Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 12:15 - પવિત્ર બાઇબલ C.L.

15 ફેરોના કેટલાક અધિકારીઓએ સારાયને જોઈને ફેરોની આગળ સારાયની સુંદરતાની પ્રશંસા કરી. તેથી સારાયને ફેરોના મહેલમાં લઈ જવામાં આવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને ફારુણા સરદારોએ તેને જોઈને ફારુનની આગળ તેનાં વખાણ કર્યાં. અને તે સ્‍ત્રીને ફારુનને ઘેર લઈ જવામાં આવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 ફારુનના સરદારોએ તેને જોઈ, તેઓએ ફારુનની આગળ તેની પ્રશંસા કરી અને સારાયને ફારુનના જનાનખાનામાં લઈ જવામાં આવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 મિસરના કેટલાક અધિકારીઓએ પણ તેને જોઈ. તે અધિકારીઓ તે સ્ત્રીને ફારુનના ઘરમાં લઈ ગયા. અને તેનાં વખાણ કર્યા કે, તે સ્ત્રી ખૂબ રૂપાળી છે.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 12:15
18 Iomraidhean Croise  

અબ્રામ ઇજિપ્તમાં પ્રવેશ્યો ત્યારે ઇજિપ્તના રહેવાસીઓએ જોયું કે અબ્રામની પત્ની ઘણી સુંદર છે.


અબ્રાહામે પોતાની પત્ની સારા વિષે કહ્યું કે તે મારી બહેન છે. તેથી ગેરારના રાજા અબિમેલેખે સારાને બોલાવડાવીને રાખી લીધી.


ત્યાંના લોકોએ તેને તેની પત્ની વિશે પૂછપરછ કરી તો તેણે કહ્યું કે, ‘એ મારી બહેન છે.’ ‘રિબકા મારી પત્ની છે એવું કહીશ તો અહીંના લોકો મને મારી નાખશે’ એવી તેને દહેશત હતી. કારણ, તે ઘણી સુંદર હતી.


તેથી ફેરો પોતાના એ બન્‍ને અધિકારીઓ એટલે દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરી પર તથા મુખ્ય રસોઈયા પર ક્રોધે ભરાયો.


બે વર્ષ બાદ ફેરોને સ્વપ્ન આવ્યું કે તે નાઈલ નદી પાસે ઊભો હતો;


ઇજિપ્તના રાજાની પુત્રી સાથે લગ્ન કરીને શલોમોને તેની સાથે સંબંધ બાંધ્યો. તે પોતાનો મહેલ, પ્રભુનું મંદિર અને યરુશાલેમની ચોતરફ કોટ બાંધી રહ્યો ત્યાં સુધી તેણે તેને દાવિદનગરમાં લાવીને રાખી.


કદાચ ઇજિપ્ત મદદ કરશે એવી તારી અપેક્ષા હશે. પણ ઇજિપ્ત તો બરુની ભાંગી ગયેલી લાકડી જેવું છે. જે કોઈ તેનો ટેકો લે તેનો હાથ જ ચીરાઈ જાય. ઇજિપ્તનો રાજા તેના પર આધાર રાખનાર સૌને માટે એવો જ છે.”


પ્રભુને તથા તેના સામર્થ્યને શોધો; સર્વદા તેમના મુખને શોધો.


જ્યારે ફેરોને એ વાતની જાણ થઈ ત્યારે તેણે મોશેને મારી નાખવા પ્રયાસ કર્યો. પણ મોશે ફેરો પાસેથી મિદ્યાન દેશમાં નાસી ગયો. એકવાર તે ત્યાં એક કૂવા પાસે બેઠો હતો.


એવામાં ફેરોની પુત્રી નદીમાં સ્નાન કરવા આવી. તેની દાસીઓ નદીને કાંઠે કાંઠે ફરતી હતી. અચાનક કુંવરીએ બરુઓ મધ્યે પેલી ટોપલી જોઈ. તેણે તે લઈ આવવા પોતાની એક દાસીને મોકલી.


જો શાસનર્ક્તા અફવાઓ પર લક્ષ આપશે, તો તેના અધિકારીઓ નિ:શંક દુષ્ટ બનશે.


પરસ્ત્રી સાથે સમાગમ કરનારના એ જ હાલ થશે; એવું કરનાર સજા પામ્યા વિના રહેશે નહિ.


બીજા બધાં જેમને મેં પ્યાલો પીવડાવ્યો તેની યાદી નીચે મુજબ છે: ઇજિપ્તનો રાજા ફેરો, તેના અધિકારીઓ, તેના ઉમરાવો અને ઇજિપ્તના બધા લોકો અને ત્યાં વસતા પરદેશીઓની મિશ્ર જાતિઓ; ઉસ દેશના બધા રાજાઓ, પલિસ્તી પ્રદેશના એટલે આશ્કલોન, ગાઝા, એક્રોન તથા આશ્દોદના બાકી રહેલા રાજાઓ; અદોમ, મોઆબ તથા આમ્મોન; તૂર, સિદોનના બધા રાજાઓ તથા ભૂમધ્ય સમુદ્રના ટાપુઓના રાજાઓ: દેદાન, તેમા અને બૂઝ તથા લમણાના વાળ મુંડનાર, અરબસ્તાનના બધા રાજાઓ અને તેમાં વસતી મિશ્ર પ્રજાઓના રાજાઓ; ઝિમ્રી એલામ અને માદીઓના બધા રાજાઓ; ઉત્તરના, દૂરના કે નજીકના એટલે કે ટૂંકમાં પૃથ્વીના બધા દેશોના રાજાઓ. છેલ્લે શેશાખનો રાજા પણ તે પ્યાલો પીશે.


ઇજિપ્તના રાજા ફેરોને નવું ઉપનામ આપો: ‘બડાઈખોર’; તેણે આવેલી તક ગુમાવી દીધી છે.


“હે મનુષ્યપુત્ર, ઇજિપ્તના રાજા ફેરો વિષે વિલાપગીત દ્વારા તું તેને મારો આ સંદેશ પહોંચાડ: ‘તું પ્રજાઓમાં પોતાને સિંહ માનતો હતો, પણ તું તો નદીનાં પાણી ચાતરનાર મગરમચ્છ જેવો છે. તું તારા પગથી નદીનાં પાણીને ડહોળીને તેને મેલાં બનાવે છે.’


સૌએ લગ્નને માનયોગ્ય ગણવું. પતિ અને પત્નીએ એકબીજાને વિશ્વાસુ રહેવું. કારણ, લંપટો અને વ્યભિચારીઓનો ઈશ્વર ન્યાય કરશે.


Lean sinn:

Sanasan


Sanasan