Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 18:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તેથી સારા એકલી એકલી હસી અને મનમાં બોલી, “હું વૃદ્ધ થઈ છું અને મારા પતિ પણ વૃદ્ધ થયા છે; તો હવે હું દેહસુખ માણી શકું ખરી?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને સારા મનમાં હસી ને બોલી, “હું ઘરડી થઈ, ને મારો પતિ પણ ઘરડો છે, તો હવે શું મને હર્ષ પ્રાપ્ત થાય?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેથી સારા મનોમન હસી પડી. તેણે ખુદને કહ્યું, “હું વૃદ્ધ થઈ ગઈ છું અને મારો પતિ પણ વૃદ્ધ છે, તો પછી કેવી રીતે પુત્ર જન્મે અને હર્ષ થાય?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 એટલે સારા મનોમન હસી. તેને પોતાના પર વિશ્વાસ ન રહ્યો, તેણે પોતાની જાતને કહ્યું, “હું અને માંરો પતિ બંન્ને વૃદ્વ છીએ. હું બાળકને જન્મ આપવા માંટેની ઉમર વટાવી ચૂકી છું.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 18:12
12 Iomraidhean Croise  

ત્યારે અબ્રાહામે ભૂમિ સુધી માથું નમાવીને પ્રભુને પ્રણામ કર્યા. તે હસ્યો અને મનમાં બોલ્યો, “શું સો વર્ષના માણસને પુત્ર થશે? નેવું વર્ષની વયે શું સારા બાળકને જન્મ આપશે?”


પ્રભુએ અબ્રાહામને કહ્યું, “‘હું વૃદ્ધ હોવા છતાં મને પુત્ર થાય ખરો?’ એવું કહેતાં સારા કેમ હસી?


એલિશાએ તેને કહ્યું, “આવતે વર્ષે આ સમયે તારી ગોદમાં પુત્ર હશે.” તે બોલી ઊઠી, “ગુરુજી, કૃપા કરી મને જૂઠું ન કહેશો. તમે તો ઈશ્વરભક્ત છો!”


અમારા મુખ પર હાસ્ય ઊભરાતું હતું; અમારી જીભ આનંદપૂર્વક જયજયકાર કરતી હતી. ત્યારે બીજા દેશોએ એકબીજાને અમારે વિષે કહ્યું, “પ્રભુએ પોતાના લોક માટે મહાન કાર્યો કર્યાં છે.”


રાજા તારા સૌંદર્યની અભિલાષા રાખશે; તે તો તારા પતિ છે; તું તેમનું અભિવાદન કર.


વળી, તે તમને પણ લાગુ પડે છે. દરેક પતિએ, જેવો પોતા પર તેવો જ પોતાની પત્ની પર પ્રેમ કરવો જોઈએ અને દરેક પત્નીએ પોતાના પતિને માન આપવું જોઈએ.


સારા એવી સ્ત્રી હતી; તે અબ્રાહામને આધીન રહેતી અને તેને સ્વામી તરીકે સંબોધતી. જો તમે સારું જ કરો અને કશાની બીક ન રાખો તો તમે સારાની પુત્રીઓ છો.


સવારે એ સ્ત્રી પોતાનો પતિ જ્યાં હતો ત્યાં એ વૃદ્ધ માણસને ત્યાં આવી અને બારણા આગળ ઢળી પડી. અજવાળું થયું ત્યારે તે હજી ત્યાં જ પડેલી હતી.


Lean sinn:

Sanasan


Sanasan