Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગલાતીઓ 5:12 - પવિત્ર બાઇબલ C.L.

12 મારી તો એવી ઇચ્છા છે કે તમને સુન્‍નત કરાવવા અંગે ભમાવનારા જાતે જ કપાઈ જાય તો કેવું સારું!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જેઓ તમને ભમાવે છે, તેઓ પોતપોતાને કાપી નાખે તો કેવું સારું!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 જેઓ તમને ગેરમાર્ગે દોરે છે, તેઓ પોતપોતાને કાપી નાખે તો કેવું સારું!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 હું ઈચ્છું છું કે જે લોકો તમારી કનડગત કરે છે તેઓ સુન્નતની સાથે ખમીરનો પણ સમાવેશ કરશે.

Faic an caibideil Dèan lethbhreac




ગલાતીઓ 5:12
18 Iomraidhean Croise  

તમારામાંથી જે પુરુષે સુન્‍નત કરાવી ન હોય તેનો મારા લોકમાંથી બહિષ્કાર કરવો; કારણ, તેણે મારો કરાર તોડયો છે.”


લાબાને કહ્યું, “ભલે, તારી વાત મને મંજૂર છે.”


પ્રભુએ કહ્યું, “સાત દિવસ સુધી તમારે ખમીરરહિત રોટલી ખાવી. પર્વના પ્રથમ દિવસથી જ તમારે તમારાં ઘરમાંથી ખમીર દૂર કરવું; આ સાત દિવસ દરમ્યાન જો કોઈ વ્યક્તિ ખમીરવાળી રોટલી ખાય તો તેનો ઇઝરાયલી સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવે.


જો કોઈ વ્યક્તિ તેના જેવું તેલ બનાવે અથવા યજ્ઞકાર સિવાયની વ્યક્તિ માટે તેનો ઉપયોગ કરે તો તે મારા લોકમાંથી દૂર કરાશે.”


જો કોઈ આરોનવંશી યજ્ઞકાર પોતે અશુદ્ધ હોવા છતાં ઇઝરાયલી લોક મને જે પવિત્ર અર્પણો ચડાવે છે તેમની નજદીક આવે તો તેણે કદી મારી વેદીની સેવા કરવી નહિ. આ તો વંશપરંપરાગત પાળવાનો કાયમી નિયમ છે. હું પ્રભુ છું.


તેમણે પ્રત્યુત્તર આપતાં કહ્યું, “તું તો પૂરેપૂરો પાપમાં જનમ્યો અને ઊછર્યો છે, અને પાછો અમને શીખવે છે?” અને તેમણે તેને કાઢી મૂક્યો.


અમારા સાંભળવામાં આવ્યું છે કે અમારી સંગતમાંના કેટલાક માણસો નીકળી પડયા છે અને તેમના શિક્ષણથી તમારામાં મુશ્કેલી અને મૂંઝવણ પેદા થઈ છે; પણ આ અંગે કોઈ સૂચનાઓ અમારા તરફથી આપવામાં આવી નથી.


એ સાંભળતાંની સાથે જ અનાન્યાએ ઢળી પડીને પ્રાણ છોડયો અને એ સાંભળીને ઘણા લોકો ભયભીત થયા.


તેથી પિતરે તેને કહ્યું, “તમે બન્‍નેએ પ્રભુના આત્માની પરીક્ષા કરવાનો સંપ કેમ કર્યો? તારા પતિને દફનાવીને આવનાર માણસો બારણા આગળ આવી પહોંચ્યા છે; હવે તેઓ તને પણ લઈ જશે!”


જોકે ભાઈઓ હોવાનો ડોળ કરતા અને સંગતમાં જોડાયેલા કેટલાક માણસો તેની સુન્‍નત કરાવવા માગતા હતા. આ લોકો જાસૂસની માફક સંગતમાં ધૂસી ગયા છે, અને આપણે ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી આપણને મળેલી સ્વતંત્રતાની બાતમી મેળવવા માગે છે. તેઓ આપણને ફરીથી બંધનમાં લાવવા માગે છે.


પ્રભુમાં મને ભરોસો છે કે તમે મારા મંતવ્યથી જુદું મંતવ્ય નહિ અપનાવો. જે માણસ તમને ભરમાવે છે તે ગમે તે હોય; પણ ઈશ્વર તેને શિક્ષા કરશે.


“જેનાં વૃષણ કચડી નાખવામાં આવ્યાં હોય કે જેનાં ગૃહ્યાંગ કાપી નાખવામાં આવ્યાં હોય તેવા માણસને પ્રભુના લોકના સમાજમાં દાખલ કરવો નહિ.


પક્ષ પાડનાર વ્યક્તિ પહેલી અને બીજી ચેતવણી આપ્યા પછી પણ ન માને તો તેની સાથે સંબંધ રાખવો નહિ.


એને લીધે તો ઇઝરાયલીઓ પોતાના શત્રુઓ સામે ટકી શક્તા નથી. તેઓ તેમનાથી પીછેહઠ કરે છે; કારણ, તેઓ પોતે નાશપાત્ર બની ગયા છે. મના કરેલ અર્પિત વસ્તુનો તમે તમારામાંથી નાશ નહિ કરો, ત્યાં સુધી હવે હું તમારી વચ્ચે રહેવાનો નથી.


યહોશુઆએ તેને પૂછયું, “તું શા માટે અમારા પર આવી આફત લાવ્યો? હવે પ્રભુ તારા પર આફત લાવશે!” સર્વ લોકોએ આખાનને પથ્થરે માર્યો; તેમણે તેના કુટુંબીજનોને પણ પથ્થરે માર્યાં અને તેમને તથા તેમની માલમિલક્તને આગમાં બાળી નાખ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan