Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 14:19 - પવિત્ર બાઇબલ C.L.

19 તેણે અબ્રામને આશિષ આપતાં કહ્યું: “આકાશ તથા પૃથ્વીના માલિક સર્વોચ્ચ ઈશ્વર અબ્રામને આશિષ આપો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને તેણે ઇબ્રામને આશીર્વાદ આપીને કહ્યું, “પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીના ધણી, તેમનાથી ઇબ્રામ આશીર્વાદિત થાઓ;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તેણે ઇબ્રામ આશીર્વાદ આપીને કહ્યું, “પરાત્પર ઈશ્વર, જે આકાશ તથા પૃથ્વીના ઉત્પન્નકર્તા છે તેમનાંથી ઇબ્રામ આશીર્વાદિત થાઓ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 અને તેણે ઇબ્રામને આશીર્વાદ આપતાં કહ્યું: “પૃથ્વી અને આકાશના સર્જનહાર પરાત્પર દેવના આશીર્વાદ ઇબ્રામ પર ઊતરો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 14:19
27 Iomraidhean Croise  

પણ અબ્રામે તેને જવાબ આપ્યો, “મેં આકાશ તથા પૃથ્વીના માલિક સર્વોચ્ચ ઈશ્વરની સમક્ષ ગંભીરતાપૂર્વક સમ ખાધા છે કે,


હું તારી પાસે આકાશ અને પૃથ્વીના ઈશ્વર યાહવેને નામે સોગંદ લેવડાવીશ કે હું જેમની વચમાં વસુ છું તે કનાનીઓની દીકરીઓમાંથી તું મારા પુત્ર માટે પત્ની લાવીશ નહિ.


અને મારે માટે મને ભાવે તેવી સ્વાદિષ્ટ વાનગી બનાવી લાવ, જેથી હું તે ખાઈને મારા મૃત્યુ પહેલાં તને આશિષ આપું.”


પછી ફેરોને આશિષ આપી તે ત્યાંથી વિદાય થયો.


પછી યોસેફ પોતાના પિતા યાકોબને લઈ આવ્યો અને તેને ફેરો સમક્ષ રજૂ કર્યો. યાકોબે ફેરોને આશિષ આપી.


આ ઇઝરાયલનાં બાર કુળ છે. તેમના પિતાએ તેમને એમ કહીને આશિષ આપી; દરેકને તેણે તેમને અનુરૂપ આશિષ આપીશ.


તેણે કેટલાક સંદેશકો મોકલીને આવો સંદેશો પાઠવ્યો: “તમારા રાજાને દફનાવીને તમે તેના પ્રત્યે દર્શાવેલી વફાદારી માટે પ્રભુ તમને આશિષ આપો.


તમે મહાન, સામર્થ્યવાન, મહિમાવંત, ભવ્ય અને પ્રતાપી છો. આકાશ અને પૃથ્વી પર જે કંઈ છે તે તમારું છે; તમે રાજા છો, સર્વ સત્તાધીશ છો.


લોકો જે ભેટો લાવ્યા તે જોઈને હિઝકિયા રાજા અને તેના અમલદારોએ પ્રભુની સ્તુતિ કરી અને ઇઝરાયલી લોકોની પ્રશંસા કરી.


આકાશ તથા પૃથ્વીના સર્જક પ્રભુ તમને આશિષ આપો.


આકાશોનાં આકાશો પ્રભુનાં છે, પણ પૃથ્વી તો તેમણે માનવજાતને આપી છે.


પૃથ્વી અને તેનું સર્વસ્વ પ્રભુનાં છે; દુનિયા અને તેના પર વસનારાં બધાં તેમનાં જ છે.


કારણ, વનનાં સમસ્ત પશુઓ, અને હજારો પર્વતો પરનાં પ્રાણીઓ મારાં જ છે.


સર્વોચ્ચ ઈશ્વર પ્રભુની સન્મુખ તેમની ભક્તિ કરવા હું શું લઈને આવું? શું હું દહનબલિ માટે શ્રેષ્ઠ વાછરડા લાવું?


આ સમયે ઈસુએ કહ્યું, હે પિતા, આકાશ અને પૃથ્વીના પ્રભુ! તમે જ્ઞાની અને સમજુ લોકોથી જે વાતો છુપાવીને બાળકોને પ્રગટ કરી છે તે માટે હું તમારો આભાર માનું છું.


પછી તેમણે બાળકોને બાથમાં લીધાં અને પ્રત્યેક પર પોતાનો હાથ મૂકીને તેમને આશિષ આપી.


એ જ સમયે ઈસુએ પવિત્ર આત્મા દ્વારા આનંદિત થઈને કહ્યું, “હે પિતા, આકાશ અને પૃથ્વીના પ્રભુ! હું તમારી સ્તુતિ કરું છું કે જ્ઞાનીઓ અને વિદ્વાનો તમે જે ગુપ્ત રાખ્યું હતું, તે તમે સાવ અબુધોને પ્રગટ કર્યું છે. હા, પિતા, તમે એ તમારી પોતાની પસંદગી અને રાજીખુશીથી કર્યું છે.”


તે પાઉલ અને અમારી પાછળ પાછળ બૂમો પાડતી પાડતી આવતી હતી, “આ માણસો તો સર્વોચ્ચ ઈશ્વરના સેવકો છે! તમારો કેવી રીતે ઉદ્ધાર થઈ શકે તે તેઓ તમને જાહેર કરે છે!”


આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા એટલે ઈશ્વરની સ્તુતિ હો; કારણ, તેમણે આપણને સ્વર્ગીય ક્ષેત્રમાં ખ્રિસ્ત દ્વારા પ્રત્યેક આત્મિક આશિષથી આશીર્વાદિત કર્યા છે.


તેમણે આપણને પોતાના પ્રિય પુત્રમાં તે આશિષ વિનામૂલ્યે આપી છે. ઈશ્વરની એ મહિમાવંત કૃપાને માટે આપણે તેમની સ્તુતિ કરીએ.


જો કે આકાશ અને સર્વોચ્ચ આકાશ અને પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ તમારા ઈશ્વર પ્રભુનાં છે,


બોઆઝે કહ્યું, “રૂથ, પ્રભુ તને આશિષ આપો! તેં તારી સાસુ માટે અગાઉ જે ભલાઈ દર્શાવી એના કરતાં અત્યારે તું જે રીતે વર્તી રહી છે તેમાં તેં કુટુંબ પ્રત્યે વિશેષ નિષ્ઠા દાખવી છે. કારણ, તું કોઈ ગરીબ કે ધનવાન જુવાન પાસે પહોંચી ગઈ નથી.


શમુએલ શાઉલને મળવા ગયો એટલે શાઉલે તેને અભિવંદન કર્યું, “પ્રભુ તમને આશિષ આપો, શમુએલ! મેં તેમની આજ્ઞા પૂરેપૂરી પાળી છે.”


Lean sinn:

Sanasan


Sanasan