Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 15:15 - પવિત્ર બાઇબલ C.L.

15 પણ તું તો પાકટ વય સુધી જીવીશ અને શાંતિપૂર્વક તારું મૃત્યુ થશે અને તારું દફન પણ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 પણ તું પોતાના બાપદાદાઓની પાસે શાંતિએ જશે; અને તું ઘણો ઘરડો થયા પછી દટાશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 પણ તું પોતાના પૂર્વજોની પાસે શાંતિએ જશે અને તું ઘણી વૃદ્ધ ઉંમરે મૃત્યુ પામશે અને દફનાવાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 “તું ઘણું લાંબુ આયુષ્ય ભોગવીશ. તું શાંતિથી મૃત્યુ પામીશ અને તને તારા પૂર્વજોની સાથે દફનાવવામાં આવ્યો હશે.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 15:15
29 Iomraidhean Croise  

એ પછી અબ્રાહામે પોતાની પત્ની સારાને કનાન દેશના હેબ્રોનમાં એટલે મામરેની પૂર્વમાં આવેલા માખ્પેલાની ગુફામાં દફનાવી.


“હું તમારી વચમાં પરદેશી તથા પ્રવાસી છું. મને તમારા વિસ્તારમાં કબર માટે કોઈ જગ્યા આપો કે હું મારી મૃત પત્નીને દફનાવું.”


પછી તે વયોવૃદ્ધ થઈ મૃત્યુ પામ્યો અને પોતાના પૂર્વજોમાં મેળવાયો અને તેના પુત્રો એસાવ અને યાકોબે તેને દફનાવ્યો.


પણ હું મારા પૂર્વજો સાથે ઊંઘી જાઉં ત્યારે મને ઇજિપ્તમાંથી લઈ જઈને મારા પૂર્વજોના કબ્રસ્તાનમાં દફનાવજે.” યોસેફે કહ્યું, “તમારા કહ્યા પ્રમાણે હું કરીશ.”


પછી તેણે તેમને આ આજ્ઞા આપી: “હું મારા પૂર્વજો સાથે મળી જવાનો છું. મને મારા પિતૃઓ સાથે એફ્રોન હિત્તીના ખેતરમાં આવેલી ગુફામાં દફનાવજો.


ત્યાં જ અબ્રાહામ અને તેની પત્ની સારાને દફનાવવામાં આવ્યાં છે. ત્યાં જ ઇસ્હાક અને તેની પત્ની રિબકાને પણ દફનાવવામાં આવ્યાં છે. ત્યાં મેં લેઆહને પણ દફનાવી છે.


તેઓ તેને કનાન દેશમાં લઈ ગયા અને મામરેની પૂર્વે આવેલા માખ્પેલાના ખેતરમાં આવેલી ગુફા, જે અબ્રાહામે હિત્તીઓ પાસેથી ખરીદીને તેનો કબ્રસ્તાન તરીકે ઉપયોગ કરવા વેચાતી લીધી હતી, તેમાં તેને દફનાવ્યો.


દાવિદ હવે વૃદ્ધ અને ઘણી ઉંમરનો થયો હતો. તેથી તેણે પોતાના પુત્ર શલોમોનને ઇઝરાયલ પર રાજા ઠરાવ્યો.


તે સંપત્તિવાન અને સન્માનનીય બની ઘણી પાકટ ઉંમરે મરણ પામ્યો, અને તેની જગ્યાએ તેનો પુત્ર શલોમોન રાજા બન્યો.


અને યરુશાલેમ પર હું જે શિક્ષા લાવનાર છું તે તારા મરણ પછી જ આવશે, અને તે તારે જોવી પડશે નહિ. તું પોતે તો શાંતિપૂર્વક મૃત્યુ પામીશ.” પેલા માણસો એ સંદેશ લઈને યોશિયા રાજા પાસે પાછા ફર્યા.


તે પોતાની પાછળ પ્રકાશિત શેરડા પાડે છે, અને પાતાળનાં પાણી સફેદ ફીણવાળાં કરી નાખે છે.


પછી યોબ વયોવૃદ્ધ થઈ ઘણી પાકટ વયે મૃત્યુ પામ્યો.


પાકેલ ધાન્યનો પૂળો મોસમે ખળામાં લવાય છે તેમ પાકટ વયે તું મૃત્યુ પામશે.


નિર્દોષને લક્ષમાં લે, અને પ્રામાણિકને નિહાળ; શાંતિપ્રિય મનુષ્યોનું ભાવિ ઉજ્જવળ હોય છે.


તોપણ તે પોતાના પૂર્વજો સાથે ભળી જશે, અને તે ફરી કદી પ્રકાશ જોશે નહિ.


ત્યારે આપણું શરીર માટીમાં મળી જશે અને ઈશ્વરે આપેલો આત્મા તેની પાસે પાછો જશે.


કોઈ માણસને સો બાળકો હોય અને તેની આવરદા લાંબું હોય તો તે ગમે તેટલું લાંબુ જીવે તોય તેને સુખ ન મળે અને મૃત્યુ પછી તેની યોગ્ય દફનક્રિયા પણ ન થાય, તો હું કહીશ કે તેવા માણસ કરતાં ક્સમધ્યે જન્મેલ મૃત બાળક સારું છે.


“અને દાનિયેલ, તું અંત સુધી વિશ્વાસુ રહે. તું મરણ તો પામીશ, પણ અંતના સમયે તારો વારસો પામવાને તું સજીવન થશે.”


“આરોન હવે મૃત્યુ પામીને પોતાના પૂર્વજો સાથે ભળી જશે. મેં ઇઝરાયલીઓને જે દેશ આપવાનું વચન આપ્યું છે તેમાં તે પ્રવેશી શકશે નહિ. કારણ, તમે મરીબાના ઝરણા પાસે મારી આજ્ઞાની વિરુધ વિદ્રોહ કર્યો હતો.


એ જોયા પછી તારે તારા ભાઈ આરોનની માફક તારા પિતૃઓની સાથે ભળી જવાનું છે.


ઈશ્વરે કહ્યું, ’હું અબ્રાહામનો ઈશ્વર છું, ઇસ્હાકનો ઈશ્વર છું, અને યાકોબનો ઈશ્વર છું,’ એનો અર્થ એ થયો કે તે મરેલાંઓના નહિ, પણ જીવતાંઓના ઈશ્વર છે.


“પણ, દાવિદે પોતાના જમાનામાં ઈશ્વરની મરજી પ્રમાણે સેવા કરી; તે પછી તે મરી ગયો, તેને તેના પૂર્વજોની જેમ દફનાવવામાં આવ્યો, અને તેને કોહવાણ લાગ્યું.


પ્રભુએ મોશેને કહ્યું, “હવે તું થોડા સમયમાં તારા પૂર્વજો સાથે પોઢી જશે. પછી આ લોકો મારી વિરુધ થઈ જશે, તેઓ મારો ત્યાગ કરશે અને મને બેવફા નીવડીને જે દેશમાં તેઓ વસવા જાય છે ત્યાંનાં અન્ય દેવદેવીઓને અનુસરશે, અને એમ તેમની સાથેનો મારો કરાર ઉથાપશે.”


એ આખી પેઢીના લોક અવસાન પામી પોતાના પૂર્વજો સાથે મળી ગયા અને તેમના પછી એક નવી પેઢી ઊભી થઈ જે પ્રભુને તથા તેમણે ઇઝરાયલ માટે કરેલાં કાર્યોને જાણતી નહોતી.


Lean sinn:

Sanasan


Sanasan