Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 11:7 - પવિત્ર બાઇબલ C.L.

7 ચાલો, આપણે નીચે જઈને તેમની ભાષા ગૂંચવી નાખીએ, જેથી તેઓ એકબીજાની ભાષા સમજે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 ચાલો, આપણે ત્યાં ઊતરીએ, ને તેઓની ભાષા ઉલગાવી નાખીએ કે, તેઓ એકબીજાની બોલી ન સમજે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 આવો, આપણે ત્યાં નીચે ઉતરીએ અને તેઓની ભાષાને ગૂંચવી નાખીએ, કે જેથી તેઓ એકબીજાની બોલી સમજી શકે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 એટલા માંટે, ચાલો આપણે નીચે જઈએ અને એમની ભાષાને ગૂંચવી નાખીએ, જેથી તેઓ એકબીજાની ભાષા સમજી ન શકે.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 11:7
20 Iomraidhean Croise  

પછી ઈશ્વરે કહ્યું, “હવે આપણે આપણી પ્રતિમા અને સ્વરૂપ પ્રમાણે માનવજાત બનાવીએ. જેથી તેઓ સમુદ્રનાં માછલાં પર, આકાશમાંના પક્ષીઓ પર અને આખી પૃથ્વીનાં પાલતુ પ્રાણીઓ, પેટે ચાલનાર પ્રાણીઓ અને વન્યપશુઓ પર અધિકાર ચલાવે.”


આ હામના વંશજો હતા. તેઓ પોતપોતાના ગોત્ર પ્રમાણે અને પોતપોતાની જાતિ પ્રમાણે જુદા જુદા દેશોમાં વસતા હતા અને દરેક જૂથની પોતાની આગવી ભાષા હતી.


આ સર્વ પોતપોતાની જાતિ પ્રમાણે નૂહના વંશજો હતા અને જળપ્રલય પછી તેમનામાંથી જ પૃથ્વી પરની વિવિધ પ્રજાઓ અલગ પડી.


તેઓ દરિયાકાંઠે વસેલા અને સમુદ્ર મધ્યેના ટાપુઓ પર વસેલા લોકોના પૂર્વજો છે. યાફેથના વંશજો પોતપોતાનાં ગોત્ર પ્રમાણે અને પોતપોતાની જાતિ પ્રમાણે જુદા જુદા દેશોમાં વસ્યા અને દરેક જૂથની પોતાની આગવી ભાષા હતી.


માણસોના પુત્રો આ જે શહેર અને બુરજ બાંધતા હતા તે જોવા પ્રભુ નીચે ઊતરી આવ્યા.


પછી પ્રભુ પરમેશ્વરે કહ્યું, “જુઓ, માણસ તો આપણા જેવો ભલુંભૂડું જાણનાર બન્યો છે. તેથી હવે તેને જીવનદાયક વૃક્ષનું ફળ ખાવા દેવાય નહિ, નહિ તો તે અમર બની જાય.”


તેમનું બોલવું યોસેફ સમજતો હતો, પણ તેઓ તે જાણતા નહોતા. કારણ, તેઓ તેની સાથે દુભાષિયા મારફતે વાત કરતા હતા. યોસેફ તેમની પાસેથી દૂર જઈને રડયો.


તે વાક્ચતુરોની વાચા લઈ લે છે, અને વડીલોની તર્કશક્તિ હરી લે છે.


સ્વર્ગમાં બિરાજમાન પ્રભુ હસે છે, પ્રભુ તેમની હાંસી ઉડાવે છે.


પ્રભુ વિધર્મી રાષ્ટ્રોના ઇરાદાને નિષ્ફળ કરે છે, અને તે પ્રજાઓની યોજનાઓને નિરર્થક બનાવે છે.


હે પ્રભુ, મારા શત્રુઓની જીભોની મસલતો નિષ્ફળ બનાવો; કારણ કે, હું નગરમાં હિંસા તથા હુલ્લડ જોઉં છું.


પ્રભુએ તેને કહ્યું, “માણસનું મુખ કોણે બનાવ્યું છે? તેને મૂંગો કે બહેરો અથવા દેખતો કે આંધળો કોણ બનાવે છે? એમ કરનાર શું હું પ્રભુ નથી?


હવેથી તું તોતડી જબાનના અને અકળ અને અજાણી ભાષા બોલનાર તુમાખીખોર લોકને જોવા પામશે નહિ.


ત્યારપછી મેં પ્રભુને આ પ્રમાણે કહેતા સાંભળ્યા, “હું કોને મોકલું? અમારા સંદેશવાહક તરીકે કોણ જશે?” મેં જવાબ આપ્યો, “હું જઈશ, મને મોકલો.”


હે ઇઝરાયલના લોકો, પ્રભુ કહે છે, “હું તમારા પર આક્રમણ કરવા દૂરથી એક રાષ્ટ્રને લાવું છું. તે પ્રાચીન અને બળવાન પ્રજા છે અને તેની ભાષા તમે જાણતા નથી અને તેના લોકોની બોલી તમે સમજી શક્તા નથી.


આમ, જો સમગ્ર મંડળી એકત્ર થાય અને દરેક અન્ય ભાષાઓમાં બોલવાની શરૂઆત કરે અને સામાન્ય લોકો કે અવિશ્વાસીઓ તેમાં આવે, તો શું તેઓ એમ નહિ કહે કે, આ બધા તો પાગલ છે!


જેની ભાષા તમે જાણતા નથી એવી પ્રજાને પ્રભુ ખૂબ દૂરથી, એટલે છેક પૃથ્વીને છેડેથી તમારી વિરૂધ લાવશે. તે તમારા પર ગરૂડની જેમ તરાપ મારશે.


Lean sinn:

Sanasan


Sanasan