Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 10:22 - પવિત્ર બાઇબલ C.L.

22 શેમના પુત્રો: એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ અને અરામ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 શેમના દિકરા : એલામ તથા આશૂર તથા આર્પાકશાદ તથા લૂદ તથા અરામ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 શેમના દીકરાઓ, એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ તથા અરામ હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

22 શેમના પુત્રો હતા: એલામ, આશુર, આર્પાકશાદ, લૂદ અને અરામ.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 10:22
19 Iomraidhean Croise  

શેમ હેબેરના સર્વ વંશજોનો પૂર્વજ હતો. વળી, તે યાફેથનો મોટો ભાઈ હતો. તેને પણ સંતાનો હતાં.


જળપ્રલય થયા પછી બીજે વર્ષે જ્યારે શેમ 100 વર્ષનો હતો ત્યારે તેને આર્પાકશાદ થયો.


વળી, તેણે કહ્યું, “પ્રભુ, શેમના ઈશ્વર, સ્તુત્ય હો; કનાન શેમનો ગુલામ બનો.


આશ્શૂરના સમ્રાટ પુલે ઉર્ફે તિગ્લાથ પિલેસેરે ઇઝરાયલ પર ચડાઈ કરી અને મનાહેમે તેને ચોત્રીસ હજાર કિલો ચાંદી આપી, એ સારુ કે દેશ પર મનાહેમની સત્તાની પકડ મજબૂત બનાવવા તે તેને ટેકો આપે.


તે બોલતો હતો ત્યાં તો ત્રીજાએ આવીને કહ્યું: “ક્સ્દી લોકોની ત્રણ ટોળીઓએ હુમલો કરીને ઊંટોને લઈ ગયા છે, અને બધા નોકરોને તરવારથી કાપી નાખ્યા છે, માત્ર હું એકલો જ તમને જાણ કરવા બચવા પામ્યો છું.”


એ સમયે પ્રભુ ફરીવાર હાથ લંબાવીને તેના બચેલા લોકને આશ્શૂરમાંથી, ઇજિપ્તમાંથી, પાથ્રોસમાંથી, કુશમાંથી, એલામમાંથી, બેબિલોનમાંથી, હમાથમાંથી અને સમુદ્રના ટાપુમાંથી પાછા લાવશે.


મેં સંદર્શનમાં ઘાતકી બનાવોનાં દશ્ય જોયાં છે. દગાબાજ દગો કરે છે, લૂંટારો લૂંટે છે. હે એલામના સૈન્ય, આક્રમણ કર! હે માદીઓના લશ્કર, ઘેરો ઘાલ! બેબિલોને નંખાવેલા તમામ નિસાસાનો ઈશ્વર અંત લાવશે.


એલામ દેશના લશ્કરે બાણનો ભાથો ઉપાડયો છે અને તેમના સારથિઓએ રથે ઘોડા જોડયા છે. કીરના લશ્કરે ઢાલો ધારણ કરી છે.


હું તેમને નિશાની આપીશ અને જેમણે મારી ખ્યાતિ સાંભળી નથી અથવા મારું ગૌરવ જોયું નથી તેવા કેટલાક બચી જવા પામેલાઓને હું તાર્શિશ, પુટ, લુદ, મેશેખ, તુબાલ, યાવાન અને દરિયાપારના દેશોમાં મોકલી આપીશ. તેઓ ત્યાંની પ્રજાઓમાં મારો મહિમા પ્રગટ કરશે.


“એલામ પણ ત્યાં છે. તેની ચારે તરફ તેના સૈનિકોની કબરો છે. એ બધા લડાઇમાં માર્યા ગયા છે. એક સમયે પૃથ્વીના લોકો પર તેઓ ત્રાસ વર્તાવતા હતા, તે સર્વ લડાઇમાં માર્યા જઈ ઈશ્વર સાથેના કોઈ સંબંધ વિનાની સ્થિતિમાં પાતાળમાં ઊતરી જનારાઓની સાથે મૃત્યુલોક શેઓલમાં પહોંચી ગયા છે અને અત્યારે તેઓ અપમાનિત થઈને ત્યાં પોઢી ગયા છે.


દર્શનમાં હું એકાએક એલામ પ્રાંતના સુસાના મહેલમાં આવી ગયેલો જણાયો. હું ઉલાય નદીને કિનારે ઊભો હતો.


બલામે પોતાને પ્રભુ તરફથી મળેલી વાણી કહી સંભળાવી. “મોઆબનો રાજા બાલાક મને અરામથી, પૂર્વની પર્વતમાળામાંથી બોલાવી લાવ્યો છે. તેણે કહ્યું, ‘આવ, અને યાકોબના વંશજોને શાપ દે; આવ, અને ઇઝરાયલીઓને ધૂત્કાર.’


પણ હે કેનીઓ, તમારો વિનાશ કરવામાં આવશે અને આશ્શૂર તમને કેદ કરીને લઈ જશે.”


કેનાન, અર્ફક્ષદ, શેમ, નૂહ, લામેખ,


આપણે પર્સિયા, મિડયા અને એલામના; મેસોપોટેમિયા, યહૂદિયા અને કાપા- દોકિયાના; પોંતસ અને આસિયાના;


Lean sinn:

Sanasan


Sanasan