારી રહેમનજર થઈ હોય તો મારી આટલી ભેટ સ્વીકારો એવી મારી વિનંતી છે. કારણ, તમારું મુખ જોવું એ જાણે ઈશ્વરનું મુખ જોવા બરાબર છે. છતાં તમે પૂરા સદ્ભાવે મારો સ્વીકાર કર્યો છે.


તે પાણી લેવા જતી હતી એવામાં તેણે બૂમ પાડી. “વળી, મારે માટે થોડી રોટલી પણ લેતી આવજે.”


વળી, તમે માણસોના દયને આનંદિત કરનાર દ્રાક્ષાસવ, તેમના મુખને તેજસ્વી કરનાર ઓલિવ તેલ, અને તેમને શક્તિ આપનાર ખોરાક ઉપજાવો છો.


હવે જુઓ, પ્રભુ, સર્વસમર્થ પ્રભુ યરુશાલેમ અને યહૂદિયા પાસેથી બધો પુરવઠો અને બધો ટેકો લઈ લેશે. તે તેમનાં ખોરાકપાણી,


અમારો જરૂરી ખોરાક આજે અમને આપો.


એ પ્રભુનો દૂત છે એવી માનોઆહને ખબર ન હોવાથી માનોઆહે તેને કહ્યું, “કૃપા કરીને જતા રહેશો નહિ. અમે તમારે માટે એક લવારું રાંધી લાવીએ.” પણ દૂતે કહ્યું, “હું રોકાઈ જાઉં, તો ય હું તમારો ખોરાક ખાવાનો નથી. છતાં તું ખોરાક તૈયાર કરવા માગે છે, તો તેનું દહન કરીને પ્રભુને તેનું અર્પણ ચડાવ.”


ચોથે દિવસે વહેલી સવારે ઊઠીને તેઓ ત્યાંથી જવા તૈયાર થયાં. પણ યુવતીના પિતાએ લેવીને કહ્યું, “પહેલાં થોડું ખાઈ લો. એથી તમને તાજગી રહેશે; પછી તમે તમારે જજો”


હું તમારે માટે અર્પણ લઈ આવું ત્યાં સુધી કૃપા કરી અહીંથી જતા નહિ.”


તેણે કહ્યું, “તું પાછો આવે ત્યાં સુધી હું રોકાઈશ.” તેથી ગિદિયોન પોતાના ઘરમાં ગયો અને એક લવારું રાંયું અને દસ કિલો લોટમાંથી ખમીરરહિત રોટલી બનાવી. તેણે માંસ એક ટોપલીમાં મૂકાયું અને એક વાસણમાં રસો લીધો. પછી મસ્તગીવૃક્ષ નીચે જઈને તેણે તે બધું પ્રભુના દૂતને અર્પ્યું.


Lean sinn:

Sanasan


Sanasan