Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગલાતીઓ 3:15 - પવિત્ર બાઇબલ C.L.

15 ભાઈઓ, તો હું વ્યાવહારિક ઉદાહરણ આપું: જ્યારે બે વ્યક્તિ કોઈ બાબત સંબંધી સંમત થાય અને કરારનામા પર સહી કરે, ત્યાર પછી કોઈ તેને તોડી શકતું નથી કે તેમાં ઉમેરો કરી શકતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 ભાઈઓ, હું માણસની રીત પ્રમાણે કહું છું કે, માણસનો કરાર પણ જો નકકી થયેલો હોય તો તેને કોઈ રદ કરતો નથી અથવા તેમાં વધારો કરતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 ભાઈઓ, હું મનુષ્યની રીત પ્રમાણે કહું છું કે, મનુષ્યના સ્થાપિત થયેલા કરારને કોઈ રદ કરતો અથવા વધારતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 ભાઈઓ અને બહનો, મને એક ઉદાહરણ આપવા દો: એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે માન્ય કરાર કરે તે વિષે વિચારો. એક વાર ને માન્ય કરાર કાયદેસરનો બને પછી, કોઈ પણ વ્યક્તિ ને માન્ય કરારને અટકાવી નથી શકતી. અથવા તેમાં કશો ઉમેરો કરી શક્તી નથી.

Faic an caibideil Dèan lethbhreac




ગલાતીઓ 3:15
10 Iomraidhean Croise  

હા, અબ્રાહામ સાથે કરેલા પોતાના કરારને અને ઇસ્હાક આગળ લીધેલા શપથને તે યાદ રાખે છે.


થોડાક દિવસો પછી આશરે એક્સો વીસ વિશ્વાસીઓ એકત્ર થયા હતા. ત્યારે પિતરે ઊભા થઈને કહ્યું,


ભાઈઓ, જેમ બીજા વિધર્મીઓમાં મારા કાર્યનું પરિણામ આવે છે, તેમ તમારામાં પણ આવે તે માટે મેં ઘણીવાર તમારી મુલાકાત લેવાની ઇચ્છા રાખી, પણ દરેક વખતે કંઈ ને કંઈ અડચણ પડી છે.


પણ ઈશ્વર જે કરે છે તે સાચું છે એ વાત પણ આપણાં ભૂંડાં કાર્યોથી સ્પષ્ટ થતી હોય, તો આપણે કેવો અર્થ ઘટાવીશું? ઈશ્વર આપણા ઉપર કોપ કરવામાં અન્યાય કરે છે, એમ કહીશું?


તમારી સમજવાની નિર્બળતાને કારણે હું માનવી ભાષા વાપરું છું. એક સમયે તમે તમારી જાતને દુષ્ટ હેતુને માટે સંપૂર્ણ રીતે અશુદ્ધતા અને દુષ્ટતાને સોંપી દીધી હતી. હવે, તે જ રીતે પવિત્ર હેતુને માટે તમે તમારી જાતને સંપૂર્ણ રીતે સદાચારને સોંપી દો.


અહીં એફેસસમાં મેં “જંગલી પશુઓ” સાથે યુદ્ધ કર્યું છે! દુન્યવી ધોરણો મુજબ મને એનાથી શો લાભ થવાનો છે? જો મૂએલાં સજીવન થતાં જ નથી, તો કહેવતમાં કહ્યું છે તેમ, “ચાલો, આપણે ખાઈએ અને પીએ; કારણ, આવતી કાલે તો મરી જવાના છીએ.”


મારા ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા આત્માની સાથે રહો. આમીન.


ઈશ્વરે અબ્રાહામને વચન આપ્યું ત્યારે વચન મુજબ કરવાને તેમણે શપથ લીધા હતા. ઈશ્વર કરતાં બીજું કોઈ મોટું ન હોવાથી, તેમણે શપથ લેતી વખતે પોતાના જ નામનો ઉપયોગ કર્યો.


માણસ શપથ લે છે ત્યારે તે પોતા કરતાં બીજી કોઈ મહાન વ્યક્તિના નામનો ઉપયોગ કરે છે, અને એમ શપથ માણસો વચ્ચેના વિવાદનો નિકાલ લાવે છે.


કારણ, વસિયતનામું કરનાર વ્યક્તિ જીવે છે ત્યાં સુધી એ વસિયતનામાનો અમલ થઈ શક્તો નથી, પણ ફક્ત તેના મૃત્યુ પછી જ તેનો અમલ થઈ શકે.


Lean sinn:

Sanasan


Sanasan