Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 15:5 - પવિત્ર બાઇબલ C.L.

5 પ્રભુએ બહાર લઈ જઈને તેને કહ્યું, “આકાશ તરફ જો અને તારાથી ગણી શકાય તો તારાઓની ગણતરી કર; એટલાં તારાં સંતાન થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને તેમણે ઇબ્રામને બહાર લઈ જઈને કહ્યું, “હવે તું આકાશ તરફ જો, ને તું તારાઓ ગણી શકે, તો ગણ.” અને યહોવાએ તેને કહ્યું, “તેટલા તારાં સંતાન થશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 પછી ઈશ્વર ઇબ્રામને રાત્રે ઘરની બહાર આકાશ નીચે લઈ ગયા અને કહ્યું, “તું ઊંચે આકાશ તરફ જો અને ગણી શકે તો તારાઓ ગણ,” પછી તેમણે તેને કહ્યું, “એ તારાઓ જેટલાં તારા સંતાન થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 પછી દેવ ઇબ્રામને બહાર લઈ ગયા. દેવે કહ્યું, “આકાશને જો, અસંખ્ય તારાઓને જો, એ એટલા બધા છે કે, તું ગણી શકે નહિ. ભવિષ્યમાં તારું કુટુંબ આટલું મોટું થશે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 15:5
22 Iomraidhean Croise  

હું તારો વંશવેલો વધારીશ અને તારા વંશજો મોટી પ્રજા બનશે. હું તને આશિષ આપીશ અને તારા નામની કીર્તિ વધારીશ; જેથી તું આશિષરૂપ થશે.


હું પૃથ્વીની રજકણો જેટલાં તારા વંશજો વધારીશ. જો કોઈ પૃથ્વીની રજકણો ગણી શકે તો તારા વંશજોની પણ ગણતરી કરી શકે!


પછી દૂતે તેને કહ્યું, “હું તારો વંશ ઘણો વધારીશ અને તેની ગણતરી થઈ શકશે નહિ.”


હું મારી અને તારી વચ્ચે મારો કરાર સ્થાપીશ, ને તારા વંશજોની સંખ્યા ઘણી વધારીશ.”


હું વચન આપું છું કે આકાશના તારા અને સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા તારા વંશજો થશે. તારાં સંતાન તેમના શત્રુઓને જીતી લેશે.


હું તારા વંશજોને આકાશના તારા જેટલા વધારીશ અને આ બધો પ્રદેશ તારા વંશજોને આપીશ અને તારા વંશજો દ્વારા પૃથ્વીની બધી પ્રજાઓને આશિષ પ્રાપ્ત થશે.


પૃથ્વીની રજકણ જેટલા તારા વંશજો થશે અને તારો વંશ પૂર્વમાં અને પશ્ર્વિમમાં તેમ જ ઉત્તરમાં અને દક્ષિણમાં ફેલાશે અને તારા દ્વારા અને તારા વંશજો દ્વારા પૃથ્વીની બધી પ્રજાઓ આશિષ પામશે.


તે રાત્રે તેણે ત્યાં જ વાસો કર્યો. પછી તેણે પોતાની પાસે જે હતું તેમાંથી પોતાના ભાઈ એસાવ માટે ભેટ પસંદ કરી:


તમે પસંદ કરેલા તમારા અગણિત લોક મધ્યે હું છું.


દાવિદ રાજાએ વીસ વર્ષથી ઓછી વયના લોકોની ગણતરી કરી નહિ; કારણ, પ્રભુએ ઇઝરાયલ લોકોની સંખ્યા આકાશના તારાઓ જેટલી વધારવાનું વચન આપ્યું હતું.


તમે તેમને આકાશના તારાઓ જેટલાં સંતાન આપ્યાં, અને જે દેશ તેમના પૂર્વજોને આપવાનું તમે વચન આપ્યું હતું તે પ્રમાણે તમે તેમને આ દેશ જીતી લેવા દઈ તેમાં તેમને વસાવ્યા છે.


નજર ઊંચી કરીને આકાશ તરફ જો; તારી ઉપરનાં વાદળો કેટલાં બધાં ઊંચાં છે!


તેમણે પ્રત્યેક નક્ષત્રમાં તારાની સંખ્યા નિશ્ર્વિત કરી છે; તે દરેક નક્ષત્રને તેના નામથી બોલાવે છે.


તમારા સેવકો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને યાદ કરો. વળી, તમે તેમને સમ ખાઈને આવું વચન આપ્યું હતું: ‘આકાશના તારાઓ જેટલાં હું તમારાં સંતાન વધારીશ. મારા કહ્યા પ્રમાણે આ આખો દેશ હું તમારા વંશજોને કાયમના વતન માટે આપીશ.”


“તમારા પૂર્વજ અબ્રાહામનો અને તમારી કુળજનેતા સારાનો વિચાર કરો. મેં અબ્રાહામને આમંત્રણ આપ્યું ત્યારે તે નિ:સંતાન હતો. પણ પછી મેં તેને આશિષ આપીને તેને અનેક વંશજો આપ્યા.


આકાશના અસંખ્ય તારાઓની જેમ અને સમુદ્રતટની રેતીના અસંખ્ય કણની જેમ હું મારા સેવક દાવિદના વંશજો અને મારી સેવા કરનાર લેવીઓની સંખ્યા વધારીશ.”


આશા ફળીભૂત નહિ થાય એવું લાગતું હતું, ત્યારે અબ્રાહામે ઈશ્વર ઉપર ભરોસો મૂક્તાં આશા રાખી. તેથી તે “ઘણી પ્રજાઓનો પૂર્વજ” બન્યો. ધર્મશાસ્ત્રમાં લખેલું છે તેમ, “તારા વંશજો ઘણા થશે.”


તમારા ઈશ્વર પ્રભુએ તમારી વંશવૃધિ કરી છે અને આજે તો તમે આકાશના તારાઓની જેમ અસંખ્ય થયા છો.


તમારા પૂર્વજો ઇજિપ્તમાં ગયા ત્યારે તેઓ માત્ર સિત્તેર જણ હતાં, પરંતુ તમારા ઈશ્વર પ્રભુએ તમને આકાશના તારા જેટલા અસંખ્ય બનાવ્યા છે.


તેથી મૃત:પ્રાય એવા એક માણસમાંથી આકાશના તારા જેટલા તથા સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા વંશજો ઉત્પન્‍ન થયા.


પછી હું તમારા પૂર્વજ અબ્રાહામને નદીની પેલી તરફના દેશમાંથી કાઢી લાવ્યો અને મેં તેને આખા કનાન દેશમાં ફેરવ્યો. મેં તેને ઘણા વંશજો આપ્યા. મેં તેને ઇસ્હાક આપ્યો,


Lean sinn:

Sanasan


Sanasan