Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 10:19 - પવિત્ર બાઇબલ C.L.

19 કનાન દેશની સીમાઓ સિદોનથી ગેરાર તરફ ગાઝા સુધી અને સદોમ, ગમોરા, આદમા અને સબોઈમના પ્રાંતો તરફ લાશા સુધી વિસ્તરેલી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને કનાનીઓની સીમ સિદોનથી ગેરાર જતાં ગાઝા સુધી, ને સદોમ તથા ગમોરા તથા આદમા તથા સબોઇમ જતાં લાશા સુધી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 કનાનીઓની સરહદ સિદોનથી ગેરાર જતા ગાઝા, સદોમ, ગમોરા, આદમા તથા સબોઈમ જતા લાશા સુધી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 કનાનીઓની ભૂમિ ઉત્તરમાં સિદોનથી દક્ષિણમાં ગેરાર, પશ્ચિમમાં ગાઝાથી પૂર્વમાં સદોમ અને ગમોરાહ અને આદમાંહ અને સબોઇમથી લાશા સુધી વિસ્તરેલી હતી.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 10:19
29 Iomraidhean Croise  

આ હામના વંશજો હતા. તેઓ પોતપોતાના ગોત્ર પ્રમાણે અને પોતપોતાની જાતિ પ્રમાણે જુદા જુદા દેશોમાં વસતા હતા અને દરેક જૂથની પોતાની આગવી ભાષા હતી.


એ ચાર રાજાઓ સદોમનો રાજા બેરા, ગમોરાનો રાજા બિર્શા, આદમાનો રાજા શિનાબ, સબોઇમનો રાજા શેમેબર અને બેલા એટલે સોઆરનો રાજા એ પાંચ રાજાઓ સામે યુદ્ધ કરવા ગયા.


આ પાંચ રાજાઓ સંગઠન કરી, જ્યાં આજે મૃત સરોવર છે ત્યાં એટલે સિદ્દીમના ખીણપ્રદેશમાં એકઠા થયા.


પછી પ્રભુએ કહ્યું, “સદોમ અને ગમોરાની વિરુદ્ધ બહુ મોટી ફરિયાદ આવી છે અને તેમનાં પાપ અઘોર છે.


ત્યાંથી અબ્રાહામ નેગેબ પ્રદેશ તરફ ગયો અને કાદેશ તથા શૂરની વચ્ચે વસ્યો. થોડો સમય તે ગેરારમાં રહેવા ગયો.


હવે એવું બન્યું કે અબ્રાહામના સમયમાં પહેલાં પડયો હતો તે ઉપરાંત એ દેશમાં બીજો દુકાળ પડયો અને ઇસ્હાક પલિસ્તીઓના રાજા અબિમેલેખ પાસે ગેરારમાં ગયો.


આસા અને યહૂદિયાના લશ્કરે હુમલો કર્યો એટલે પ્રભુએ કૂશી સૈન્યને હરાવ્યું. તેઓ ભાગી છૂટયા,


અને આસા તથા તેનાં લશ્કરી દળોએ છેક ગેરાર સુધી તેમનો પીછો કર્યો. એટલા બધા કૂશીઓ માર્યા ગયા કે તેમનામાંથી એકેય બચ્યો નહિ. પ્રભુ અને તેમનાં દળોએ તેમના પર પૂરી જીત મેળવી. યહૂદિયાના સૈન્યે મોટી લૂંટ મેળવી.


એમણે ક્યાં સુધી પ્રસરવું એની તને ખબર છે? એમણે પોતાના નિવાસસ્થાને કયા માર્ગે પાછા વળવું તે તું જાણે છે?


સમુદ્ર પર પ્રભુએ પોતાનો હાથ ઉગામ્યો છે અને રાજ્યોને ઉથલાવી પાડયાં છે. પ્રભુએ કનાનના કિલ્લાઓનો નાશ નક્કી કર્યો છે.


હે સાગરના ગઢ સમી સિદોનનગરી, તું લજ્જિત થા, કારણ, સાગર તારો નકાર કરતાં કહે છે, “મને નથી પ્રસવવેદના થઈ કે નથી મેં કોઈને જન્મ આપ્યો. મેં પુત્ર કે પુત્રીઓનો ય ઉછેર કર્યો નથી.”


ઇજિપ્તના રાજાએ ગાઝા પ્રદેશ પર આક્રમણ કર્યું તે પહેલાં પલિસ્તી લોકો વિષે પ્રભુનો સંદેશ યર્મિયાને મળ્યો.


“હે મનુષ્યપુત્ર, સિદોન તરફ મોં ફેરવીને તેની વિરુદ્ધ સંદેશ પ્રગટ કર.


હે એફ્રાઈમ, હું તને કેવી રીતે તજી દઈ શકું? હું તને કેવી રીતે તરછોડું? આદમા નગરના જેવો તમારો નાશ કરું? અથવા તારા પ્રત્યે સબોઈમના જેવો વર્તાવ કરું? મારું મન મને એમ કરવા દેશે નહિ. કારણ, તમારા પ્રત્યેનો મારો પ્રેમ પ્રબળ છે.


પ્રભુના દૂતે ફિલિપને કહ્યું, “ઊઠ, તૈયાર થઈને દક્ષિણ દિશામાં યરુશાલેમથી ગાઝા જવાના રસ્તા પર જા.” (આ રસ્તો રણમાં થઈને જાય છે.)


એમજ આવ્વી લોકો પહેલાં ભૂમધ્ય સમુદ્રના કાંઠા પાસેના પ્રદેશમાં દક્ષિણે છેક ગાઝા નગર સુધી વસતા હતા. પણ ક્રીત ટાપુથી આવેલા કાફતોરી લોકોએ તેમનો વિનાશ કર્યો અને તેમનો પ્રદેશ કબજે કરીને ત્યાં વસવાટ કર્યો.)


સર્વોચ્ચ ઈશ્વરે પ્રજાઓને પ્રદેશ વહેંચી આપ્યા, જ્યારે તેમણે દેશજાતિઓનું વિભાજન કર્યું, ત્યારે દેવોની સંખ્યા પ્રમાણે તેમણે માનવપ્રજાઓને દેવો ફાળવી દીધા;


એબ્રોન, રહોબ, હામ્મોન, કાની અને છેક સિદોન સુધી પહોંચી.


એક દિવસે શિમશોન પલિસ્તીઓના ગાઝા નગરમાં ગયો. ત્યાં તેને એક વેશ્યાનો ભેટો થઈ ગયો અને તેણે તેની સાથે સમાગમ કર્યો.


તેઓ દેશમાં પડાવ નાખતા અને દક્ષિણમાં છેક ગાઝાના વિસ્તાર સુધી પાકનો નાશ કરતા. તેઓ ઘેટાંબકરાં, ઢોરઢાંક અને ગધેડાં બધું લઈ જતા અને ઇઝરાયલીઓના જીવનનિર્વાહ માટે કશું બાકી રાખતા નહિ.


બીજી ટુકડી બેથહોરોન અને ત્રીજી ટુકડી સબાઈમની ખીણ અને વેરાનપ્રદેશની સામેની સરહદ સુધી ગઈ.


Lean sinn:

Sanasan


Sanasan