Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 1:9 - પવિત્ર બાઇબલ C.L.

9 પછી ઈશ્વરે કહ્યું, “આકાશ નીચેનાં પાણી એક સ્થળે એકઠાં થાઓ અને કોરી ભૂમિ દેખાઓ.” એટલે તે પ્રમાણે થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને ઈશ્વરે કહ્યું, “આકાશ નીચેનાં પાણી એક જગામાં એકત્ર થાઓ, ને કોરી ભૂમિ દેખાઓ, ” અને તેવું થયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 ઈશ્વરે કહ્યું, “આકાશ નીચેનાં પાણી એક જગ્યામાં એકત્ર થાઓ અને કોરી ભૂમિ દેખાઓ.” એ પ્રમાણે થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પછી દેવે કહ્યું, “પૃથ્વી પરનું પાણી એક જગ્યાએ ભેગું થાઓ જેથી સૂકી જમીન નજરે પડે.” અને એ જ પ્રમાંણે થયું.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 1:9
17 Iomraidhean Croise  

ઈશ્વરે તે ધુમ્મટને આકાશ કહ્યું. સાંજ પડી અને સવાર થયું. આ બીજો દિવસ હતો.


પછી ઇઝરાયલના લોકોએ આવી પ્રાર્થના કરી: “હે યાહવે, તમે એક માત્ર પ્રભુ છો; તમે આકાશો અને તારામંડળોનું સર્જન કર્યું છે. પૃથ્વી, સમુદ્ર અને તેમાંનું સર્વસ્વ પણ તમે જ બનાવ્યું છે; તમે સૌના જીવનદાતા છો. આકાશનાં સૈન્યો નમીને તમારું ભજન કરે છે.


સાગરની જળસપાટી પર વર્તુળાકાર ક્ષિતિજે તેમણે પ્રકાશ અને અંધકાર વચ્ચે સીમા સ્થાપી છે.


ઈશ્વર ઉત્તરદિશાને અવકાશમાં વિસ્તારે છે, અને પૃથ્વીને શૂન્યાવકાશમાં લટકાવે છે.


તમે ઉપરનાં પાણી પર તમારો મહેલ બાંધ્યો છે, તમે મેઘોને તમારા રથ તરીકે વાપરો છો; તમે પવનની પાંખો પર વારી કરો છો.


તેમણે સમુદ્રનાં પાણી જાણે મશકમાં ભરતા હોય તેમ એકઠાં કર્યાં, અને પાતાળનાં પાણી જાણે કે વખારોમાં સંગ્રહ કરતા હોય તેમ ભરી દીધાં.


સમુદ્ર પર તેમનો અધિકાર છે, કારણ, તેમણે તેને સર્જ્યો છે. ભૂમિ પણ તેમને હાથે જ રચાયેલ છે.


પ્રત્યેક સરિતા સાગરમાં જઈ મળે છે, છતાં સાગર છલકાઈ જતો નથી. પાણી પાછું નદીઓના ઊગમસ્થાને જાય છે અને ત્યાંથી વહેવા માંડે છે.


હું પ્રભુ આ બોલું છું. શું તમે મારાથી નહિ ડરો? તમે મારી સમક્ષ નહિ ધ્રૂજો? મેં સમુદ્રને માટે રેતીના પટની હદ ઠરાવી છે. એ કાયમી હદને તે ઓળંગી શકે નહિ, જો કે તેનાં મોજાં ઉછળે તો પણ તે આગળ વધી શકે નહિ; ગર્જના કરે પણ હદ તોડી શકે નહિ.


યોનાએ જવાબ આપ્યો, “હું હિબ્રૂ છું. આકાશના ઈશ્વર, સમુદ્ર તથા કોરી ભૂમિના સર્જક પ્રભુનો ઉપાસક છું.”


તેઓ જાણી જોઈને આ સત્ય ભૂલી જાય છે કે ઘણા સમય પહેલાં ઈશ્વરની આજ્ઞાથી આકાશ અને પૃથ્વીનું સરજન કરવામાં આવ્યું હતું. પૃથ્વી પાણીમાંથી નીકળી આવી હતી અને પાણીમાં ધરી રખાઈ હતી.


તેણે આકાશ તથા તેમાંના સર્વસ્વને, પૃથ્વી તથા તેમાંના સર્વસ્વને અને સમુદ્ર તથા તેમાંના સર્વસ્વને સર્જનાર યુગાનુયુગ જીવંત ઈશ્વરને નામે સોગંદ લઈને કહ્યું, “હવે વિલંબ કરવામાં આવશે નહિ!


Lean sinn:

Sanasan


Sanasan