Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 11:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તેમણે કહ્યું, “આ બધા લોકો એક છે અને તેઓ એક જ ભાષા બોલે છે. હવે તેમણે જે કાર્ય કરવાનું આયોજન કર્યું છે તેમાં રુકાવટ આવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને યહોવાએ કહ્યું, “જુઓ, આ લોકો એક છે, ને તે સર્વની ભાષા એક છે; અને તેઓએ આવું કરવા માંડયું છે: તો હવે જે કંઈ તેઓ કરવા ધારે તેમાં તેઓને અટકાવ નહિ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ઈશ્વરે કહ્યું, “જુઓ, આ લોકો એક છે અને તેઓ સર્વની ભાષા એક છે, તેઓએ આવું કરવા માંડ્યું છે! તો હવે જે કંઈ તેઓ કરવા ધારે તેમાં તેઓને કશો અવરોધ નડશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 યહોવાએ લોકોને આ બધું બાંધતા જોયા. તેથી તેમણે કહ્યું, “આ બધા લોકો એક છે, અને તેઓની ભાષા પણ એક જ છે. હું જોઉ છું કે, તેમની યોજનાઓ મુજબ કરવા માંટે તેઓ ભેગા થયા છે. આ તો ફકત તેઓ શું કરી શકે છે તેની શરુઆત છે અને હવે તેઓ જે કંઈ કરવા માંગે છે તે કરતાં એમને કોઈ રોકી શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 11:6
12 Iomraidhean Croise  

શરૂઆતમાં આખી પૃથ્વીના બધા લોકોની એક જ ભાષા હતી અને બોલીનું ઉચ્ચારણ પણ એકસરખું હતું.


પછી પ્રભુ પરમેશ્વરે કહ્યું, “જુઓ, માણસ તો આપણા જેવો ભલુંભૂડું જાણનાર બન્યો છે. તેથી હવે તેને જીવનદાયક વૃક્ષનું ફળ ખાવા દેવાય નહિ, નહિ તો તે અમર બની જાય.”


પ્રભુએ જોયું કે સમગ્ર પૃથ્વી પર બધા માણસો અત્યંત દુરાચારી બની ગયા છે. તેમનાં મનનું વલણ સતત ભૂંડાઈ તરફ જ છે.


પ્રભુ એ યજ્ઞની સુવાસથી પ્રસન્‍ન થયા અને પોતાના મનમાં બોલ્યા, “જો કે માણસના મનનો પ્રત્યેક વિચાર તેના બાળપણથી જ ભૂંડો છે તેમ છતાં માણસને લીધે હું ભૂમિને ફરી કદી શાપ આપીશ નહિ. આ વખતે જેમ મેં સર્વ સજીવોનો સંહાર કર્યો તેમ હવે પછી કદી કરીશ નહિ.


નૂહના એ ત્રણ પુત્રો હતા. તેમનાથી જ આખી પૃથ્વી પરની વસ્તી થઈ.


બપોરે એલિયા તેમની મશ્કરી કરવા લાગ્યો; “હજુ વધુ જોરથી પ્રાર્થના કરો! તે દેવ છે! કદાચ તે વિચારમાં ડૂબી ગયો હશે અથવા કંઈક કામમાં રોકાઈ ગયો હશે અથવા કદાચ મુસાફરીએ પણ ઉપડયો હશે! કદાચ તે ઊંઘતો હશે અને તમારે તેને જગાડવો પડશે.”


હે જુવાન, તારી જુવાનીના દિવસોમાં તારું હૃદય તને આનંદ પમાડો. તારા દયની ઇચ્છા પ્રમાણે તને યોગ્ય લાગે તે પ્રમાણે તું વર્ત. પણ યાદ રાખ કે આ બધી બાબતો વિષે ઈશ્વર તારો ન્યાય કરશે.


કાપણીના હજી તો ત્રણ માસ બાકી હતા ત્યારે ખરી જરૂરના સમયે મેં વરસાદ અટકાવ્યો. મેં એક શહેર પર વરસાદ વરસાવ્યો, તો બીજા શહેર પર નહિ. એક ખેતર પર વરસાદ વરસાવ્યો, પણ બીજા ખેતર પર નહિ. જે ખેતરમાં વરસાદ ન પડયો તે સુકાઈ ગયું.


પોતાનો સામર્થ્યવાન હાથ લંબાવીને તે ગર્વિષ્ઠોની યોજનાઓને છિન્‍નભિન્‍ન કરી નાખે છે.


એક માણસમાંથી તેમણે બધી પ્રજાઓ પેદા કરી, અને તેમને આખી પૃથ્વી પર વસાવી. તેમના વસવાટ અંગેના ચોક્કસ સમયો અને સ્થળો તેમણે પોતે અગાઉથી નક્કી કર્યાં હતાં.


તમે જે દેવોને પસંદ કર્યા છે તેમની પાસે જઈને પોકારો કે તેઓ તમને તમારા સંકટમાંથી છોડાવે.”


Lean sinn:

Sanasan


Sanasan