Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 10:10 - પવિત્ર બાઇબલ C.L.

10 શિનઆર દેશનાં બેબિલોન, એરેખ, આક્કાદ અને કાલ્નેહ નિમ્રોદના સામ્રાજ્યનાં શરૂઆતનાં કેન્દ્ર હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને તેના રાજ્યનો આરંભ શિનઆર દેશનાં બાબિલ તથા એરેખ તથા આક્કાદ તથા કલ્નેહ હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેણે શિનઆર દેશના બાબિલ, એરેખ, આક્કાદ તથા કાલનેહ પર સૌ પ્રથમ પોતાના રાજ્યની સ્થાપના શરૂઆત કરી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 શિનઆરના દેશમાં આવેલા બાબિલ, એરેખ, આક્કાદ અને કાલ્નેહમાં નિમ્રોદના રાજયની શરૂઆત થઈ.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 10:10
16 Iomraidhean Croise  

વળી, તે પ્રભુ સમક્ષ મહાન શિકારી હતો; તેથી લોકો કહે છે: “પ્રભુ સમક્ષ નિમ્રોદ જેવો મહાન શિકારી કોણ?”


તેઓ પૂર્વ તરફ આગળ વધતા વધતા શિનઆરના સપાટ પ્રદેશમાં આવીને વસ્યા.


તેથી એ શહેરનું નામ બેબિલોન [ગૂંચવણ] પડયું; કારણ, ત્યાં આગળ પ્રભુએ સમસ્ત પૃથ્વીની ભાષા ગૂંચવી નાખી અને અહીંથી પ્રભુએ તેમને સૌને આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા.


એવામાં શિનઆરનો રાજા આમ્રાફેલ, એલ્લાસારનો રાજા આર્યોખ, એલામનો રાજા કદોરલાઓમેર અને ગોઈમનો રાજા તિદાલ


શું મેં જેમ કાલ્નો પર તેમ ર્ક્કમીશ પર, જેમ હમાથ પર તેમ આર્પાદ પર અને જેમ સમરૂન પર તેમ દમાસ્ક્સ પર જીત મેળવી નથી?


એ સમયે પ્રભુ ફરીવાર હાથ લંબાવીને તેના બચેલા લોકને આશ્શૂરમાંથી, ઇજિપ્તમાંથી, પાથ્રોસમાંથી, કુશમાંથી, એલામમાંથી, બેબિલોનમાંથી, હમાથમાંથી અને સમુદ્રના ટાપુમાંથી પાછા લાવશે.


એ સમયે બેબિલોનના રાજા, બાલઅદાનના પુત્ર મેરોદાખ બાલઅદાને સાંભળ્યું કે હિઝકિયા રાજા માંદગીમાંથી સાજો થયો છે. તેથી તેણે તેના પર પત્ર લખીને સાથે ભેટ મોકલી.


“તમે અમારે માટે પ્રભુને પૂછી જુઓ; કારણ, બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારે અમારા પર આક્રમણ કર્યું છે. કદાચ પ્રભુ અમારે માટે કોઈ અજાયબ કાર્ય કરે કે જેથી નબૂખાદનેસ્સારને પાછા જવું પડે” એ પ્રસંગે પ્રભુ તરફથી યર્મિયાને સંદેશો મળ્યો.


સંદેશવાહક યર્મિયા મારફતે બેબિલોન દેશ તથા તેના ખાલદી લોકો વિષે પ્રભુનો જે સંદેશ પ્રગટ કરાયો તે આ છે:


પ્રભુ કહે છે, “મેરાથાઇમ અને પેકોદના લોકો પર આક્રમણ કરો; તેમનો પીછો કરીને તેમની ક્તલ કરો અને પૂરેપૂરો વિનાશ કરો. મારી આજ્ઞા સંપૂર્ણપણે પાળો. હું પ્રભુ એ કહું છું.


હારાન, કાને તથા એદેન શહેરો અને શેબા, આશ્શૂર તથા ખિલ્માદના વેપારીઓ તારી સાથે વેપાર કરતા હતા.


પ્રભુએ યહોયાકીમને અને મંદિરનાં કેટલાંક પાત્રોને તેના હાથમાં સોંપી દીધાં. તે પોતાની સાથે કેટલાક કેદીઓને બેબિલોનમાંના પોતાના દેવોના મંદિરમાં લઈ ગયો અને લૂંટેલાં પાત્રો એ મંદિરના ભંડારમાં મૂક્યાં.


જઈને કાલ્ને શહેરને જુઓ. ત્યાંથી મહાનગર હમાથની મુલાકાત લો અને આગળ વધીને પલિસ્તીઓના શહેર ગાથમાં જાઓ. શું તેઓ યહૂદિયા અને ઇઝરાયલનાં રાજ્યો કરતાં કંઈ સારાં છે? શું તેમનો વિસ્તાર તમારા વિસ્તાર કરતાં વધારે છે?


હે યરુશાલેમના લોકો, પ્રસૂતાની જેમ મરડાઓ અને ઊંહકારા ભરો. કારણ, તમારે આ શહેર છોડીને ખુલ્લા પ્રદેશમાં રહેવું પડશે. તમારે બેબિલોનમાં દેશનિકાલ થવું પડશે; પણ ત્યાંથી તમે છોડાવી લેવાશો અને પ્રભુ તમારા શત્રુઓથી તમને બચાવી લેશે.


તેઓ ભારે ક્તલ ચલાવીને નિમ્રોદના દેશ આશ્શૂરને જીતી લેશે. જ્યારે આશ્શૂરનું સૈન્ય આપણી સરહદ પર ચડાઈ કરે ત્યારે તેઓ આપણને તેમના હાથમાંથી છોડાવશે.


તેણે જવાબ આપ્યો, “બેબિલોન લઈ જાય છે. ત્યાં તેઓ તેને માટે મંદિર બાંધશે. મંદિર પૂરું થતાં ટોપલો મંદિરમાં પૂજા માટે મુકાશે.”


Lean sinn:

Sanasan


Sanasan