Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 13:16 - પવિત્ર બાઇબલ C.L.

16 હું પૃથ્વીની રજકણો જેટલાં તારા વંશજો વધારીશ. જો કોઈ પૃથ્વીની રજકણો ગણી શકે તો તારા વંશજોની પણ ગણતરી કરી શકે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને હું તારો વંશ પૃથ્વીની રજના જેટલો કરીશ; એવો કે જો કોઈ પૃથ્વીની રજને ગણી શકે તો તારો વંશ પણ ગણાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 અને હું તારો વંશ પૃથ્વીની ધૂળની રજકણો જેટલો કરીશ. જો કોઈ માણસ ધૂળની રજકણોને ગણી શકે તો તે તારો વંશ ગણી શકે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 હું તારા વંશજોની સંખ્યા પૃથ્વીની રજ જેટલી અસંખ્ય બનાવી દઈશ. જો કોઈ વ્યકિત પૃથ્વીની રજને ગણી શકે તો જ તારા વંશજોને ગણી શકે.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 13:16
38 Iomraidhean Croise  

પ્રભુએ બહાર લઈ જઈને તેને કહ્યું, “આકાશ તરફ જો અને તારાથી ગણી શકાય તો તારાઓની ગણતરી કર; એટલાં તારાં સંતાન થશે.”


પછી દૂતે તેને કહ્યું, “હું તારો વંશ ઘણો વધારીશ અને તેની ગણતરી થઈ શકશે નહિ.”


હું તેને આશિષ આપીશ અને તેને પેટે તને એક પુત્ર થશે. હું તેને સાચે જ આશિષ આપીશ અને તે પ્રજાઓની માતા બનશે; તેના વંશજોમાંથી પ્રજાઓના રાજાઓ ઊભા થશે.”


હું મારી અને તારી વચ્ચે મારો કરાર સ્થાપીશ, ને તારા વંશજોની સંખ્યા ઘણી વધારીશ.”


ઇશ્માએલ વિષે પણ મેં તારી અરજ સાંભળી છે. જો, હું તેને આશિષ આપીશ, તેની વંશવૃદ્ધિ કરીશ અને તેના વંશજોની સંખ્યા ઘણી વધારીશ. તે બાર કુળના પ્રથમ પૂર્વજોનો પિતા થશે અને તેનાથી હું એક મોટી પ્રજા ઊભી કરીશ.


હું તારા વંશજોની સંખ્યા ઘણી વધારીશ.


અબ્રાહામ દ્વારા તો હું એક મહાન અને સમર્થ પ્રજા ઊભી કરવાનો છું અને પૃથ્વીની બધી પ્રજાઓ તેની મારફતે આશિષ પ્રાપ્ત કરશે.


વળી, હું એ દાસીના પુત્રથી પણ એક પ્રજા ઊભી કરીશ; કારણ, એ પણ તારો પુત્ર છે.”


હું વચન આપું છું કે આકાશના તારા અને સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા તારા વંશજો થશે. તારાં સંતાન તેમના શત્રુઓને જીતી લેશે.


હું તારા વંશજોને આકાશના તારા જેટલા વધારીશ અને આ બધો પ્રદેશ તારા વંશજોને આપીશ અને તારા વંશજો દ્વારા પૃથ્વીની બધી પ્રજાઓને આશિષ પ્રાપ્ત થશે.


પૃથ્વીની રજકણ જેટલા તારા વંશજો થશે અને તારો વંશ પૂર્વમાં અને પશ્ર્વિમમાં તેમ જ ઉત્તરમાં અને દક્ષિણમાં ફેલાશે અને તારા દ્વારા અને તારા વંશજો દ્વારા પૃથ્વીની બધી પ્રજાઓ આશિષ પામશે.


સર્વસમર્થ ઈશ્વર તને આશિષ આપો, તને સંતાનો આપો અને તારા વંશજોની એવી વૃદ્ધિ કરો કે તારામાંથી અનેક કુળો પેદા થાય.


પણ તમે તો મને વચન આપ્યું હતું કે, હું તારું ભલું કરીશ અને તારાં વંશજો દરિયાની રેતી જેટલાં બનાવીશ કે જેને કોઈ ગણી શકે નહિ.”


તે રાત્રે તેણે ત્યાં જ વાસો કર્યો. પછી તેણે પોતાની પાસે જે હતું તેમાંથી પોતાના ભાઈ એસાવ માટે ભેટ પસંદ કરી:


પછી ઈશ્વરે તેને કહ્યું, “હું સર્વસમર્થ ઈશ્વર છું. તું સંતતિવાળો થા અને તારો વંશ વૃદ્ધિ પામો. તારામાંથી પ્રજા અને પ્રજાઓનો સમુદાય ઊતરી આવશે અને તારા વંશમાં રાજાઓ પાકશે.


ત્યારે ઈશ્વરે તેને કહ્યું, “હું ઈશ્વર, તારા પિતાનો ઈશ્વર છું. ઇજિપ્તમાં જતાં ગભરાઈશ નહિ. કારણ, તારામાંથી હું ત્યાં એક મોટી પ્રજાનું નિર્માણ કરીશ.


તમે પસંદ કરેલા તમારા અગણિત લોક મધ્યે હું છું.


યહૂદિયા અને ઇઝરાયલના લોકો સમુદ્રકિનારાની રેતી જેટલા અગણિત હતા; તેઓ ખાઈપીને આનંદ કરતા.


પણ પ્રભુ તેમના પ્રત્યે ભલા અને દયાળુ હતા. અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબ સાથેના પોતાના કરારને લીધે પ્રભુએ ઇઝરાયલીઓ પ્રત્યે સદ્ભાવના દાખવીને તેમણે તેમનો નાશ કર્યો નહિ કે તેમને વીસરી ગયા નહિ.


તેણે દાવિદ રાજાને લડવૈયા પુરુષોની ગણતરીની કુલ સંખ્યા જણાવી: ઇઝરાયલમાં તરવાર ચલાવી શકે એવા કુલ અગિયાર લાખ પુરુષો હતા; તો યહૂદિયામાં એવા ચાર લાખ સિત્તેર હજાર હતા.


દાવિદ રાજાએ વીસ વર્ષથી ઓછી વયના લોકોની ગણતરી કરી નહિ; કારણ, પ્રભુએ ઇઝરાયલ લોકોની સંખ્યા આકાશના તારાઓ જેટલી વધારવાનું વચન આપ્યું હતું.


ઓ પ્રભુ પરમેશ્વર, હવે મારા પિતા દાવિદને તમે આપેલું વચન પૂરું કરો. તમે મને પૃથ્વીની ધૂળની રજ જેટલા અગણિત લોકો પર રાજા બનાવ્યો છે.


તું જાણશે કે તારા વંશજો પુષ્કળ છે, અને ગોચરમાંના ઘાસની જેમ તારો વંશવેલો વૃદ્ધિ પામશે.


પણ તેમના વંશજ ઇઝરાયલીઓ સફળ થઈને વૃદ્ધિ પામ્યા અને સંખ્યામાં અને શક્તિમાં એટલા તો વધી ગયા કે તેમનાથી આખો ઇજિપ્ત દેશ ભરપૂર થઈ ગયો.


તમારા સેવકો અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબને યાદ કરો. વળી, તમે તેમને સમ ખાઈને આવું વચન આપ્યું હતું: ‘આકાશના તારાઓ જેટલાં હું તમારાં સંતાન વધારીશ. મારા કહ્યા પ્રમાણે આ આખો દેશ હું તમારા વંશજોને કાયમના વતન માટે આપીશ.”


આકાશના અસંખ્ય તારાઓની જેમ અને સમુદ્રતટની રેતીના અસંખ્ય કણની જેમ હું મારા સેવક દાવિદના વંશજો અને મારી સેવા કરનાર લેવીઓની સંખ્યા વધારીશ.”


રેતીના કણની જેમ ઇઝરાયલી પ્રજા અગણિત છે. અરે, તેની વસતીના ચોથા ભાગની સંખ્યા પણ કોણ ગણી શકે? એ ઈશ્વરના લોક જેવું મોત મને મળો, અને નેકજનની જેમ મારું મૃત્યુ ચિર શાંતિમાં થાઓ!”


તમારા ઈશ્વર પ્રભુએ તમારી વંશવૃધિ કરી છે અને આજે તો તમે આકાશના તારાઓની જેમ અસંખ્ય થયા છો.


તેથી મૃત:પ્રાય એવા એક માણસમાંથી આકાશના તારા જેટલા તથા સમુદ્રકિનારાની રેતીના કણ જેટલા વંશજો ઉત્પન્‍ન થયા.


એ પછી મેં જોયું તો વિશાળ જનસમુદાય એકત્ર થયો હતો. એટલો મોટો કે તેમની સંખ્યા કોઈ ગણી શકે નહિ! તેઓ દરેક રાષ્ટ્ર, કુળ, પ્રજા અને ભાષાઓમાંના હતા. તેઓ રાજ્યાસનની અને હલવાનની આગળ સફેદ વસ્ત્રોમાં સજ્જ થઈને ઊભા હતા. તેમના હાથમાં ખજૂરીની ડાળીઓ હતી.


જ્યારે જ્યારે ઇઝરાયલીઓ વાવણી કરે ત્યારે ત્યારે મિદ્યાનીઓ પોતાની સાથે અમાલેકીઓ અને અન્ય પૂર્વપ્રદેશની જાતિઓને લઈને ચડી આવતા અને તેમના પર હુમલો કરતા.


તેઓ પોતાનાં ઢોરઢાંક અને તંબુઓ સહિત તીડની જેમ ટોળાબંધ આવતા. તેમનાં ઊંટો અગણિત હતાં. તેઓ આવીને દેશને ખેદાનમેદાન કરી નાખતા.


Lean sinn:

Sanasan


Sanasan