Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 9:7 - પવિત્ર બાઇબલ C.L.

7 અમારા પૂર્વજોના સમયથી આજ સુધી અમે ભયંકર પાપ કર્યાં છે. અમારાં પાપને લીધે અમારા રાજાઓ અને યજ્ઞકારો પરદેશી રાજાઓની સત્તાને તાબે થઈ ગયા છે. અમારી ક્તલ કરવામાં આવી છે, અમને લૂંટી લેવામાં આવ્યા છે. અમને કેદી તરીકે લઈ જવામાં આવ્યા છે અને અમારી આબરૂ લૂંટાઈ છે. આજે પણ અમારી એ જ દશા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અમારા પિતૃઓના સમયથી તે આજ સુધી અમે ઘણા અપરાધ કર્યા છે. અમે, અમારા રાજા તથા અમરા યાજકો, અમારા અધર્મને લીધે, [બીજા] દેશોના રાજાઓના હાથમાં સોંપાઈને, તરવારને, બંદીવાસને, લૂટફાટને, ને ગેરઆબરૂને વશ થયા છીએ, આજે અમારી એ જ દશા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 અમારા પિતૃઓના સમયથી અમે ઘણા અપરાધ કર્યા છે. અમે અમારા રાજાઓએ તથા અમારા યાજકોએ અમારા અપરાધોને કારણે અમારી જાતને આ જગતના સત્તાધીશોને હવાલે કરી દીધી છે અને અમે તલવાર, બંદીવાસ, લૂંટફાટનો ભોગ બનીને આબરુહીન થયા છીએ અમને અપમાનિત કરવામાં આવ્યા છે. આજે પણ અમારી એ જ દશા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 અમારા પિતૃઓના સમયથી અમે ઘણા અપરાધ કર્યા છે; અમે અમારા રાજા તથા અમારા યાજકોએ અમારા પાપોને કારણે અમારી જાતને અન્ય દેશોના રાજાઓને હવાલે કરી દીધી છે અને અમે તરવારને, બંદીવાસને, લૂંટફાટને અને બેઆબરૂને વશ થયા છીએ અને અમને અપમાનિત કરવામાં આવ્યા છે. આજે અમે એ જ બેહાલ દશામાં છીએે.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 9:7
38 Iomraidhean Croise  

તો પણ તમે તમારા લોકની પ્રાર્થનાઓ સાંભળજો. એ દેશમાં તેઓ પોતે કેવા પાપી અને દુષ્ટ બન્યા એવી કબૂલાત કરતાં પસ્તાવો કરે અને તમને પ્રાર્થના કરે, તો હે પ્રભુ, તમે તેમની પ્રાર્થનાઓ સાંભળજો.


આપણા પૂર્વજો ઈશ્વર આપણા પ્રભુ પ્રત્યે બેવફા નીવડયા છે અને તેમને ન ગમતાં કામો તેમણે કર્યાં છે. તેમણે તેમનો ત્યાગ કર્યો અને તેમના નિવાસસ્થાનથી વિમુખ થઈને તે તરફ દુર્લક્ષ સેવ્યું છે.


તમે તમારા પૂર્વજો અને તમારા સાથી ઇઝરાયલીઓ જેવા બનશો નહિ; તેઓ તો આપણા ઈશ્વર પ્રભુને બેવફા નીવડયા હતા. તમે જુઓ છો કે તેમણે તેમને સખત શિક્ષા કરી છે.


અને ઈશ્વર પ્રભુ તરફથી આ પ્રમાણેનો સંદેશો આપવા કહ્યું: “રાજા આગળ વાંચેલા પુસ્તકમાં લખેલા શાપથી હું યરુશાલેમ અને તેના સર્વ લોકોને શિક્ષા કરીશ.


“આ બધું બન્યા પછી અને અમારા અપરાધ અને પાપની સજા ભોગવ્યા પછી હે અમારા ઈશ્વર, અમે જાણીએ છીએ કે અમને થવી જોઈએ એના કરતાં ઘણી થોડી શિક્ષા તમે અમને કરી છે અને આટલા લોક બચાવ્યા છે.


વરસોવરસ તમે તેમને ધીરજપૂર્વક ચેતવણી આપતા રહ્યા; તમે તમારા સંદેશવાહકોને સંદેશો પ્રગટ કરવાની પ્રેરણા કરી; પણ તમારા લોકો બહેરા બન્યા, તેથી તમે અન્ય પ્રજાઓને તેમના પર જીત મેળવવા દીધી.


પ્રાચીન સમયથી લોકોએ જેમને સાંભળ્યા ન હોય, જેમને વિષે તેમને કાને વાત પણ પડી ન હોય અને આંખે જોયા પણ ન હોય એવા ઈશ્વર તેમના પર આધારની આશા રાખનારાઓ માટે એવાં એવાં કામો કરે છે.


યરુશાલેમ અને યહૂદિયાનાં બધાં નગરો, તેમના રાજવીઓ અને અધિકારીઓને મેં તે પીવડાવ્યો જેથી તેઓ વેરાન થઈને લોકોની દષ્ટિમાં ભયાનક, આઘાતજનક અને શાપરૂપ બની જાય અને આજે પણ તેઓ એવા જ છે.


અમારી શરમ અમારી પથારી છે અને અમારી લાજ અમારું ઓઢવાનું વસ્ત્ર છે; કારણ, અમે અને અમારા પૂર્વજોએ યુવાનીથી માંડીને અત્યાર સુધી અમારા ઈશ્વર પ્રભુ વિરુદ્ધ પાપ કર્યાં છે અને તેમની આજ્ઞાઓને આધીન થયા નથી.”


પણ દેશમાં પ્રવેશીને તેનો કબજો લીધા પછી તેમણે તમારી વાણી પર ધ્યાન આપ્યું નહિ; તેમણે તમારા નિયમ પાળ્યા નહિ, અને તેઓ તમારી આજ્ઞાઓ પ્રમાણે વર્ત્યા નહિ; તેથી આ બધી આફત તમે તેમના પર લાવ્યા છો.


કારણ, ઇઝરાયલ તેમ જ યહૂદિયાના લોકો, તેમના રાજાઓ, અધિકારીઓ, યજ્ઞકારો, સંદેશવાહકો તથા યહૂદિયાના માણસો અને યરુશાલેમના રહેવાસીઓએ તેમનાં દુષ્ટ આચરણથી મને ક્રોધિત કર્યો છે.


તમારાં દુષ્ટ આચરણ અને ભ્રષ્ટ કાર્યો પ્રભુ સહી શક્યા નહિ, તેથી તો તમારો દેશ ખંડેર, શાપિત અને નિર્જન બન્યો છે અને આજ સુધી તેમ જ છે.


તમારા પૂર્વજોએ, યહૂદિયાના રાજાઓએ અને તેમની રાણીઓએ, તમે અને તમારી પત્નીઓએ યહૂદિયાનાં નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં કરેલાં દુષ્કૃત્યો શું તમે ભૂલી ગયા છો?


અમારા પૂર્વજોએ પાપ કર્યું, પણ તેમના પાપને લીધે અમે દુ:ખ સહન કરીએ છીએ.


“હું તમને શહેરમાંથી હાંકી કાઢીશ અને તમને પરદેશીઓના હાથમાં સોંપી દઇશ. વળી, હું તમને આકરી સજા કરીશ.


વળી, બધી પ્રજાઓ જાણશે કે ઇઝરાયલીઓએ મારી વિરુદ્ધ પાપ કર્યાં હતાં માટે તેઓ દેશનિકાલ થયા હતા. તેઓ મને બેવફા નીવડયા તેથી હું તેમનાથી વિમુખ થયો હતો અને મેં તેમને તેમના શત્રુઓના હાથમાં સોંપી દીધા હતા અને તેઓ તલવારથી માર્યા ગયા હતા.


હવે ઓ ભૂંડાઓનાં સંતાન, તમે તમારા પૂર્વજોને અનુસરીને ઇઝરાયલીઓ પર ફરીથી પ્રભુનો કોપ ઉતારવા માગો છો?


પણ પ્રભુની વાણી નહિ સાંભળતાં તમે તેમની આજ્ઞાઓની અવજ્ઞા કરશો તો તમારા પૂર્વજોની જેમ તે તમારી વિરુદ્ધ પણ થઈ જશે.


Lean sinn:

Sanasan


Sanasan