Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 15:7 - પવિત્ર બાઇબલ C.L.

7 પછી પ્રભુએ તેને કહ્યું, “આ દેશ તને વતન તરીકે આપવા માટે તને ખાલદીઓના ઉર નગરમાંથી કાઢી લાવનાર હું પ્રભુ યાહવે છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને તેમણે ઇબ્રામને કહ્યું, “આ દેશ વતન તરીકે તને આપવા માટે કાસ્દીઓના ઉરમાંથી તને કાઢી લાવનાર હું યહોવા છું”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 ઈશ્વરે તેને કહ્યું, “આ દેશ વતન તરીકે તને આપવા માટે ખાલદીઓના નગર ઉરમાંથી તને અહીં લઈ આવનાર ઈશ્વર હું છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 દેવે ઇબ્રામને કહ્યું, “હું જ એ યહોવા છું જે તને આ ભૂમિનો માંલિક બનાવવા માંટે ખાલદીઓના ઉર શહેરમાંથી લઈ આવ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 15:7
16 Iomraidhean Croise  

પ્રભુએ અબ્રામને કહ્યું, “તારો દેશ, તારાં સ્વજનો અને તારા પિતાનું ઘર તજીને હું તને બતાવું તે દેશમાં જા.


પ્રભુએ અબ્રામને દર્શન દઈને કહ્યું, “હું તારા વંશજોને આ જ દેશ આપવાનો છું.” તેને દર્શન આપનાર પ્રભુને માટે તેણે ત્યાં એક વેદી બાંધી.


ઈશ્વર તને અને તારા વંશજોને અબ્રાહામના જેવી આશિષ આપો; જેથી ઈશ્વરે અબ્રાહામને આપેલો આ દેશ જેમાં તું વસતો ફરે છે તેનો તું કબજો મેળવે!”


યોસેફે પોતાના ભાઈઓને કહ્યું, “મારા મૃત્યુનો સમય પાસે આવ્યો છે, પણ ઈશ્વર જરૂર તમારી મદદે આવશે અને તમને આ દેશમાંથી કાઢી જઈને તેમણે જે દેશ આપવાનું અબ્રાહામ, ઈસ્હાક અને યાકોબને સમ ખાઈને વચન આપેલું છે તે દેશમાં લઈ જશે”


તેમણે યાકોબને કહ્યું હતું, “હું તને આ કનાન દેશ આપીશ; તે તારો નિયત કરેલ વારસાનો હિસ્સો બનશે.”


તેમણે પોતાના સેવક અબ્રાહામને તથા તેને આપેલ પવિત્ર પ્રતિજ્ઞાને સંભાર્યાં હતાં.


ઈશ્વરે તેમને અન્ય પ્રજાઓના પ્રદેશો સોંપ્યા અને તેમણે બીજાઓએ કરેલ શ્રમનાં ફળ પર કબજો લીધો.


તમારા સેવકો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને યાદ કરો. વળી, તમે તેમને સમ ખાઈને આવું વચન આપ્યું હતું: ‘આકાશના તારાઓ જેટલાં હું તમારાં સંતાન વધારીશ. મારા કહ્યા પ્રમાણે આ આખો દેશ હું તમારા વંશજોને કાયમના વતન માટે આપીશ.”


તમારે તે દેશનો કબજો લઈને તેમાં વસવાટ કરવો; કારણ, મેં તે દેશ તમને આપ્યો છે.


અબ્રાહામ તથા તેના વંશજોને નિયમના પાલનથી નહિ, પણ વિશ્વાસથી ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે માન્ય ગણવામાં આવ્યા હતા. તેથી ઈશ્વરે વચન આપ્યું કે આખી દુનિયા તેને વારસામાં મળશે.


“તે સમયે મેં તેમને આવી આજ્ઞા આપી: ‘તમારા ઈશ્વર પ્રભુએ તમને આ દેશ કબજે કરવા આપ્યો છે. તમારા સર્વ લડવૈયા પુરુષો શસ્ત્રસજ્જ થઈને તમારા ભાઈઓની એટલે બાકીના ઇઝરાયલીઓની સાથે યર્દન નદીની પેલે પાર જાઓ.


તમારી નેકી કે તમારા સદાચારને લીધે તમે તેમના દેશનો કબજો લેવાના નથી, પરંતુ એ પ્રજાઓની દુષ્ટતાને લીધે અને તમારા પૂર્વજો અબ્રાહામ, ઈસ્હાક અને યાકોબ સાથે શપથપૂર્વક કરેલો કરાર પૂર્ણ કરવા માટે તમારા ઈશ્વર પ્રભુ તેમને તમારી સમક્ષથી હાંકી કાઢે છે.


Lean sinn:

Sanasan


Sanasan