Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 14:15 - પવિત્ર બાઇબલ C.L.

15 તેણે પોતાના ચાકરોની બે ટોળીઓ બનાવીને દુશ્મનો પર રાત્રે હુમલો કરીને તેમને હરાવ્યા અને દમાસ્ક્સની ઉત્તરે આવેલા હોબા સુધી તેમનો પીછો કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને રાત્રે તેઓની વિરુદ્ધ પોતાના ચાકરોની બે ટોળી કરીને તેણે તેઓને હરાવ્યા, ને દમસ્કની ડાબી બાજુના હોબા લગી તે તેઓની પાછળ લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તે રાત્રે તેણે તેઓની વિરુદ્ધ પોતાના માણસોના બે ભાગ પાડીને તેઓ પર હુમલો કર્યો અને દમસ્કસની ડાબી બાજુના હોબા સુધી તેઓનો પીછો કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તે અને તેના લોકો ટોળીઓમાં વહેંચાઈ ગયા, દુશ્મન પર રાત્રે હુમલો કર્યો, તેમને હરાવ્યા અને દમસ્કની ઉત્તરે આવેલ હોબાહ સુધી તેમનો પીછો કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 14:15
14 Iomraidhean Croise  

પરંતુ અબ્રામે કહ્યું, “હે પ્રભુ પરમેશ્વર, તમે મને શું આપશો? કારણ, હું તો નિ:સંતાન ચાલ્યો જાઉં છું! પછી તમારો પુરસ્કાર શા કામનો? આ દમાસ્ક્સ શહેરનો એલિએઝેર મારો વારસદાર થવાનો છે.


તેથી આસા રાજાએ પ્રભુના મંદિરમાં અને રાજમહેલમાં બાકી રહેલું સઘળું સોનુંચાંદી લઈ પોતાના કેટલાક અમલદારો મારફતે હેઝિયોનના પૌત્ર અને તાબ્રીમ્મોનના પુત્ર દમાસ્ક્સમાં રહેતા અરામના રાજા બેનહદાદ પર આવા સંદેશા સાથે મોકલ્યું:


એ ભલો માણસ અન્યને ઉછીનું આપવામાં ઉદાર હોય છે; તે પોતાનો વ્યવસાય પ્રામાણિકપણે ચલાવે છે.


દમાસ્ક્સ હવે શહેર તરીકે રહેશે નહિ, પણ તે ખંડિયેરનો ઢગલો થઈ જશે.


તો ન બને તે ન જ બને. કારણ, અરામનું પાટનગર દમાસ્ક્સ છે અને રસીન દમાસ્ક્સનો રાજા છે. પાંસઠ વર્ષમાં એફ્રાઈમ એવું વેરવિખેર થઈ જશે કે તેનું પ્રજા તરીકે અસ્તિત્વ નહિ રહે.


દમાસ્ક્સ વિષે સંદેશ: પ્રભુ કહે છે, “હમાથ અને આર્પાદના લોકો માઠા સમાચાર સાંભળીને ચિંતાતુર બન્યા છે. સાગરની જેમ તેઓ ખળભળી ઊઠયા છે અને તેમને કંઈ ચેન પડતું નથી


તારા માલની વિપુલતા અને વૈવિયને લીધે દમાસ્ક્સના લોકો તારી સાથે વેપાર કરતા અને બદલામાં તને હેલ્લોનનો દ્રાક્ષાસવ અને સહારનું ઊન આપતા.


ત્યાંથી તે દમાસ્ક્સ અને બેરોથા અને સિબ્રાઇમનાં નગરો થઈને હૌરાનની સરહદે આવેલા હાસેર-હાત્તિકોન સુધી જાય છે.


દમાસ્ક્સમાં અનાન્યા નામે એક શિષ્ય હતો. પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, “અનાન્યા!” તેણે જવાબ આપ્યો, “પ્રભુ, હું આ રહ્યો.”


અને દમાસ્ક્સમાં આવેલાં યહૂદી ભજનસ્થાનો પર ઓળખપત્રો લખી આપવા તેને વિનંતી કરી, જેથી જો તેને ત્યાં ઈસુના માર્ગનો કોઈપણ અનુયાયી મળી આવે તો તે સ્ત્રીપુરુષોની ધરપકડ કરી શકે અને તેમને યરુશાલેમ લઈ આવે.


શાઉલ જમીન પરથી ઊભો થયો અને તેણે પોતાની આંખો ખોલી, પણ તે કંઈ જોઈ શક્યો નહિ. તેથી તેઓ તેનો હાથ પકડીને તેને દમાસ્ક્સમાં દોરી ગયા.


તમારે આ રીતે દેવું માફ કરવું. પ્રત્યેક લેણદારે પોતાના જાતભાઈ એટલે સાથી ઇઝરાયલીને ધીરેલી રકમનું દેવું માફ કરી દેવું. તેણે એ નાણાં સાથી ઇઝરાયલી પાસેથી બળજબરીથી વસૂલ કરવા પ્રયત્ન કરવો નહિ. કારણ, પ્રભુના નામે ઋણમુક્તિ વિષે ઘોષણા કરવામાં આવી છે.


તેણે એ ત્રણસો માણસોની ત્રણ ટુકડીઓ પાડી દીધી અને પ્રત્યેકને રણશિંગડું અને જેમાં દીવા મૂક્યા હોય તેવા ઘડા આપ્યા.


Lean sinn:

Sanasan


Sanasan