Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ઉત્પત્તિ 1:16 - પવિત્ર બાઇબલ C.L.

16 આમ, ઈશ્વરે બે મોટી જ્યોતિઓ ઉત્પન્‍ન કરી: દિવસ પર અમલ ચલાવવા સૂર્ય અને રાત પર અમલ ચલાવવા ચંદ્ર. વળી, તેમણે તારાઓ પણ ઉત્પન્‍ન કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને ઈશ્વરે દિવસ પર અમલ ચલાવનારી એક મોટી જ્યોતિ ને રાત પર અમલ ચલાવનારી એક તેનાથી નાની જ્યોતિ એવી બે મોટી જ્યોતિ બનાવી. અને તારાઓને પણ બનાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 ઈશ્વરે જ્યોતિ આપવા માટે બે મોટી પ્રકાશ બનાવી. દિવસ પર અમલ ચલાવનારી એક મોટી પ્રકાશ અને રાત પર અમલ ચલાવનારી તેનાથી નાની એક પ્રકાશ બનાવી. તેમણે તારાઓ પણ બનાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 પછી દેવે બે મોટી જયોતિઓ બનાવી. દેવે તેમાંની મોટી જયોતિને દિવસ પર અમલ કરવા બનાવી અને નાની જયોતિને રાત પર અમલ કરવા બનાવી. દેવે તારાઓ પણ બનાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac




ઉત્પત્તિ 1:16
22 Iomraidhean Croise  

પૃથ્વીને પ્રકાશ આપવા આ જ્યોતિઓ આકાશમાં પ્રકાશિત થાઓ.” એટલે એમ થયું.


જો મેં ઊગતા સૂર્યનાં, અથવા ચાંદનીમાં સરક્તા ચંદ્રનાં પૂજ્યભાવે દર્શન કર્યાં હોય,


સર્જનની સવારે તારાઓએ સમૂહગાન ગાયું અને સ્વર્ગદૂતોએ હર્ષનાદ કર્યો ત્યારે તું ક્યાં હતો?


સૂર્ય તથા ચંદ્ર, તમે તેમની સ્તુતિ કરો; હે પ્રકાશિત તારાગણો, તેમની સ્તુતિ કરો.


તે સર્વ યાહવેના નામની સ્તુતિ કરે, કારણ, તેમની આજ્ઞા વડે તેઓ સર્જાયાં.


આકાશના એક છેડે સૂર્ય ઊગે છે, અને પરિક્રમણ કરીને તે બીજે છેડે પહોંચે છે; તેની ઉષ્ણતાથી કશું સંતાઈ શકતું નથી.


દિવસ તમારો છે અને રાત્રિ પણ તમારી છે; તમે જ સૂર્યને અને જ્યોતિઓને તેમને સ્થાને ગોઠવ્યાં છે.


જ્યારે હું તમારે હાથે રચેલા આકાશને, અને તમે તેમાં ગોઠવેલા ચંદ્ર અને તારાઓને નિહાળું છું,


આકાશના તારાઓ અને નક્ષત્રો પ્રકાશ આપશે નહિ. સૂર્ય તો ઊગશે ત્યારે જ અંધકારમય હશે અને ચંદ્ર પ્રકાશ આપશે નહિ.


ચંદ્રનો પ્રકાશ ઝાંખો પડશે અને સૂર્ય પ્રકાશશે નહિ. કારણ, સર્વસમર્થ પ્રભુ રાજા બનશે. તે યરુશાલેમમાં સિયોન પર્વત પરથી રાજ કરશે અને લોકોના આગેવાનો તેમનું ગૌરવ જોશે.


તમારી દષ્ટિ આકાશ તરફ ઊંચી કરી નિહાળો! આ બધાંને કોણે બનાવ્યા છે? તે બધાં નક્ષત્રોને તેમની નિયત સંખ્યા પ્રમાણે સૈન્યની જેમ દોરે છે અને પ્રત્યેક નક્ષત્રને નામ દઈને બોલાવે છે. તેમનાં મહાન સામર્થ્ય અને અગાધ શક્તિને લીધે બોલાવેલા નક્ષત્રોમાંથી એક પણ તારો ખૂટતો નથી.


હું પ્રકાશનો ર્ક્તા છું અને અંધકારનો સર્જક છું. આશિષ અને આફત એ બન્‍ને ઉતારનાર હું જ છું. હું પ્રભુ એ બધું કરું છું.


જે પ્રભુ દિવસે પ્રકાશ આપવા માટે સૂર્યને અને રાત્રે પ્રકાશ આપવા માટે ચંદ્ર અને નક્ષત્રોને તેમની કક્ષામાં પરિભ્રમણ કરાવે છે, અને સમુદ્રને એવો ખળભળાવે છે કે તેનાં મોજાં ગર્જી ઊઠે, તેમનું નામ સેનાધિપતિ યાહવે છે;


તમારા તેજીલાં બાણોના ઝબકારાથી અને ચમક્તા ભાલાના ચળક્ટથી સૂર્ય અને ચંદ્ર થંભી ગયા.


આ દિવસોની વિપત્તિઓ પછી તરત જ સૂર્ય પોતાનું તેજ ગુમાવશે અને ચંદ્ર પ્રકાશશે નહિ. આકાશમાંથી તારાઓ ખરશે અને આકાશનાં નક્ષત્રો તેમના માર્ગમાંથી હટાવાશે.


બપોરના સમયે સમગ્ર દેશ પર ત્રણ કલાક સુધી અંધકાર છવાઈ ગયો.


સૂર્યને તેનું પોતાનું તેજ છે; ચંદ્રને બીજી જાતનું તેજ છે; આકાશના તારાઓનું તેજ પણ જુદું હોય છે; અને એક તારાથી બીજા તારાનું તેજ પણ જુદું હોય છે.


વળી, ઉપર આકાશમાં દૃષ્ટિ કરીને તમે સૂર્ય, ચંદ્ર, તારા તથા સમગ્ર નક્ષત્રમંડળ જુઓ ત્યારે તેમની પૂજા કરવા લલચાશો નહિ. એ બધાં તો તમારા ઈશ્વર પ્રભુએ બીજી પ્રજાઓને પૂજા માટે વહેંચી આપ્યાં છે!


નગરને સૂર્ય કે ચંદ્રના પ્રકાશની જરૂર નથી. કારણ, ઈશ્વરનું ગૌરવ તેના પર પ્રકાશે છે અને હલવાન તે નગરનો દીવો છે.


Lean sinn:

Sanasan


Sanasan