Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગલાતીઓ 6:6 - પવિત્ર બાઇબલ C.L.

6 ખ્રિસ્તી સંદેશનું શિક્ષણ લેતા માણસે પોતાના શિક્ષકને સર્વ સારી બાબતોમાંથી ભાગ આપવો જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 સુવાર્તા વિષે જે શીખનાર‌ છે તેણે શીખવનારને સર્વ સારાં વાનાંમાંથી હિસ્‍સો આપવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 સુવાર્તા વિષે જે શીખનાર છે તેણે શીખવનારને સર્વ સારી ચીજવસ્તુમાંથી હિસ્સો આપવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 જે વ્યક્તિ દેવનો ઉપદેશ શીખી રહી છે તેણે પોતાની પાસે જે કઈ સારા વાનાં છે તેમાંથી તેના શીખબનારને હિસ્સો આપવો જોઈએ.

Faic an caibideil Dèan lethbhreac




ગલાતીઓ 6:6
9 Iomraidhean Croise  

નિયમશાસ્ત્રમાં ઠરાવ્યા પ્રમાણે અમે પ્રત્યેક અમારા પોતાના પ્રથમ જન્મેલા પુત્રને યજ્ઞકારો પાસે મંદિરમાં લઈ જઈને તેનું ઈશ્વરને સમર્પણ કરીશું. અમે પ્રત્યેક અમારી ગાયોને જન્મેલા પ્રથમ વાછરડાનું અને અમારાં ઘેટાં અને બકરાંને જન્મેલાં પ્રથમ હલવાન કે બચ્ચાનું પણ સમર્પણ કરીશું.


તમે અને તમારાં કુટુંબો ગમે ત્યાં બેસીને તે ખાઈ શકશો. મુલાકાતમંડપમાંની તમારી સેવાનું એ વેતન છે.


મુસાફરીને માટે થેલી ન રાખો; વધારાનું ખમીસ, ચંપલ કે લાકડી ન લો. કામ કરનાર પાલનપોષણને યોગ્ય છે.


તેમણે જાતે જ આ પગલું ભર્યું છે. ખરું જોતાં, તેઓ તેમના દેવાદાર છે. કારણ, યહૂદીઓએ તેમની આત્મિક આશિષોમાં બિનયહૂદીઓને ભાગીદાર બનાવ્યા છે. તેથી બિનયહૂદીઓએ પણ તેમને ભૌતિક બાબતોમાં મદદ કરવી જોઈએ.


તમે એ દેશમાં વાસ કરો ત્યાં સુધી લેવીઓનો ત્યાગ ન કરો તે માટે તમે પોતે સાવધ રહેજો.


શુભસંદેશ જાહેર કર; અનુકૂળ કે પ્રતિકૂળ સમયે પણ તે માટે તત્પર રહે. ખોટી માન્યતાઓને પડકારજે, લોકોની ભૂલો સુધારજે અને તેમને પ્રોત્સાહન આપજે તથા પૂરી ધીરજથી ઉપદેશ કરજે.


Lean sinn:

Sanasan


Sanasan