Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 1:2 - પવિત્ર બાઇબલ C.L.

2 ત્યારે પૃથ્વી આકારરહિત અને ખાલી હતી. જલનિધિ પર અંધકાર હતો. પાણીની સપાટી પર ઈશ્વરનો આત્મા ધુમરાઈ રહ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી; અને જળનિધિ પર અંધારું હતું; અને ઈશ્વરનો આત્મા પાણી પર હાલતો થયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પૃથ્વી અસ્તવ્યસ્ત તથા ખાલી હતી. પાણી પર અંધારું હતું. ઈશ્વરનો આત્મા પાણી પર ફરતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પૃથ્વી ખાલી અને અસ્તવ્યસ્ત હતી. જમીન પર કશું જ ન હતું. સમુદ્ર પર અંધકાર છવાયેલો હતો અને દેવનો આત્માં પાણી પર હાલતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 1:2
17 Iomraidhean Croise  

પરંતુ આ તો તેમનાં પરાક્રમની ઝલક માત્ર છે; આપણે તો એનો મંદ રણકાર જ સાંભળીએ છીએ, પણ તેમના સામર્થ્યની ગર્જના કોણ જીરવી શકે?”


ઈશ્વર ઉત્તરદિશાને અવકાશમાં વિસ્તારે છે, અને પૃથ્વીને શૂન્યાવકાશમાં લટકાવે છે.


મેં જ સમુદ્રને વાદળાંનું વસ્ત્ર ઓઢાડયું હતું, અને તેને ગાઢ ધૂમ્મસનાં લૂગડાંમાં લપેટયો હતો.


તે પોતાની પાછળ પ્રકાશિત શેરડા પાડે છે, અને પાતાળનાં પાણી સફેદ ફીણવાળાં કરી નાખે છે.


તમે તમારો શ્વાસ મોકલો ત્યારે તેઓ ઉત્પન્‍ન થાય છે અને એમ તમે પૃથ્વીની સપાટીને નવું જીવન બક્ષો છો.


મહાસાગર પૃથ્વી પર જામાની જેમ પથરાયેલો હતો, અને પાણીથી પર્વતનાં શિખરો પણ ઢંક્યેલાં હતાં.


તેમણે ઊંડી જળરાશિ પર પૃથ્વીને સ્થાપી છે; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.


પૃથ્વી પર વસનારા, પ્રભુની સ્તુતિ કરો; જળ રાક્ષસો અને સર્વ ઊંડાણો;


પ્રભુના શબ્દથી આકાશો અને તેમના મુખની આજ્ઞાથી સૂર્ય, ચંદ્ર અને સર્વ તારાગણો ઉત્પન્‍ન થયા.


મારો જન્મ થયો ત્યારે જળનિધિઓય નહોતા, કે જળસભર ઝરાઓય નહોતા.


જેમ પક્ષી પાંખો પ્રસારી બચ્ચાનું રક્ષણ કરે છે તેમ હું સર્વસમર્થ પ્રભુ યરુશાલેમ પર આચ્છાદન કરીને તેનો બચાવ કરીશ અને તેની વહારે આવીને તેનું રક્ષણ કરીશ.”


આકાશોને ઉત્પન્‍ન કરનાર એ જ એક માત્ર ઈશ્વર છે. પૃથ્વીને ઘડનાર અને બનાવનાર પણ તે જ છે; તેમણે જ એને સ્થાપન કરી છે. તેમણે એને નિર્જન રહેવા દેવા નહિ, પણ માણસોને વસવા માટે બનાવી છે. એવા પ્રભુ કહે છે, “હું પ્રભુ છું અને મારા સિવાય બીજો કોઈ ઈશ્વર નથી.


મેં પૃથ્વીને જોઈ, તો તે ઉજ્જડ અને ખાલી હતી. આકાશ તરફ જોયું તો ત્યાં પ્રકાશ નહોતો.


નિનવેનો નાશ થયો છે. તે નિર્જન અને ઉજ્જડ બની ગયું છે. હૃદયો બીકથી પીગળી ગયાં છે, ધૂંટણો થરથર ધ્રૂજે છે, શક્તિ ઓસરી ગઈ છે, ચહેરાઓ ફિક્કા પડી ગયા છે.


“અંધકારમાં પ્રકાશ થાઓ,” એવું ફરમાન કરનાર ઈશ્વરે જ તેમનો પ્રકાશ આપણાં હૃદયોમાં પાડયો છે; જેથી ખ્રિસ્તના મુખ પર પ્રકાશતા ઈશ્વરના ગૌરવના જ્ઞાનનો પ્રકાશ આપણને પ્રાપ્ત થાય.


જેમ ગરૂડ માળાને હચમચાવી નાખે છે અને પછી પડતાં બચ્ચાંની ઉપર ઊડયા કરે છે અને છેવટે પોતાની પાંખો પ્રસારીને તેમને ઝીલી લે છે, તેમ પ્રભુએ તેમને ઊંચકી લીધા.


Lean sinn:

Sanasan


Sanasan