Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગલાતીઓ 2:20 - પવિત્ર બાઇબલ C.L.

20 તેથી હવેથી હું જીવતો નથી, પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. હાલ જે જીવન હું જીવું છું તે ઈશ્વરપુત્ર પર વિશ્વાસ કરવા દ્વારા જ જીવું છું; તેમણે મારા પર પ્રેમ કર્યો અને મારે માટે પોતાનું જીવન અર્પી દીધું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો, પરંતુ હું જીવું છું, તોપણ હવેથી હું નહિ, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે; અને હવે દેહમાં જે મારું જીવન તે ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી જ છે. તેમણે મારા પર પ્રેમ રાખ્યો, અને મારે માટે પોતાનું અર્પણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો છું, પરંતુ હું જીવું છું, તોપણ હું નહિ, પણ મારામાં ખ્રિસ્ત જીવે છે; અને હવે મનુષ્યદેહમાં મારું જે જીવન છે તે ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી છે; તેમણે મારા પર પ્રેમ કર્યો અને મારે માટે પોતાનું અર્પણ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 જેથી જે જીવન અત્યારે હું જીવું છું તે હું નથી. તે ખ્રિસ્ત મારામાં જીવન જીવે છે. ભૌતિક શરીરથી હું જીવું છું. પરંતુ દેવના દીકરા (ઈસુ) પરના વિશ્વાસ થકી હું જીવું છું. ઈસુ એ છે કે જેણે મને પ્રેમ કર્યો. તેણે મારા ઉદ્ધાર માટે પોતાને અર્પણ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




ગલાતીઓ 2:20
65 Iomraidhean Croise  

હું મારા પ્રીતમની છું, તેની મરજી મારા ભણી વળેલી છે.


કારણ, માનવપુત્ર પણ સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને અને ઘણા લોકોના ઉદ્ધારની કિંમત તરીકે પોતાનું જીવન અર્પી દેવા આવ્યો છે.


શેતાન તેમની પાસે આવ્યો, અને કહ્યું, જો તું ઈશ્વરપુત્ર છે, તો આ પથ્થરને આજ્ઞા કર કે તે રોટલી બની જાય.


નાથાનાએલે જવાબ આપ્યો, “ગુરુજી, તમે ઈશ્વરના પુત્ર છો! તમે ઇઝરાયલના રાજા છો!”


“હું ઉત્તમ ધેટાંપાલક છું; ઉત્તમ ઘેટાંપાલક પોતાનાં ઘેટાંને માટે પોતાનો જીવ આપી દેવા તૈયાર હોય છે.


માણસ પોતાના મિત્રને માટે પોતાનું જીવન આપી દે તે કરતાં મોટો પ્રેમ બીજો કોઈ નથી


તેઓ બધા એક થાય. હે પિતા, જેમ તમે મારામાં વસો છો અને હું તમારામાં, તેમ તેઓ આપણામાં વસે; જેથી દુનિયા માને કે તમે મને મોકલ્યો છે.


ઈશ્વરે દુનિયા પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનોએક પુત્ર આપી દીધો; જેથી જે કોઈ તેમના પર વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક મરણ ન પામે, પરંતુ સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરે.


ઈશ્વરપિતા પોતાના પુત્ર પર પ્રેમ કરે છે અને તેમણે બધું તેમના અધિકાર નીચે મૂકાયું છે.


જીવતા પિતાએ મને મોકલ્યો છે અને તેમને લીધે જ હું જીવું છું. તે જ પ્રમાણે જે મને ખાશે તે મારે લીધે જીવશે.


હવે અમે વિશ્વાસ કરીએ છીએ અને અમને ખાતરી થઈ છે કે તમે જ ઈશ્વર તરફથી આવેલા પવિત્ર પુરુષ છો.”


તેઓ રસ્તે ચાલ્યા જતા હતા ત્યારે તેઓ એક જગ્યાએ આવ્યા, જ્યાં પાણી હતું. અધિકારીએ કહ્યું, “અહીં પાણી છે, તો પછી હું બાપ્તિસ્મા લઉં તેમાં શો વાંધો છે?”


તે સીધો જ ભજનસ્થાનોમાં ગયો અને ઈસુ વિષે પ્રચાર કરવા લાગ્યો. તેણે કહ્યું, “તે ઈશ્વરપુત્ર છે.”


શુભસંદેશમાં માણસોને ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો માર્ગ પ્રગટ કરવામાં આવેલો છે. એ તો આરંભથી અંત સુધી વિશ્વાસથી જ શકાય છે. શાસ્ત્રમાં લખેલું છે કે, “વિશ્વાસથી ઈશ્વરની સાથે સુમેળભર્યા સંબંધમાં આવેલ વ્યક્તિ જીવન પામશે.”


આપણામાંનો કોઈ પોતાને માટે જીવતો નથી કે પોતાને માટે મરતો નથી.


ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર બધાને ઈશ્વર સુમેળમાં આવેલી વ્યક્તિ તરીકે સ્વીકારે છે. આ બાબતમાં કોઈ જ પ્રકારનો ભેદભાવ નથી.


આપણા અપરાધોને લીધે ઈસુને મરણને આધીન કરવામાં આવ્યા અને આપણે ઈશ્વરની સાથે સુમેળમાં આવેલી વ્યક્તિ ગણાઈને સ્વીકૃત થઈએ માટે તેમને સજીવન કરવામાં આવ્યા.


એમને જ આશરે વિશ્વાસ દ્વારા આપણે ઈશ્વરની કૃપામાં પ્રવેશ્યા છીએ અને એ કૃપામાં દૃઢ થઈએ છીએ.


આપણે હજી લાચાર હતા, ત્યારે ઈશ્વરે ઠરાવેલા સમયે ખ્રિસ્ત અધર્મીઓને માટે મરણ પામ્યા.


પણ ઈશ્વરે આપણા પર કેવો અપાર પ્રેમ કર્યો છે! કારણ, આપણે જ્યારે પાપી હતા, ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા.


ખરાબ હેતુના ઉપયોગને અર્થે તમારા કોઈ અવયવની સોંપણી પાપને ન કરો. એથી ઊલટું, તમને મરણમાંથી જીવનમાં લાવવામાં આવ્યા છે, માટે તમારી સોંપણી ઈશ્વરને કરો અને તમારા અવયવોને સદાચાર માટે ઈશ્વરને સોંપી દો.


આપણે માનીએ છીએ કે જો આપણે ખ્રિસ્તની સાથે મરણ પામ્યા, તો તેમની સાથે જીવીશું પણ ખરા.


જો ખ્રિસ્ત તમારામાં વસે છે, તો પાપને કારણે તમારું શરીર તો મરણશીલ છે; પણ ઈશ્વર સાથે સુમેળમાં આવ્યા હોવાથી તમારો આત્મા જીવે છે.


તોપણ જેમણે આપણા ઉપર પ્રેમ કર્યો, તેમની મારફતે આપણે એ બધી જ બાબતોમાં વિશેષ વિજયી બનીએ છીએ.


પણ જે પ્રભુની સાથે જોડાય છે તે તેમની સાથે એક આત્મા થાય છે.


તમારા વિશ્વાસ પર અમે પ્રભુત્વ જમાવવા માગતા નથી, પણ તમે વિશ્વાસ દ્વારા જ દૃઢ થઈ શકો તેમ હોઈ, અમે તો તમારા આનંદ માટે તમારી સાથે કાર્ય કરીએ છીએ. કારણ, તમે વિશ્વાસમાં દૃઢ રહો છો.


અલબત્ત, અમે દુનિયામાં જીવીએ છીએ, પણ અમે દુન્યવી હેતુઓ માટે લડાઈ કરતા નથી.


મારામાં રહેલા ખ્રિસ્તના સત્યના જેવી જ સચોટતાથી હું કહું છું કે સમગ્ર આખાયામાં મારી આ બડાઈને કોઈ રોકી શકશે નહિ.


ખ્રિસ્ત મારી મારફતે બોલે છે એ વિષેની તમારે જોઈતી બધી સાબિતીઓ તમને મળશે. જ્યારે તે તમારી સાથે વ્યવહાર કરે છે, ત્યારે તે નિર્બળ નથી પણ તમારી મયે તે પોતાનું સામર્થ્ય પ્રગટ કરે છે.


તમારામાં વિશ્વાસ છે કે નહિ એની પરીક્ષા તમે જાતે જ કરો. જો તમે સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયા ન હો, તો શું તમને ચોક્કસ ખબર છે કે ઈસુ ખ્રિસ્ત તમારામાં છે?


ખ્રિસ્તનો પ્રેમ જ અમારું પ્રેરકબળ છે; કારણ, અમે જાણીએ છીએ કે, એક માણસે સર્વ માણસોને માટે મરણ સહન કર્યું અને તેથી સૌ તેના મરણના ભાગીદાર થયા છે.


ઈસુ બધાં માણસોને માટે મરણ પામ્યા, તેથી હવે જેઓ જીવે છે તેઓ પોતાને માટે નહિ, પણ તેમને માટે મરણ પામીને સજીવન થનાર ઈસુને માટે જીવે.


અમારા જીવનનો આધાર વિશ્વાસ છે; દૃષ્ટિ નહિ.


હાલના આ દુષ્ટ જમાનામાંથી આપણને સ્વતંત્ર કરવા માટે ખ્રિસ્તે આપણાં પાપને કારણે આપણા ઈશ્વરપિતાની ઇચ્છાને આધીન થઈને પોતાનું અર્પણ કર્યું છે.


છતાં આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવા દ્વારા નહિ, પણ ફક્ત ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવા દ્વારા જ માણસ ઈશ્વર સાથે સુમેળભર્યા સંબંધમાં આવી શકે છે. તેથી ઈસુ ખ્રિસ્ત પરના આપણા વિશ્વાસ દ્વારા આપણને ઈશ્વર સાથે સુમેળમાં લવાયેલ વ્યક્તિ તરીકે સ્વીકારવામાં આવે તે માટે આપણે પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે. કારણ, નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવાથી કોઈ માણસ ઈશ્વર સાથે સુમેળમાં લવાયેલ વ્યક્તિ તરીકે સ્વીકૃત થતો નથી.


કોઈ માણસ નિયમશાસ્ત્રની મારફતે ઈશ્વરની સમક્ષ સુમેળમાં આવેલ વ્યક્તિ તરીકે સ્વીકૃત થતો નથી તે હવે સ્પષ્ટ છે. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “વિશ્વાસ દ્વારા ઈશ્વર સાથે સુમેળમાં આવેલ વ્યક્તિ જીવશે.”


જેઓ ખ્રિસ્ત ઈસુના છે તેમણે પોતાના માનવી સ્વભાવને તેની સર્વ વાસનાઓ તથા ઇચ્છાઓ સાથે ક્રૂસ પર મારી નાખ્યો છે.


હું પોતે તો ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તના ક્રૂસ વિષે જ ગર્વ કરીશ. કારણ, તેમના ક્રૂસને લીધે દુનિયા મારે મન મરેલી છે અને હું દુનિયાને મન મરેલો છું.


અને વિશ્વાસથી તમારાં હૃદયોમાં ખ્રિસ્ત નિવાસ કરે. હું એવી પ્રાર્થના કરું છું કે તમારાં મૂળ અને પાયો પ્રેમમાં નંખાયેલાં હોય.


ખ્રિસ્તે આપણા પર પ્રેમ કરીને આપણે માટે ઈશ્વર પ્રસન્‍ન થાય તેવા એક સુવાસિત અર્પણ અને બલિદાન તરીકે પોતાના જીવનનું સમર્પણ કર્યું. તેથી તમારું જીવન પણ પ્રેમથી દોરવાવું જોઈએ.


પતિઓ, તમે પણ ખ્રિસ્તે મંડળી પર કર્યો તેવો પ્રેમ તમારી પત્ની પર કરો; ખ્રિસ્તે તો મંડળી માટે પોતાનો જીવ આપી દીધો,


મારે મન તો જીવવું એટલે ખ્રિસ્ત, અને મરવું તે વિશેષ લાભ છે.


ખ્રિસ્ત મને સામર્થ્ય આપે છે અને તેથી હું સઘળું કરી શકું છું.


ઈશ્વરની યોજના આ છે: પોતાનું માર્મિક સત્ય પોતાના લોકને જણાવવું. આ ઉત્તમ અને મહિમાવંત માર્મિક સત્ય સર્વ પ્રજાઓ માટે છે, અને તે આ પ્રમાણે છે: ખ્રિસ્ત તમારામાં છે, અને તેથી તમે ઈશ્વરના મહિમાના ભાગીદાર થશો તેની તે આશા છે.


કારણ, અમે તમારી પાસે આવ્યા ત્યારે તમે અમારો કેવો આવકાર કર્યો, કેવી રીતે તમે મૂર્તિઓ પાસેથી જીવતા અને સાચા ઈશ્વર તરફ તેમની સેવા કરવાને ફર્યા અને ઈશ્વરના પુત્ર, જેમને તેમણે મરેલાંમાંથી સજીવન કર્યા તે, એટલે આપણને આવનાર કોપથી બચાવનાર ઈસુના સ્વર્ગમાંથી આગમનની તમે કેવી રાહ જુઓ છો, એ વિષે એ લોકો પોતે જ પ્રચાર કરે છે.


પ્રભુ ઈસુ આપણે માટે મરણ પામ્યા; જેથી આપણે જીવતા હોઈએ કે મરી ગયા હોઈએ પણ આપણે તેમની સાથે જ રહીએ.


આપણને સર્વ દુષ્ટતામાંથી મુક્ત કરવા અને આપણને તેમના શુદ્ધ અને સર્વ સારાં કાર્યો કરવાને આતુર એવા ખાસ લોક બનાવવા માટે પોતાનું સ્વાર્પણ કરનાર પણ તે જ છે.


પ્રત્યેક પ્રમુખ યજ્ઞકારને ઈશ્વર આગળ અર્પણ કરવા અને પ્રાણીઓનાં બલિદાન ચઢાવવા નીમવામાં આવે છે. તેથી આપણા પ્રમુખ યજ્ઞકાર પાસે પણ અર્પણ કરવા માટે કંઈક હોવું જોઈએ,


તમે તેમને જોયા વિના તેમના પર પ્રેમ કરો છો. જો કે અત્યારે તમે તેમને જોતા નથી તો પણ તમે તેમના પર વિશ્વાસ મૂકો છો અને અવર્ણનીય એવા મહાન અને મહિમાવંત આનંદથી ઉલ્લાસી થાઓ છો;


પણ જેમ તે પ્રકાશમાં છે તેમ આપણે પ્રકાશમાં જીવીએ તો આપણે એકબીજા સાથેની સંગતમાં રહીએ છીએ અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે.


આપણે જોયું છે તથા બીજાઓને જણાવીએ છીએ કે, ઈશ્વરપિતાએ તેમના પુત્રને દુનિયાના ઉદ્ધારક થવા મોકલ્યા છે.


આપણે જાણીએ છીએ કે ઈશ્વરપુત્રે આવીને આપણને સમજણ આપી હોવાથી આપણે સાચા ઈશ્વરને ઓળખીએ છીએ. આપણું જીવન સાચા ઈશ્વરમાં એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં છે. એ જ સાચા ઈશ્વર અને એ જ સાચું સાર્વકાલિક જીવન છે.


અને વિશ્વાસુ સાક્ષી તથા મૂએલાંઓમાંથી સૌ પ્રથમ સજીવન કરાનાર અને પૃથ્વીના રાજાઓના અધિપતિ ઈસુ ખ્રિસ્ત તરફથી તમને કૃપા તથા શાંતિ થાઓ. જેમણે આપણા પર પ્રેમ કર્યો અને પોતાના રક્ત દ્વારા આપણને આપણા પાપમાંથી શુદ્ધ કર્યા,


હું બારણાં આગળ ઊભો છું અને ખટખટાવું છું. જો કોઈ મારો અવાજ સાંભળીને બારણું ઉઘાડશે તો હું તેના ઘરમાં આવીશ અને તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે.


Lean sinn:

Sanasan


Sanasan