Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 1:3 - પવિત્ર બાઇબલ C.L.

3 ત્યારે ઈશ્વરે કહ્યું, “પ્રકાશ થાઓ,” એટલે પ્રકાશ થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને ઈશ્વરે કહ્યું, “અજવાળું થાઓ”, ને અજવાળું થયું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ઈશ્વરે કહ્યું, “ત્યાં અજવાળું થાઓ” અને અજવાળું થયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ત્યારે દેવે કહ્યું, “પ્રકાશ પ્રગટો” અને પ્રકાશ પ્રગટયો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 1:3
22 Iomraidhean Croise  

આકાશ તથા પૃથ્વીના સર્જનનું આ વર્ણન છે. પ્રભુ પરમેશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્‍ન કર્યાં.


જુઓ, ઈશ્વર આકાશમાં વીજળી ચમકાવે છે, અને મહાસાગરોનાં તળિયાંને અંધકારથી છાઈ દે છે.


પ્રકાશના ઉદ્ગમસ્થાનનો માર્ગ ક્યાં છે? અંધકારનું રહેઠાણ ક્યાં છે?


તમે વસ્ત્રની જેમ પ્રકાશ પરિધાન કર્યો છે; તમે તંબૂની જેમ આકાશને વિસ્તાર્યું છે.


યાહવે જ એકમાત્ર ઈશ્વર છે. તેમણે આપણને પ્રકાશ આપ્યો છે. વેદીનાં શિંગો સાથે પર્વના બલિદાનને દોરડાંથી બાંધો.


તે સર્વ યાહવેના નામની સ્તુતિ કરે, કારણ, તેમની આજ્ઞા વડે તેઓ સર્જાયાં.


પ્રભુના શબ્દથી આકાશો અને તેમના મુખની આજ્ઞાથી સૂર્ય, ચંદ્ર અને સર્વ તારાગણો ઉત્પન્‍ન થયા.


તે બોલ્યા કે સૃષ્ટિ ઉત્પન્‍ન થઈ; તેમણે આજ્ઞા કરી કે તે અસ્તિત્વમાં આવી.


ઈશ્વરની ભલાઈ નેકજનો પર પ્રકાશની જેમ ચમકે છે અને સરળ દયના લોકો આનંદ કરે છે.


હું પ્રકાશનો ર્ક્તા છું અને અંધકારનો સર્જક છું. આશિષ અને આફત એ બન્‍ને ઉતારનાર હું જ છું. હું પ્રભુ એ બધું કરું છું.


હવે પછી તને પ્રકાશ આપવા દિવસે સૂર્યની કે રાત્રે ચંદ્રની જરૂર પડશે નહિ; કારણ, હું પ્રભુ તારો કાયમનો પ્રકાશ બની રહીશ. હું તારો ઈશ્વર તારું ગૌરવ બની રહીશ.


ઈસુએ પોતાના હાથ લંબાવીને તેને સ્પર્શ કર્યો અને કહ્યું, હું ઇચ્છું છું, તું શુદ્ધ થા. અને તરત જ તે રક્તપિત્તમાંથી સાજો થયો.


આ પ્રકાશ અંધકારમાં પ્રકાશે છે, અને અંધકાર તેને કદી હોલવી શક્તો નથી.


ખરો પ્રકાશ તો એ હતો કે જે દુનિયામાં આવે છે અને સઘળા માણસો પર પ્રકાશે છે.


આટલું બોલીને તેમણે મોટે સાદે બૂમ પાડી, “લાઝરસ, બહાર આવ!”


ન્યાયચુકાદાનો આધાર આવો છે: પ્રકાશ દુનિયામાં આવ્યો છે, પરંતુ લોકોને પ્રકાશ કરતાં અંધકાર વધારે ગમે છે; કારણ, તેમનાં કાર્યો ભૂંડાં છે.


“અંધકારમાં પ્રકાશ થાઓ,” એવું ફરમાન કરનાર ઈશ્વરે જ તેમનો પ્રકાશ આપણાં હૃદયોમાં પાડયો છે; જેથી ખ્રિસ્તના મુખ પર પ્રકાશતા ઈશ્વરના ગૌરવના જ્ઞાનનો પ્રકાશ આપણને પ્રાપ્ત થાય.


કારણ, જે સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે તે પ્રકાશમય બની જાય છે. તેથી જ કહ્યું છે કે, “ઓ ઊંઘનાર જાગ, અને મરણમાંથી સજીવન થા! એટલે ખ્રિસ્ત તારા પર પ્રકાશ પાડશે.”


એક સમયે તમે અંધકારમાં હતા, પણ હવે પ્રભુના લોક બન્યા હોવાથી તમે પ્રકાશમાં છો. તેથી તમારે પ્રકાશના લોક તરીકે જીવવાનું છે.


માત્ર તે જ અવિનાશી છે, કોઈથી પાસે જઈ ના શકાય તેવા પ્રકાશમાં રહે છે; કોઈએ તેમને કદી જોયા નથી અને જોઈ શકતું પણ નથી. તેમને મહિમા અને સાર્વકાલિક અધિકાર હો; આમીન.


ઈશ્વરના પુત્ર મારફતે અમે જે સંદેશો સાંભળ્યો અને જે અમે તમને જાહેર કરીએ છીએ તે આ છે: ઈશ્વર પ્રકાશ છે અને તેમનામાં અંધકાર છે જ નહિ.


છતાં હું તમને જે આજ્ઞા લખું છું તે નવી છે, અને તેનું સત્ય ખ્રિસ્તમાં અને તમારામાં પ્રગટ થયેલું છે. કારણ, અંધકાર ચાલ્યો જાય છે અને હવે સાચો પ્રકાશ પ્રકાશી રહ્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan