Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 10:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તેઓ દરિયાકાંઠે વસેલા અને સમુદ્ર મધ્યેના ટાપુઓ પર વસેલા લોકોના પૂર્વજો છે. યાફેથના વંશજો પોતપોતાનાં ગોત્ર પ્રમાણે અને પોતપોતાની જાતિ પ્રમાણે જુદા જુદા દેશોમાં વસ્યા અને દરેક જૂથની પોતાની આગવી ભાષા હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તેઓથી વિદેશીઓના ટાપુ, તેઓના દેશોમાં સૌ સૌની ભાષા પ્રમાણે, તેઓનાં કુટુંબો પ્રમાણે, તેઓના લોકો પ્રમાણે, વહેંચાયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેઓના વંશના લોકો પોતપોતાની ભાષા, કુળો અને તેઓના પ્રદેશો પ્રમાણે દરિયા કિનારાના વિભાગોમાં અલગ અલગ સ્થળે વિસ્તર્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ભૂમધ્ય-સમુદ્રની ચારે બાજુ અને તેના કાંઠા પ્રદેશમાં અને ટાપુઓમાં રહેનારા લોકો યાફેથના વંશજો જ હતા. પ્રત્યેક પુત્રને પોતાની ભૂમિ હતી. બધા પરિવારોનો વિકાસ થયો અને જુદા રાષ્ટ્રો બની ગયાં. પ્રત્યેક રાષ્ટને પોતાની ભાષા હતી.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 10:5
26 Iomraidhean Croise  

આ હામના વંશજો હતા. તેઓ પોતપોતાના ગોત્ર પ્રમાણે અને પોતપોતાની જાતિ પ્રમાણે જુદા જુદા દેશોમાં વસતા હતા અને દરેક જૂથની પોતાની આગવી ભાષા હતી.


હેબેરને બે પુત્રો હતા. એકનું નામ પેલેગ [વિભાજન] હતું. કારણ, તેના સમયમાં પૃથ્વીનું વિભાજન થયું. પેલેગના ભાઈનું નામ યોકટાન હતું.


આ સર્વ પોતપોતાની જાતિ પ્રમાણે નૂહના વંશજો હતા અને જળપ્રલય પછી તેમનામાંથી જ પૃથ્વી પરની વિવિધ પ્રજાઓ અલગ પડી.


યાવાનના પુત્રો: એલિશા, તાર્શીશ, કિત્તીમ અને દોદાનીમ.


હામના પુત્રો: કુશ, મિસરાઈમ, પુટ અને કનાન.


નૂહના એ ત્રણ પુત્રો હતા. તેમનાથી જ આખી પૃથ્વી પરની વસ્તી થઈ.


અહાશ્વેરોશ રાજાએ સામ્રાજ્યના અંદરના તેમ જ સમુદ્રકાંઠાના લોકો પર વેઠ નાખી.


તાર્શીશના તથા દરિયાપારના રાજાઓ તેને નજરાણાં ધરો, અને શેબા તથા શેબાના રાજાઓ તેને ખંડણી ભરો.


એ સમયે પ્રભુ ફરીવાર હાથ લંબાવીને તેના બચેલા લોકને આશ્શૂરમાંથી, ઇજિપ્તમાંથી, પાથ્રોસમાંથી, કુશમાંથી, એલામમાંથી, બેબિલોનમાંથી, હમાથમાંથી અને સમુદ્રના ટાપુમાંથી પાછા લાવશે.


અને પૂર્વના લોકો પ્રભુને મહિમા આપશે. દરિયાના ટાપુઓના રહેવાસીઓ ઇઝરાયલના ઈશ્વર પ્રભુના નામના ગુણગાન ગાશે.


પ્રભુની નજરમાં દેશો ડોલમાંના ટીપાં જેવાં તથા ત્રાજવે ચોંટેલી ધૂળ જેવા છે અને ટાપુઓ તો રજકણ જેવા હલકા છે.


એ જોઈને ટાપુઓ ગભરાયા અને પૃથ્વીના છેડેછેડા ધ્રૂજી ઊઠયા. ત્યાંના બધા લોક આવીને ભેગા થાય છે.


પ્રભુના માનમાં નવું ગીત ગાઓ! સમસ્ત પૃથ્વી, સૌ સમુદ્રમાં સફર કરનારા અને સાગરના સઘળા સજીવો, દૂરના ટાપુઓ અને તેમના પરના રહેવાસીઓ, તમે સૌ તેમની સ્તુતિ કરો.


તે નિરાશ કે નિરુત્સાહી થયા વિના પૃથ્વી પર ન્યાયની પ્રતિષ્ઠા કરશે. દૂરના ટાપુઓ તેના શિક્ષણની રાહ જોશે.”


ઓ ટાપુઓ અને દૂર દેશાવરના લોકો, મારું ધ્યનથી સાંભળો. પ્રભુએ મને મારા જન્મ પહેલાં બોલાવ્યો હતો. હું મારી માતાના ઉદરમાં હતો ત્યારથી જ પોતાના સેવક તરીકે તેમણે મારી નામજોગ પસંદગી કરી છે.


“મારા વિજયનો સમય પાસે છે અને મારો ઉદ્ધાર પ્રગટ થવામાં છે. મારો ભુજ પ્રજાઓ પર રાજ ચલાવશે. ટાપુઓ પોતાના રક્ષણ માટે મારા ભુજની પ્રતીક્ષામાં મારી તરફ તેમની મીટ માંડશે.


તે પોતાના દુશ્મનોને તેમનાં કાર્ય પ્રમાણે શિક્ષા કરશે. સમુદ્રના છેક છેડાના દેશોના રહેવાસીઓને પણ તે શિક્ષા કરશે.


એ તો તારા ઈશ્વર યાહવેના નામને લીધે અને તને મહિમાવાન કરનાર ઇઝરાયલના પવિત્ર ઈશ્વરને લીધે તારા પુત્રોને સોનારૂપા સહિત દૂરદૂરથી લઈ આવી પ્રતીક્ષા કરી રહેલાં વહાણો છે; એમાં તાર્શીશનાં વહાણો મોખરે છે.


પશ્ર્વિમમાં કિત્તીમ ટાપુઓમાં જઈને જુઓ, પૂર્વમાં કેદારના પ્રદેશમાં જઈને ઝીણવટભરી તપાસ કરો; તમને ખબર પડશે કે પહેલાં આવું કદી જ બન્યું નથી.


પ્રભુ પરમેશ્વર તૂર નગરને આ પ્રમાણે કહે છે: “તારા પતનના અવાજથી અને તારામાં ચાલતી કત્લેઆમથી ઘાયલ થયેલાંની કરુણ ચીસો સાંભળીને સમુદ્રકાંઠા પર વસતા લોકો થરથરી ઊઠશે.


તારી પડતીના દિવસે સમુદ્રદ્વીપો કાંપી ઊઠશે અને તેઓ તારા વિનાશથી ભયભીત થઈ જશે.”


ત્યારપછી તે સમુદ્રકાંઠાનાં રાજ્યો પર આક્રમણ કરશે અને તેમાંનાં ઘણાને જીતી લેશે. પણ એક પરદેશી રાજા તેનો પરાજ્ય કરશે, તેનો ગર્વ ઉતારી પાડશે અને તેનું અપમાન તેને પાછું વાળી આપશે.


પ્રભુ તેમને ગભરાવી મૂકશે. તે પૃથ્વીના દેવોને નષ્ટ કરશે, અને ત્યારે તો સર્વ પ્રજાઓ પોતપોતાના દેશમાં પ્રભુની ભક્તિ કરશે.


સર્વોચ્ચ ઈશ્વરે પ્રજાઓને પ્રદેશ વહેંચી આપ્યા, જ્યારે તેમણે દેશજાતિઓનું વિભાજન કર્યું, ત્યારે દેવોની સંખ્યા પ્રમાણે તેમણે માનવપ્રજાઓને દેવો ફાળવી દીધા;


Lean sinn:

Sanasan


Sanasan