Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 1:6 - પવિત્ર બાઇબલ C.L.

6 પછી ઈશ્વરે કહ્યું, “પાણીની વચમાં ધુમ્મટ થાઓ અને પાણીને બે ભાગમાં જુદાં કરો.” એટલે એમ થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને ઈશ્વરે કહ્યું, “પાણીની વચ્ચે અંતરિક્ષ થાઓ, ને પાણીને પાણીથી જુદાં કરો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ઈશ્વરે કહ્યું, “પાણીની વચ્ચે અંતરિક્ષ થાઓ અને પાણીને પાણીથી અલગ કરો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પછી દેવે કહ્યું, “પાણીને બે ભાગમાં જુદું પાડવા માંટે વચ્ચે અંતરિક્ષ થાઓ.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 1:6
23 Iomraidhean Croise  

પછી ઈશ્વરે કહ્યું, “રાત અને દિવસને જુદાં પાડવા માટે આકાશના ધુમ્મટમાં જ્યોતિઓ થાઓ. એ જ્યોતિઓ દિવસો, વર્ષો અને ઋતુઓનો સમય સૂચવવા ચિહ્નરૂપ બની રહો.


પછી ઈશ્વરે કહ્યું, “પાણી અસંખ્ય જળચરોથી ભરપૂર થાઓ અને પૃથ્વી પર આકાશમાં પક્ષીઓ ઊડો.” એટલે તે પ્રમાણે થયું.


તેમના વાયુએ સમુદ્રને ઝોળીમાં ભર્યો છે; તેમના ભૂજે ચંચળ નાગને વીંયો છે.


તે ઘાડાં વાદળોને ભેજથી તર કરી દે છે અને વાદળાંમાંથી વીજળી પ્રસારે છે,


ઈશ્વરની જેમ તું પણ ગાળેલી ધાતુના ચમકદાર અરીસાના જેવું મજબૂત આકાશ પ્રસારી શકે ખરો?


તમે વસ્ત્રની જેમ પ્રકાશ પરિધાન કર્યો છે; તમે તંબૂની જેમ આકાશને વિસ્તાર્યું છે.


આકાશોનાં આકાશો, તેમની સ્તુતિ કરો, આકાશ ઉપરનાં પાણી, તેમની સ્તુતિ કરો.


યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! તેમના પવિત્રસ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરો; આકાશના ધુમ્મટ નીચે પણ તેમની સ્તુતિ કરો.


આકાશો ઈશ્વરનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે: નભોમંડળ ઈશ્વરનું કૌશલ્ય પ્રગટ કરે છે.


એક દિવસ બીજા દિવસને એ વિષે જણાવે છે; એક રાત્રિ બીજી રાત્રિને તે વિષે જ્ઞાન આપે છે.


પ્રભુના શબ્દથી આકાશો અને તેમના મુખની આજ્ઞાથી સૂર્ય, ચંદ્ર અને સર્વ તારાગણો ઉત્પન્‍ન થયા.


તે બોલ્યા કે સૃષ્ટિ ઉત્પન્‍ન થઈ; તેમણે આજ્ઞા કરી કે તે અસ્તિત્વમાં આવી.


વાદળાં પાણીથી ભરેલાં હશે તો તે ભૂમિ પર જરૂર વરસશે. વૃક્ષ ચાહે દક્ષિણ તરફ પડે કે ઉત્તર તરફ પડે; તે જ્યાં પડે ત્યાં જ રહેશે.


પ્રભુ તો પૃથ્વીથી ઊંચે, આકાશના ધુમ્મટની ઉપર રાજ્યાસન પર બિરાજે છે. તેમની દષ્ટિમાં પૃથ્વીવાસીઓ તીડ જેવા છે. તે પડદાની માફક આકાશોને વિસ્તારે છે અને રહેવાના તંબુની જેમ તેમને પ્રસારે છે.


પરંતુ યાહવે તો સાચા ઈશ્વર છે; તે જીવંત ઈશ્વર છે, અને સનાતન રાજા છે. તેમના કોપથી પૃથ્વી ધ્રૂજે છે અને વિદેશી પ્રજાઓ તેમનો રોષ સહી શક્તી નથી.


પ્રભુએ પોતાના સામર્થ્યથી પૃથ્વીની રચના કરી, પોતાના જ્ઞાનથી તેમણે તેને સંસ્થાપિત કરી; અને પોતાની પ્રજ્ઞાથી આકાશને વિસ્તાર્યું છે.


આકાશોને પ્રસારનાર, પૃથ્વીને ઉત્પન્‍ન કરનાર અને માણસને જીવન બક્ષનાર પ્રભુ તરફથી ઇઝરાયલ માટેનો આ સંદેશ છે.


તેઓ જાણી જોઈને આ સત્ય ભૂલી જાય છે કે ઘણા સમય પહેલાં ઈશ્વરની આજ્ઞાથી આકાશ અને પૃથ્વીનું સરજન કરવામાં આવ્યું હતું. પૃથ્વી પાણીમાંથી નીકળી આવી હતી અને પાણીમાં ધરી રખાઈ હતી.


Lean sinn:

Sanasan


Sanasan