Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 15:14 - પવિત્ર બાઇબલ C.L.

14 પણ જે પ્રજા તેમને ગુલામ બનાવશે તે પ્રજાને હું સજા કરીશ. પછી તેઓ ઘણી સંપત્તિ લઈને ત્યાંથી બહાર નીકળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને જે લોકોની સેવા તેઓ કરશે તેઓનો ન્યાય પણ હું કરીશ; અને ત્યાર પછી તેઓ ઘણી સંપત્તિ લઈને નીકળશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેઓ જે લોકોની સેવા કરશે, તે લોકોનો ન્યાય હું કરીશ અને ત્યાર પછી તેઓ ઘણી સંપત્તિ લઈને ત્યાંથી મુક્ત થઈને બહાર આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 હું તે રાષ્ટનો ન્યાય કરીશ અને તેમને સજા કરીશ અને પાછળથી તેઓ ઘણી માંલમિલકત લઈને ત્યાંથી બહાર નીકળશે.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 15:14
24 Iomraidhean Croise  

પછી ઇઝરાયલે યોસેફને કહ્યું, “મારું મરણ પાસે આવ્યું છે, પણ ઈશ્વર તમારી સાથે રહેશે અને તમને ફરી તમારા પિતૃઓના દેશમાં લઈ જશે.


યોસેફે પોતાના ભાઈઓને કહ્યું, “મારા મૃત્યુનો સમય પાસે આવ્યો છે, પણ ઈશ્વર જરૂર તમારી મદદે આવશે અને તમને આ દેશમાંથી કાઢી જઈને તેમણે જે દેશ આપવાનું અબ્રાહામ, ઈસ્હાક અને યાકોબને સમ ખાઈને વચન આપેલું છે તે દેશમાં લઈ જશે”


તેમણે પોતાના સેવક અબ્રાહામને તથા તેને આપેલ પવિત્ર પ્રતિજ્ઞાને સંભાર્યાં હતાં.


સાચે જ પ્રભુ પોતાના લોકનો બચાવ કરે છે; અને પોતાના ભક્તો પ્રત્યે દયા દર્શાવે છે.


તેમણે ઇજિપ્તમાં ફેરો અને તેના સર્વ સેવકો વિરુદ્ધ અજાયબ કાર્યો અને ચમત્કારો કર્યાં.


તમારી વિરુદ્ધ, હા તમારી જ વિરુદ્ધ મેં પાપ કર્યું છે, અને તમારી દષ્ટિમાં જે ભૂંડું છે તે મેં કર્યું છે. તેથી મને દોષિત જાહેર કરવામાં તમે સાચા છો અને મને ગુનેગાર ઠરાવતા તમારા ન્યાયચુકાદામાં તમે વાજબી છો.


મધરાતે પ્રભુએ ઇજિપ્ત દેશના સર્વ પ્રથમજનિત પુત્રોને મારી નાખ્યા. રાજ્યાસન પર બિરાજનાર ફેરોના પ્રથમજનિતથી માંડીને જેલના કેદીના પ્રથમજનિત સુધી સૌનો સંહાર કર્યો. તેમણે પશુઓનાં સર્વ પ્રથમ જન્મેલાંને પણ મારી નાખ્યાં.


તો ચાલ, તૈયાર થા. હું તને મારા ઇઝરાયલી લોકોને ઇજિપ્તમાંથી કાઢી લાવવા ફેરો પાસે મોકલું છું.”


પણ તેમને ગુલામગીરીમાં રાખનાર લોકોને હું સજા કરીશ અને પછી તેઓ તે દેશમાંથી નીકળી જશે અને આ જગ્યામાં આવીને મારી આરાધના કરશે.’


પરંતુ પ્રભુએ તો તમને લોખંડ ગાળવાની ભઠ્ઠી સમાન ઇજિપ્ત દેશમાંથી મુક્ત કર્યા છે; જેથી તમે આજે છો તેમ તેમના પોતાના લોક તરીકે તેમનો વારસો બનો.


અમે અમારી નજરોનજર તેમનાં અજાયબ કાર્યો અને ઇજિપ્તના લોકો, તેમનો રાજા અને તેમના અધિકારીઓ પર ઉતારેલી ભયંકર આફતો નિહાળી હતી.


આપણા ઈશ્વર પ્રભુ અમારા પિતૃઓને અને અમને ઈજિપ્તની ગુલામગીરીમાંથી છોડાવી લાવ્યા અને અમે તેમનાં ચમત્કારિક કાર્યો જોયાં છે. અમે જે પ્રજાઓના દેશમાં થઈને મુસાફરી કરી તેમાં તેમણે અમારું રક્ષણ કર્યું.


યાકોબ અને તેનું કુટુંબ ઇજિપ્તમાં ગયાં અને ઇજિપ્તીઓએ તેમના પર જુલમ ગુજાર્યો ત્યારે તમારા પૂર્વજોએ પ્રભુને સહાય માટે પોકાર કર્યો, એટલે તેમણે મોશે અને આરોનને મોકલ્યા. તેઓ તમને ઇજિપ્તમાંથી કાઢી લાવ્યા અને આ દેશમાં વસાવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan