Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 10:15 - પવિત્ર બાઇબલ C.L.

15 કનાનનો પ્રથમ પુત્ર સિદોન હતો; હેથ તેનો બીજો પુત્ર હતો. કનાનના અન્ય પુત્રો:

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને કનાનને પહેલો દીકરો સિદોન થયો, ને પછી હેથ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 કનાનનો પ્રથમ દીકરો સિદોન હતો અને પછી હેથ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 કનાનને બે પુત્ર થયા: સૌથી મોટો સિદોન અને બીજો હેથ, તેઓ એ નામે ઓળખાતી પ્રજાઓના પૂર્વજો હતા.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 10:15
18 Iomraidhean Croise  

5છી પોતાની મૃત પત્ની પાસેથી ઊઠીને અબ્રાહામે હિત્તીઓને કહ્યું,


હું તારી પાસે આકાશ અને પૃથ્વીના ઈશ્વર યાહવેને નામે સોગંદ લેવડાવીશ કે હું જેમની વચમાં વસુ છું તે કનાનીઓની દીકરીઓમાંથી તું મારા પુત્ર માટે પત્ની લાવીશ નહિ.


“ઝબુલૂન દરિયાકિનારે વસશે, તે વહાણોનું બંદર બનશે, અને તેની સરહદ છેક સિદોન સુધી પહોંચશે.


તેથી તે કોણ છે એની તપાસ કરવા તેણે સંદેશક મોકલ્યો અને તેને ખબર પડી કે તે તો એલિયામની પુત્રી, ઉરિયા હિત્તીની પત્ની બાથશેબા હતી.


ત્યાંથી ગિલ્યાદ અને ત્યાંથી હિત્તીઓની સરહદમાં આવેલા કાદેશમાં ગયા. પછી તેઓ દાનની સરહદમાં ગયા અને દાનથી તેઓ સિદોનની પશ્ર્વિમે ગયા.


કનાનના પુત્રો: તેના જયેષ્ઠ પુત્ર સિદોન પછી હેથ,


તેમનાં દુ:ખ હું જાણું છું. તેથી તેમને ઇજિપ્તના લોકોના હાથમાંથી છોડાવવા અને તે દેશમાંથી તેમને બહાર કાઢી લાવીને એક સારો તથા વિશાળ દેશ, જ્યાં દૂધમધની રેલમછેલ છે અને જ્યાં કનાની, હિત્તી, અમોરી, પરીઝી, હિવ્વી અને યબૂસી લોકો વસે છે ત્યાં તેમને લઈ જવા હું નીચે ઊતર્યો છું.


હું તમને આજે જે આજ્ઞાઓ આપું છું તેનું તમારે પાલન કરવાનું છે. હું અમોરીઓને, કનાનીઓને, હિત્તીઓને, પરીઝીઓને, હિવ્વીઓને અને યબૂસીઓને તમારી આગળથી હાંકી કાઢીશ.


હે સાગરના ગઢ સમી સિદોનનગરી, તું લજ્જિત થા, કારણ, સાગર તારો નકાર કરતાં કહે છે, “મને નથી પ્રસવવેદના થઈ કે નથી મેં કોઈને જન્મ આપ્યો. મેં પુત્ર કે પુત્રીઓનો ય ઉછેર કર્યો નથી.”


પલિસ્તીઓની પાયમાલીનો સમય આવી પહોંચ્યો છે, તૂર અને સિદોનથી તેમને મળતી બધી મદદ કાપી નાખવામાં આવશે. ક્રીત ટાપુ પરથી નાસી છૂટીને અહીં આવી વસેલા બાકીના પલિસ્તીઓનો હું સંહાર કરીશ.


સિદોન અને આર્વાદ નગરોના રહેવાસીઓ તારાં હલેસાં મારનારા હતા; જ્યારે નિપુણ સુકાનીઓ તારા પોતાના જ માણસો હતા.


“હે મનુષ્યપુત્ર, સિદોન તરફ મોં ફેરવીને તેની વિરુદ્ધ સંદેશ પ્રગટ કર.


પ્રભુએ ઇઝરાયલીઓને તેમના પર વિજય પમાડયો. ઇઝરાયલીઓએ તેમના પર હુમલો કરી ઉત્તરમાં છેક મિસ્રેફોથ-માઈમ અને મોટા સિદોન સુધી અને પૂર્વમાં છેક મિસ્પાની ખીણ સુધી પીછો કર્યો. દુશ્મનોમાંથી એકેય જીવતો ન રહ્યો ત્યાં સુધી લડાઈ ચાલી.


પછી દાવિદે હિત્તી અહિમેલેખ અને સરુયાના પુત્ર, યોઆબના ભાઈ અબિશાયને કહ્યું, “શાઉલની છાવણીમાં જવા તમારામાંનો કોણ મારી સાથે આવશે?” અબિશાયે કહ્યું, “હું આવીશ.”


Lean sinn:

Sanasan


Sanasan