Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 11:31 - પવિત્ર બાઇબલ C.L.

31 તેરા પોતાના પુત્ર અબ્રામને, પોતાના પુત્ર હારાનના પુત્ર લોતને, તથા પોતાની પુત્રવધૂ એટલે અબ્રામની પત્ની સારાયને લઈને ખાલદીઓના નગર ઉરમાંથી કનાન દેશમાં જવા ચાલી નીકળ્યો. તેઓ હારાનમાં આવી ઠરીઠામ થયાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 અને તેરા પોતાના દિકરાનો દીકરો લોત, જે હારાનનો દીકરો તેને, તથા પોતાના દિકરા ઇબ્રામની પત્ની સારાયને લઈને તેઓ સુદ્ધાં કાસ્દીઓના ઉરમાંથી, કનાન દેશમાં જવાને નીકળ્યો; અને તેઓ હારાનમાં આવીને ત્યાં રહ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 તેરાહ તેના દીકરા ઇબ્રામને તથા દીકરા હારાનના પુત્ર લોતને અને સારાય તેની પુત્રવધૂ લઈને ઉર જે ખાલદીઓનો પ્રદેશ છે તે છોડીને, કનાન દેશમાં જવા નીકળ્યા. પણ તેઓ હારાનમાં આવીને રહ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 તેરાહએ પોતાના પરિવારને સાથે લીધો અને કાસ્દીઓના “ઉર” નગરને છોડી દીધું. તેઓએ કનાન યાત્રા કરવાની ઈચ્છા પ્રદશિર્ત કરી. તેરાહએ પોતાના પુત્ર ઇબ્રામ, પોતાનો પૌત્ર લોત (હારાનનો પુત્ર) પોતાની પુત્રવધૂ (ઇબ્રામની પત્ની) સારાયને સાથે લીધા. તેઓએ હારાન સુધીની યાત્રા તો કરી અને ત્યાં જ રહેવાનું નક્કી કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 11:31
20 Iomraidhean Croise  

કનાન દેશની સીમાઓ સિદોનથી ગેરાર તરફ ગાઝા સુધી અને સદોમ, ગમોરા, આદમા અને સબોઈમના પ્રાંતો તરફ લાશા સુધી વિસ્તરેલી હતી.


તેરા 205 વર્ષની ઉંમરે હારાનમાં મૃત્યુ પામ્યો.


આમ, પ્રભુની આજ્ઞા પ્રમાણે અબ્રામ ચાલી નીકળ્યો અને લોત તેની સાથે ગયો. અબ્રામ હારાનથી નીકળ્યો ત્યારે તે પંચોતેર વર્ષનો હતો.


અબ્રામ પોતાની પત્ની સારાય, ભત્રીજો લોત, પોતાની સર્વ સંપત્તિ અને હારાનમાં મેળવેલા સર્વ નોકરોને લઈને કનાન દેશ તરફ જવા નીકળ્યો. તેઓ કનાન દેશમાં આવી પહોંચ્યા.


વળી, તેઓ સદોમમાં રહેતા અબ્રામના ભત્રીજા લોતને તેની સઘળી સંપત્તિ સહિત પકડીને લઈ ગયા.


પછી પ્રભુએ તેને કહ્યું, “આ દેશ તને વતન તરીકે આપવા માટે તને ખાલદીઓના ઉર નગરમાંથી કાઢી લાવનાર હું પ્રભુ યાહવે છું.”


પછી નોકરે પોતાના શેઠનાં દસ ઊંટ લીધાં અને પોતાના શેઠના ઘરમાંથી ઉત્તમ ઉત્તમ ચીજો લઈને તે મેસોપોટેમિયામાં આવેલા નાહોરના નગર તરફ જવા ચાલી નીકળ્યો.


હજી તો તે બોલતો હતો એવામાં રિબકા ખભે ગાગર મૂકીને આવી પહોંચી. તે અબ્રાહામના ભાઈ નાહોરની પત્ની મિલ્કાના પુત્ર બથુએલની પુત્રી હતી.


તેથી મારા દીકરા, તું હવે મારું કહ્યું માન; તું એકદમ મારા ભાઈ લાબાન પાસે હારાનમાં નાસી જા.


યાકોબ બેરશેબાથી નીકળીને હારાન તરફ ગયો. તે એક સ્થળે આવી પહોંચ્યો અને રાત ગાળવા ત્યાં જ રોક્યો.


મારા પૂર્વજોએ ગોશાન, હારાન અને રેસેફ નગરોનો નાશ કર્યો હતો અને તેલાસ્સારમાં રહેતા બેથ-એદનના લોકોની મારી નાખ્યા હતા, અને એમનો કોઈ દેવ તેમને બચાવી શક્યો નહિ.


હે પ્રભુ પરમેશ્વર, તમે અબ્રામને પસંદ કરીને બેબિલોનના ઉરમાંથી કાઢી લાવ્યા; તમે તેનું નામ બદલીને અબ્રાહામ રાખ્યું.


તે બોલતો હતો ત્યાં તો ત્રીજાએ આવીને કહ્યું: “ક્સ્દી લોકોની ત્રણ ટોળીઓએ હુમલો કરીને ઊંટોને લઈ ગયા છે, અને બધા નોકરોને તરવારથી કાપી નાખ્યા છે, માત્ર હું એકલો જ તમને જાણ કરવા બચવા પામ્યો છું.”


મારા પૂર્વજોએ ગોઝાન, હારાન અને રેસેફના પ્રજાજનોનો તથા તલ્લાસારમાં રહેનારા એદેનના વંશજોનો સંહાર કર્યો ત્યારે શું તેમના દેવોએ તેમને બચાવ્યા હતા?


ઈશ્વરે જ્યારે અબ્રાહામને આમંત્રણ આપ્યું ત્યારે તે વિશ્વાસને કારણે આધીન થયો અને જે દેશ આપવાનું વચન ઈશ્વરે આપ્યું હતું ત્યાં જવા ચાલી નીકળ્યો. પોતે ક્યાં જાય છે તે ન જાણ્યા છતાં તે પોતાના વતનમાંથી નીકળી ગયો.


Lean sinn:

Sanasan


Sanasan