Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 18:24 - પવિત્ર બાઇબલ C.L.

24 જો તે શહેરમાં પચાસ સદાચારીઓ હોય તો પણ શું તમે તેનો નાશ કરશો? એ પચાસ સદાચારીઓ ખાતર એ શહેરને તમે નહિ બચાવો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 કદાચ તે નગરમાં પચાસ ન્યાયી હોય; તો શું તમે તેનો નાશ કરશો, ને તેમાંના પચાસ ન્યાયીને લીધે તે જગા નહિ બચાવો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 કદાચ તે નગરમાં પચાસ ન્યાયી લોકો હોય, તો શું તમે તેનો નાશ કરશો અને ત્યાં એ પચાસ ન્યાયી છે તેને લીધે તેને નહિ બચાવો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 જો તે નગરમાં 50 સારા માંણસો હોય તો પણ તમે એ નગરનો નાશ કરશો? એ 50 સારા માંણસોને માંટે તમે નગરને બચાવી નહિ લો?

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 18:24
8 Iomraidhean Croise  

અબ્રાહામે પ્રભુની પાસે જઈને કહ્યું, “શું તમે દુરાચારીઓ સાથે સદાચારીઓનો નાશ કરશો?


દુરાચારીઓ સાથે સદાચારીઓનો નાશ કરવો એ તમારાથી દૂર રહો. એમ થાય તો સદાચારીઓ દુરાચારીઓની બરાબર ગણાય; એવું કરવું તમારાથી દૂર રહો. સમસ્ત પૃથ્વીના ન્યાયાધીશ શું સાચો ન્યાય નહિ કરે?”


અબ્રાહામે કહ્યું, પ્રભુ, તમને રોષ ન ચડે તો આ છેલ્લી વાર બોલું, જો ફક્ત દસ જ મળે તો?” “પ્રભુએ જવાબ આપ્યો, “એ દસને લીધે પણ હું એ શહેરનો નાશ કરીશ નહિ.”


તારી દુષ્ટતાથી તારા સાથી માનવને નુક્સાન થાય છે, અને તારા સદાચારથી તેને લાભ મળે છે.


સર્વસમર્થ પ્રભુએ આપણામાંથી કેટલાંકને બાકી રાખ્યા ન હોત તો સદોમ અને ગમોરાની માફક આપણું નામનિશાન રહેત નહિ.


પ્રભુ કહે છે, “હે યરુશાલેમના લોકો, યરુશાલેમની શેરીઓમાં ફરી વળો, ચારે બાજુ જુઓ અને જાતે જ તપાસ કરો, તેના ચૌટેચકલે શોધ કરો. પ્રામાણિક અને સત્યનિષ્ઠ એવો એક માણસ હોય તો તેને લીધે હું યરુશાલેમને માફ કરીશ.


‘પાઉલ, ગભરાઈશ નહિ! તારે સમ્રાટ સમક્ષ હાજર થવાનું છે; અને ઈશ્વરે પોતાની ભલાઈ પ્રમાણે તારી સાથે મુસાફરી કરનાર બધાનાં જીવન તને આપ્યાં છે.’


Lean sinn:

Sanasan


Sanasan