Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 13:14 - પવિત્ર બાઇબલ C.L.

14 લોત અબ્રામથી છૂટો પડયો તે પછી પ્રભુએ અબ્રામને કહ્યું, “જ્યાં તું છે ત્યાંથી તારી નજર ઊંચી કરીને ઉત્તર તથા દક્ષિણ તરફ અને પૂર્વ તથા પશ્ર્વિમ તરફ જો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અને ઇબ્રામથી લોત જુદો થયા પછી યહોવાએ ઇબ્રામને કહ્યું, ‘તું તારી આંખો ઊંચી કરીને તું જ્યાં છે ત્યાંથી ઉત્તર તથા દક્ષિણ તથા પૂર્વ તથા પશ્ચિમ તરફ જો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 ઇબ્રામથી લોત જુદો થયા પછી ઈશ્વરે ઇબ્રામને કહ્યું, “તું જ્યાં ઊભો છે ત્યાંથી પોતાની આંખો ઊંચી કરીને ઉત્તર, દક્ષિણ, પૂર્વ તથા પશ્ચિમ તરફ જો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 જયારે લોત ચાલ્યો ગયો ત્યારે યહોવાએ ઇબ્રામને કહ્યું, “તારી ચારે બાજુ જો, તું જયાં ઊભો છે ત્યાંથી ઉત્તરમાં અને દક્ષિણમાં, પૂર્વમાં અને પશ્ચિમમાં નજર કર.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 13:14
6 Iomraidhean Croise  

લોતે પોતાની નજર ઊંચી કરીને જોયું તો છેક સોઆર સુધી યર્દન નદીનો આખો ખીણપ્રદેશ પાણીથી ભરપૂર હતો. પ્રભુએ સદોમ અને ગમોરાનો નાશ કર્યો તે પહેલાં એ આખો પ્રદેશ પ્રભુના બાગ જેવો અને ઇજિપ્ત દેશ જેવો હતો.


પૃથ્વીની રજકણ જેટલા તારા વંશજો થશે અને તારો વંશ પૂર્વમાં અને પશ્ર્વિમમાં તેમ જ ઉત્તરમાં અને દક્ષિણમાં ફેલાશે અને તારા દ્વારા અને તારા વંશજો દ્વારા પૃથ્વીની બધી પ્રજાઓ આશિષ પામશે.


તારી આંખો ઉઠાવીને ચારે બાજુ નજર ફેરવ. તારા સર્વ લોક એકઠા થઈ રહ્યા છે, તેઓ તારી પાસે આવી રહ્યા છે. હું પ્રભુ, મારા જીવના સમ ખાઈને કહું છું કે તું તેમને સૌને આભૂષણોની જેમ ધારણ કરીશ અને જેમ કન્યા પોતાને આભૂષણોથી શણગારે તેમ તું તેમને અપનાવી લઈશ.


તારી નજર ઊંચી કરીને ચારે તરફ જો. તારા લોક એકઠા થઈ રહ્યા છે; તેઓ તારી પાસે આવે છે. તારા પુત્રો દૂરદૂરથી આવશે અને તારી પુત્રીઓને કેડે બેસાડીને લાવવામાં આવશે.


પિસ્ગા પર્વતના શિખર પર ચઢ અને તારી નજર પશ્ર્વિમ તરફ, ઉત્તર તરફ, દક્ષિણ તરફ અને પૂર્વ તરફ ફેરવીને જો. યાનપૂર્વક અવલોકન કર; કારણ, તું યર્દન નદીની પેલે પાર જઈ શકીશ નહિ.


પછી મોશે મોઆબની તળેટીમાંથી યરીખો નગરની પૂર્વે આવેલ નબો પર્વતના પિસ્ગા નામના શિખર પર ચડયો અને ત્યાંથી પ્રભુએ તેને સમગ્ર દેશ દેખાડયો: એટલે, ઉત્તરે છેક દાન સુધી ગિલ્યાદનો આખો પ્રદેશ,


Lean sinn:

Sanasan


Sanasan