Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 1:28 - પવિત્ર બાઇબલ C.L.

28 ઈશ્વરે તેમને આશિષ આપતાં કહ્યું, “ફળવંત થાઓ, વૃદ્ધિ પામો અને પૃથ્વીને ભરપૂર કરો તથા તેને વશ કરો. સમુદ્રનાં માછલાં પર, આકાશનાં પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારાં બધાં પ્રાણીઓ પર અધિકાર ચલાવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો. અને ઈશ્વરે તેઓને કહ્યું, “સફળ થાઓ, ને વધો, ને પૃથ્વીને ભરપૂર કરો, ને તેને વશ કરો, અને સમુદ્રોનાં માછલાં પર તથા આકાશનાં પક્ષીઓ પર, તથા પૃથ્વી પર ચાલનારા સર્વ પ્રાણીઓ પર અમલ ચલાવો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 ઈશ્વરે તેઓને આશીર્વાદ આપ્યો અને તેઓને કહ્યું કે, “સફળ થાઓ અને વધતાં જાઓ. પૃથ્વીને ભરપૂર કરો અને તેને વશ કરો. સમુદ્રનાં માછલાં પર, આકાશના પક્ષીઓ પર, પૃથ્વી પર ચાલનારાં સઘળાં પ્રાણીઓ પર અમલ ચલાવો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 દેવે તેઓને આશીર્વાદ આપ્યા. દેવે તેઓને કહ્યું, “ઘણાં સંતાનો પ્રાપ્ત કરો, પૃથ્વીને ભરી દો અને તેનું નિયંત્રણ કરો. સાગરનાં માંછલાં પર અને આકાશના પક્ષીઓ પર શાસન કરો. પૃથ્વી પરનાં પ્રત્યેક જીવ પર શાસન કરો.”

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 1:28
28 Iomraidhean Croise  

પછી ઈશ્વરે તેમને આશિષ આપતાં કહ્યું, “ફળવંત થાઓ, વૃદ્ધિ પામો અને સમુદ્રનાં પાણીને ભરપૂર કરો. પક્ષીઓ પણ પૃથ્વી પર પુષ્કળ પ્રમાણમાં વધો.”


હું તેને આશિષ આપીશ અને તેને પેટે તને એક પુત્ર થશે. હું તેને સાચે જ આશિષ આપીશ અને તે પ્રજાઓની માતા બનશે; તેના વંશજોમાંથી પ્રજાઓના રાજાઓ ઊભા થશે.”


ઇશ્માએલ વિષે પણ મેં તારી અરજ સાંભળી છે. જો, હું તેને આશિષ આપીશ, તેની વંશવૃદ્ધિ કરીશ અને તેના વંશજોની સંખ્યા ઘણી વધારીશ. તે બાર કુળના પ્રથમ પૂર્વજોનો પિતા થશે અને તેનાથી હું એક મોટી પ્રજા ઊભી કરીશ.


તેમણે રિબકાને આશિષ આપતાં કહ્યું, “અમારી બહેન, તું કરોડો વંશજોની માતા થજે અને તારા વંશજો દુશ્મનોનાં નગરો કબજે કરજો.”


તે જ રાત્રે પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, “હું તારા પિતા અબ્રાહામનો ઈશ્વર છું. ગભરાઈશ નહિ, કારણ, હું તારી સાથે છું, મારા સેવક અબ્રાહામની ખાતર હું તને આશિષ આપીશ અને તારા વંશજોની વૃદ્ધિ કરીશ.”


એસાવે સામે નજર કરી તો સ્ત્રીઓ તથા બાળકોને જોયાં. ત્યારે તેણે પૂછયું, “આ તારી સાથે કોણ છે?” યાકોબે કહ્યું, “એ તો ઈશ્વરે કૃપા કરીને તમારા સેવકને આપેલાં બાળકો છે.”


તેમણે તેમનું પુરુષ તથા સ્ત્રી તરીકે સર્જન કર્યું, તેમને આશિષ આપી અને તેમનું નામ ‘માણસ’ પાડયું.


પૃથ્વીના પટ પર માનવવસ્તી વધવા લાગી અને માણસોને પુત્રીઓ પણ થઈ


તારી સાથે સર્વ સજીવો એટલે પક્ષીઓ, ઢોરઢાંક અને પેટે ચાલનારા જીવોને પણ બહાર લાવ, જેથી પૃથ્વીમાં તેમની વંશવૃદ્ધિ થાય અને આખી પૃથ્વી પર તેઓ ફેલાઈ જાય.


ઈશ્વરે નૂહ અને તેના પુત્રોને આશિષ આપતાં કહ્યું, “વંશવૃદ્ધિ કરો, સંખ્યામાં વધો અને આખી પૃથ્વીને તમારા વંશજોથી ભરપૂર કરો.


“તો હવે તમે વંશવૃદ્ધિ કરો, સંખ્યામાં વધો અને આખી પૃથ્વીને તમારા વંશજોથી ભરપૂર કરો.”


આમ્મીએલ, ઈસ્સાખાર, પુલ્લથાય.


પણ યાબેસે ઇઝરાયલના ઈશ્વરને પ્રાર્થના કરી, “હે ઈશ્વર, મને આશિષ આપો અને મારી ભૂમિ વિસ્તારો; મારી સાથે રહો અને મને કંઈ હાનિ ન પહોંચે તે માટે સઘળી આપત્તિથી મને બચાવી રાખો.” ઈશ્વરે તેની પ્રાર્થના માન્ય રાખી.


તેની પ્રચંડ શક્તિ પર શું તું આધાર રાખી શકે? અને તારું ભારે કામ શું તેની પાસે કરાવી શકીશ?


પ્રભુએ યોબને તેની આગલી અવસ્થાના કરતાં તેની પાછળની અવસ્થામાં વિશેષ આશીર્વાદ આપ્યો. હવે તેની પાસે ચૌદ હજાર ઘેટાં, છ હજાર ઊંટ, બળદની એક હજાર જોડ અને હજાર ગધેડીઓ થયાં.


ઈશ્વરની આશિષથી તેમની સંતતિમાં ખૂબ વૃદ્ધિ થાય છે. વળી, તે તેમના પશુધનને પણ ઘટવા દેતા નથી.


આકાશોનાં આકાશો પ્રભુનાં છે, પણ પૃથ્વી તો તેમણે માનવજાતને આપી છે.


આકાશ અને પૃથ્વી ઈશ્વરનું સ્તવન કરો, સમુદ્રો અને તેમાંનાં સર્વ જળચરો તેમની સ્તુતિ કરો;


ઘેટાંબકરાં, ગાયભેંસ અને વન્ય પશુઓ;


આકાશોને ઉત્પન્‍ન કરનાર એ જ એક માત્ર ઈશ્વર છે. પૃથ્વીને ઘડનાર અને બનાવનાર પણ તે જ છે; તેમણે જ એને સ્થાપન કરી છે. તેમણે એને નિર્જન રહેવા દેવા નહિ, પણ માણસોને વસવા માટે બનાવી છે. એવા પ્રભુ કહે છે, “હું પ્રભુ છું અને મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.


હું તમને આશિષ આપીશ, તમારો વંશ વધારીશ અને તમે વૃદ્ધિ પામશો. તમારી સાથેના મારા કરારનું હું પાલન કરીશ.


લગ્ન ન કરવું જોઈએ અને અમુક ખોરાક ન ખાવો જોઈએ તેવું આ માણસો શીખવે છે. પણ વિશ્વાસીઓ અને સત્યને જાણનારાઓએ આભારની પ્રાર્થના કરી, ઈશ્વરે ઉત્પન્‍ન કરેલો ખોરાક ખાવો જોઈએ.


Lean sinn:

Sanasan


Sanasan