Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગલાતીઓ 5:2 - પવિત્ર બાઇબલ C.L.

2 હું પાઉલ તમને આ જણાવું છું. જો તમે સુન્‍નત કરાવો, તો તમને ખ્રિસ્તથી કંઈ ફાયદો થવાનો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 જુઓ, હું પાઉલ તમને કહું છું કે, જો તમે સુન્‍નત કરાવો તો તમને ખ્રિસ્તથી કંઈ લાભ થવાનો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 જુઓ, હું પાઉલ, તમને કહું છું કે, જો તમે સુન્નત કરાવો છો, તો તમને ખ્રિસ્તથી કંઈ લાભ થવાનો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 સાંભળો! હું પાઉલ છું. હું તમને કહું છું કે સુન્નત કરાવીને તમે નિયમ તરફ પાછા ફરશો, તો પણ તમને ખ્રિસ્તનું કોઈ મહત્વ નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગલાતીઓ 5:2
16 Iomraidhean Croise  

યહૂદિયાથી કેટલાક માણસો અંત્યોખ આવ્યા અને ભાઈઓને શીખવવા લાગ્યા, “મોશેના નિયમશાસ્ત્રની માગણી પ્રમાણે તમે સુન્‍નત ન કરાવો ત્યાં સુધી તમે ઉદ્ધાર પામી શકો નહિ.”


અમારા સાંભળવામાં આવ્યું છે કે અમારી સંગતમાંના કેટલાક માણસો નીકળી પડયા છે અને તેમના શિક્ષણથી તમારામાં મુશ્કેલી અને મૂંઝવણ પેદા થઈ છે; પણ આ અંગે કોઈ સૂચનાઓ અમારા તરફથી આપવામાં આવી નથી.


પણ ફરોશી પક્ષના કેટલાક વિશ્વાસીઓએ ઊભા થઈને કહ્યું, “તેમની સુન્‍નત તો થવી જ જોઈએ અને મોશેનું નિયમશાસ્ત્ર પાળવાનું તેમને ફરમાવવું જોઈએ.”


મારા પોતાના હાથથી હું આ લખું છું, “પાઉલની શુભેચ્છા!”


હું પાઉલ તમને વ્યક્તિગત વિનંતી કરું છું: મારે વિષે એવું કહેવાય છે કે, જ્યારે હું તમારી સાથે હોઉં છું, ત્યારે માયાળુ અને નમ્ર હોઉં છું; પણ જ્યારે દૂર હોઉં છું, ત્યારે તમારા પ્રત્યે કડક વલણ દાખવું છું. પણ હું ખ્રિસ્તની નમ્રતા અને ભલાઈથી વિનંતી કરું છું:


ભાઈઓ, સુન્‍નત જરૂરી છે એવું હું હજી જાહેર કરતો હોઉં તો મારી હજી સતાવણી કેમ કરવામાં આવે છે? જો એમ જ હોય, તો પછી ખ્રિસ્તના ક્રૂસનો સંદેશો ઠોકરરૂપ ક્યાંથી હોય?


ખ્રિસ્ત ઈસુની સાથેના સંબંધમાં સુન્‍નત કરાવવાથી કે સુન્‍નત ન કરાવવાથી કશો ફેર પડતો નથી; પ્રેમ દ્વારા કાર્ય કરનાર વિશ્વાસ જ મહત્ત્વની બાબત છે.


અમે તમારી પાસે ફરી આવવા માગતા હતા, અને મેં પાઉલે ઘણીવાર આવવા પ્રયત્ન કર્યો, પણ શેતાને અમને આવવા દીધા નહિ.


આ શબ્દો હું મારા પોતાના હાથથી લખું છું: “હું પાઉલ એ દેવું ભરપાઈ કરી આપીશ.” તું તારા સમગ્ર જીવનને માટે મારો દેવાદાર છે તે વિષે તો હું તને કહેતો જ નથી!


પણ એને બદલે પ્રેમ મને વિનંતી કરવાની ફરજ પાડે છે. હું પાઉલ, ઈસુ ખ્રિસ્તનો રાજદૂત અને તેમને માટે હાલ કેદી હોવા છતાં આમ કરું છું.


કારણ, તેમની જેમ આપણે પણ શુભસંદેશ સાંભળ્યો છે. તેમણે સંદેશો સાંભળ્યો, પણ તેનાથી તેમને કંઈ લાભ થયો નહીં. કારણ, તેમણે તે સાંભળીને તેનો વિશ્વાસ સહિત સ્વીકાર કર્યો નહીં.


Lean sinn:

Sanasan


Sanasan