Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 17:10 - પવિત્ર બાઇબલ C.L.

10 તારી સાથે અને તારા વંશજો સાથેનો મારો જે કરાર તમારે પાળવાનો છે તે એ છે કે તમારે તમારામાંના પ્રત્યેક પુરુષની સુન્‍નત કરાવવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 મારી તથા તારી વચ્ચે, ને તારા પછી તારા વંશજો વચ્ચે, મારો જે કરાર તમારે પાળવો, તે એ જ કે તમારામાંનો જે દરેક પુરુષ તેની સુન્‍નત કરવી જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 મારી તથા તારી વચ્ચે અને તારા પછી તારા વંશજો વચ્ચે, મારો જે કરાર તમારે પાળવો, તે એ જ કે તમારામાંના દરેક પુરુષે પોતાની સુન્નત કરવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 માંરી અને તારી વચ્ચેનો તથા તારા પછી તારા વંશજો સાથેનો તમાંરે પાળવાનો કરાર આ છે:

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 17:10
29 Iomraidhean Croise  

એટલે, તમારે તમારી જનનેદ્રિંયની ચામડીની સુન્‍નત કરાવવી. એ મારી અને તારી વચ્ચેના કરારની નિશાની થશે.


ઈશ્વરે કહ્યું હતું તે પ્રમાણે અબ્રાહામે તે જ દિવસે પોતાના ઘરના પ્રત્યેક પુરુષની એટલે, પોતાના પુત્ર ઇશ્માએલની તથા પોતાના ઘરમાં જન્મેલા કે પૈસાથી ખરીદેલા બધા ગુલામોની સુન્‍નત કરાવી.


તેના ઘરમાં જન્મેલા તથા પરદેશી પાસેથી પૈસા આપીને ખરીદેલા ગુલામોની સુન્‍નત પણ અબ્રાહામની સાથે જ કરવામાં આવી.


ઇસ્હાક આઠ દિવસનો થયો ત્યારે ઈશ્વરની આજ્ઞા મુજબ અબ્રાહામે તેની સુન્‍નત કરી.


એક જ શરતે અમે તમારી વાત માન્ય રાખીએ કે તમે તમારામાંના એકેએક પુરુષની સુન્‍નત કરાવો અને અમારા જેવા બની જાઓ;


પરંતુ તેમની એક શરત છે કે તેમની જેમ આપણામાંના દરેક પુરુષની સુન્‍નત કરવામાં આવે.


પરંતુ સુન્‍નત કરાવ્યા વગરના કોઈપણ માણસે પાસ્ખા ભોજનમાંથી ખાવું નહિ. તમારી મધ્યે કોઈ પરદેશી વસતો હોય અને પ્રભુનું પાસ્ખા પાળવાની તેની ઇચ્છા હોય તો તમારે પ્રથમ તેના ઘરના સર્વ પુરુષોની સુન્‍નત કરવી. ત્યાર પછી જ તે દેશમાં જન્મેલા ઇઝરાયલી જેવો ગણાય અને પાસ્ખામાં ભાગ લઈ શકે.


તેથી તરત જ તેની પત્ની સિપ્પોરાએ ચકમકનો તીક્ષ્ણ પથ્થર લઈને પોતાના પુત્રની સુન્‍નત કરી અને તેની ચામડી મોશેના પગને અડકાડી. સુન્‍નતના વિધિને કારણે તે બોલી, “તમે તો મારે માટે રક્તના પતિ બન્યા છો.” તેથી ઈશ્વરે મોશેને જવા દીધો.


હે યહૂદિયા અને યરુશાલેમના લોકો, હું તમારો પ્રભુ છું; મારી સાથેનો કરાર તમે પાળો અને તમારાં દયમાંથી મેલ કાપી નાખો. તમારાં કાર્યો ભૂંડાં હોવાથી મારો કોપ અગ્નિની જેમ પ્રગટીને તમને ભસ્મ કરશે અને તે હોલવી શકાશે નહિ.


મોશેએ તમારા પુત્રોની સુન્‍નત કરવાની આજ્ઞા તમને આપી તેથી તમે વિશ્રામવારે સુન્‍નત કરો છો. જો કે એ વિધિ મોશેએ નહિ, પરંતુ તમારા પૂર્વજોએ શરૂ કર્યો હતો.


પછી કરારના ચિહ્ન તરીકે ઈશ્વરે અબ્રાહામને સુન્‍નતનો વિધિ ઠરાવી આપ્યો. તેથી ઇસ્હાકના જન્મ પછી આઠમે દિવસે અબ્રાહામે તેની સુન્‍નત કરી. ઇસ્હાક યાકોબનો પિતા અને યાકોબ બારે કુળના મૂળ પૂર્વજોનો પિતા હતો.


તો પછી સાચો યહૂદી કોણ? શારીરિક સુન્‍નત કરાવેલો? ના, બાહ્ય રીતે યહૂદી તે સાચો યહૂદી નથી અને શારીરિક સુન્‍નત તે સાચી સુન્‍નત નથી.


ઈશ્વરે ઈસુને તેમના બલિદાન પરના વિશ્વાસ દ્વારા પાપ નિવારણ અર્થે પ્રાયશ્ર્વિત તરીકે નિયત કર્યા છે અને એમ કરીને ઈશ્વરે પોતાની ન્યાયયુક્તતા જાહેર કરેલી છે. પ્રથમ તો ભૂતકાળના સંબંધમાં; કે જે વખતે થયેલાં પાપ વિષે ઈશ્વરે પોતાની સહનશીલતામાં સજા કરી નહોતી;


છેવટે, આ બાબત સ્પષ્ટ થાય છે કે માણસ નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવાથી નહિ, પણ ફક્ત વિશ્વાસથી જ ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકૃત થાય છે.


ઈશ્વર એક જ છે. તે યહૂદીઓને તેમના વિશ્વાસને આધારે અને બિનયહૂદીઓને પણ તેમના વિશ્વાસને આધારે પોતાની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારશે.


આમ, યહૂદી કે બિનયહૂદી, ગુલામ કે સ્વતંત્ર, પુરુષ કે સ્ત્રી વચ્ચે હવે કોઈ ભેદભાવ નથી; કારણ, ઈસુ ખ્રિસ્તની સાથેના સંબંધને લીધે તમે સૌ એક છો.


જેઓ પોતાની સારી છાપ પાડવા માગે છે, તેઓ જ તમને સુન્‍નત કરાવવાની ફરજ પાડે છે. ખ્રિસ્તના ક્રૂસને લીધે તેમની સતાવણી ન થાય, માટે તેઓ તેમ કરે છે.


તમે જન્મે બિનયહૂદી છો. યહૂદીઓ તમને સુન્‍નત કરાવ્યા વગરના માણસો તરીકે ઓળખે છે, અને પોતાને સુન્‍નત કરાવેલા તરીકે ઓળખાવે છે. આ તો શારીરિક સુન્‍નતનો નિર્દેશ છે. તેથી ભૂતકાળમાં તમે કેવા હતા તે યાદ કરો!


તેથી તમારાં હૃદયોની સુન્‍નત કરો અને તમારી હઠીલાઇ છોડી દો.


તમે તમારા ઈશ્વર પ્રભુના કરારને આધીન થાઓ તે માટે તે તમારાં તથા તમારાં વંશજોના હૃદયોની સુન્‍નત કરશે જેથી તમે તમારા ઈશ્વર પ્રભુ પર પૂરા દયથી અને પૂરા મનથી પ્રેમ રાખતા થશો, અને એમ તમે જીવતા રહેવા પામશો.


આપણે ખરા સુન્‍નતી છીએ. કારણ, આપણે આત્માથી ઈશ્વરની ભક્તિ કરીએ છીએ અને ખ્રિસ્ત ઈસુમાં આનંદ કરીએ છીએ.


પછી પ્રભુએ યહોશુઆને કહ્યું, “ચકમકની છરીઓ બનાવ અને બીજી વાર ઇઝરાયલી પુરુષોની સુન્‍નત કર.”


હવે યહોશુઆએ તેમની સુન્‍નત કરી તેનું કારણ આવું હતું: લડાઈમાં જવાની ઉંમરના જે સર્વ પુરુષો ઇજિપ્તમાંથી નીકળ્યા હતા તેઓ સૌ ઇજિપ્તમાંથી નીકળ્યા પછી મુસાફરી દરમ્યાન રણપ્રદેશમાં મરી પરવાર્યા હતા.


Lean sinn:

Sanasan


Sanasan