Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 15:9 - પવિત્ર બાઇબલ C.L.

9 પ્રભુએ તેને કહ્યું, “તું મારી પાસે ત્રણ વર્ષની એક વાછરડી, ત્રણ વર્ષની એક બકરી, ત્રણ વર્ષનો એક ઘેટો, એક હોલો અને એક કબૂતરનું બચ્ચું લાવ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને યહોવાએ કહ્યું, “ત્રણ વર્ષની વાછરડી, તથા ત્રણ વર્ષની બકરી, તથા ત્રણ વર્ષનો મેંઢો, તથા એક હોલું ને કબૂતરનું એક પીલું મારે માટે લે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પછી તેમણે તેને કહ્યું, “મારે માટે ત્રણ વર્ષની એક વાછરડી, ત્રણ વર્ષની બકરી, ત્રણ વર્ષનું ઘેટું, એક હોલું અને કબૂતરનું બચ્ચું લે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પછી દેવે ઇબ્રામને કહ્યું, “આપણે એક કરાર કરીશું. માંરી આગળ એક ત્રણ વર્ષની બકરી, એક ત્રણ વર્ષની ગાય, એક ત્રણ વર્ષનો ઘેટો, એક હોલો અને એક કબૂતરનું બચ્ચું લઈ આવ.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 15:9
18 Iomraidhean Croise  

અબ્રામ એ બધાં પ્રભુની પાસે લઈ આવ્યો. તેણે તેમને વચ્ચેથી ચીરીને તેમના બબ્બે ટુકડા કર્યા અને ટુકડાઓને સામસામે ગોઠવ્યા; પણ તેણે પક્ષીઓને ચીર્યાં નહિ.


પણ અબ્રામે કહ્યું, “હે સર્વસત્તાધીશ પ્રભુ, હું આ દેશનો વારસો પામીશ એ હું કેવી રીતે જાણી શકું?”


અબ્રાહામે આસપાસ જોયું તો ઝાડીમાં શિંગડાથી ભરાઈ પડેલા એક ઘેટાને જોયો. અબ્રાહામ ત્યાં જઈને ઘેટાને લઈ આવ્યો અને તેણે પોતાના દીકરાને બદલે એ ઘેટાનું બલિદાન ચડાવ્યું.


તે કહે છે, “બલિદાન દ્વારા જેમણે મારી સાથે કરાર કર્યો છે તેવા મારા સંતોને મારી પાસે એકત્ર કરો.”


સીમમાં ફૂલો ખીલી ઊઠયાં છે. ગાનતાનમાં ગુલતાન થવાની આ વેળા છે. ખેતરોમાં હોલાનું ગાયન સંભળાઈ રહ્યું છે.


મારું હૃદય મોઆબને માટે રુદન કરે છે. તેના લોકો સોઆર અને એગ્લાથ-શલીશીયા નગરોમાં નાસી ગયા છે. કેટલાક તો રડતાં રડતાં લૂહીથનો ઘાટ ચડે છે. કેટલાક હોરોનાયિમ જતાં જતાં માર્ગમાં કલ્પાંત કરે છે.


“જ્યારે કોઈ માણસ ઘેટું કે બકરું દહનબલિ તરીકે ચડાવે તો તે ખોડખાંપણ વગરનો નર હોવો જોઈએ.


“જ્યારે કોઈ માણસ પક્ષીનું દહનબલિ ચડાવે તો તે હોલા કે કબૂતરનાં બચ્ચાનું હોય.


જો તે ઢોરનો બલિ ચડાવે તો તે કોઈપણ જાતની ખોડખાંપણ વગરનો આખલો હોવો જોઈએ. તેણે તેને મુલાકાત મંડપના પ્રવેશદ્વાર પાસે લાવવો અને તેનો બલિ ચડાવવો, જેથી પ્રભુ તેનો સ્વીકાર કરે.


“જ્યારે તેનાં પુત્ર કે પુત્રીના કિસ્સામાં શુદ્ધિકરણનો દિવસ આવે ત્યારે તેણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યજ્ઞકાર પાસે દહનબલિ તરીકે એક વર્ષનો ઘેટો અને પ્રાયશ્ર્વિતબલિ તરીકે કબૂતર કે હોલાનું બચ્ચું લાવવું.


“જો તે સ્ત્રી ઘેટો લાવવાને સમર્થ ન હોય તો તેણે કબૂતર કે હોલાનાં બે બચ્ચાં લાવવાં: એક દહનબલિ માટે અને બીજું પ્રાયશ્ર્વિત બલિ માટે. યજ્ઞકાર તેને માટે પ્રાયશ્ર્વિતનો વિધિ કરે એટલે તે સ્ત્રી વિધિગત રીતે શુદ્ધ થયેલી ગણાય.”


તે સાથે તેણે બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં પ્રાયશ્ર્વિતબલિ અને દહનબલિ તરીકે લાવવાં.


ત્યાર પછી યજ્ઞકારે હોલા કે કબૂતરનાં બચ્ચાંમાંથી એકને પ્રાયશ્ર્વિતબલિ અને બીજાને દહનબલિ તરીકે ચડાવવાં. તે સાથે ધાન્ય અર્પણ પણ ચડાવવું.


“જ્યારે કોઈ માણસ પ્રભુને સંગતબલિ ચડાવે અને તે બલિ નર કે માદા હોય તો પણ તે પ્રાણી કોઈ પણ જાતની ખોડખાંપણ વગરનું હોવું જોઈએ.


“જ્યારે કોઈ માણસ સંગતબલિ તરીકે ઘેટાંનું કે બકરાનું અર્પણ ચડાવે તો તે નર કે માદા હોય તો પણ તે પ્રાણી ખોડખાંપણ વગરનું હોવું જોઈએ.


તેણે આરોનને કહ્યું, “તું ખોડખાંપણ વગરના એક વાછરડાનું પ્રાયશ્ર્વિતબલિ તરીકે અને ખોડખાંપણ વગરના એક ઘેટાનું દહનબલિ તરીકે પ્રભુને બલિદાન કર.


તથા સંગતબલિ તરીકે એક આખલો અને ઘેટો પ્રભુને ચડાવવાનું કહે. તેમણે આ બલિદાનને તેલથી મોયેલા ધાન્ય અર્પણ સાથે પ્રભુને ચડાવવાનાં છે. કારણ, પ્રભુ આજે તેમને દર્શન દેવાના છે.”


પ્રભુના નિયમશાસ્ત્રમાંની માગણી મુજબ તેઓ કબૂતરની એક જોડ અથવા હોલાનાં બે બચ્ચાંનું બલિદાન ચઢાવવા ગયાં.


Lean sinn:

Sanasan


Sanasan