Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 9:3 - પવિત્ર બાઇબલ C.L.

3 એ સાંભળીને મેં મારાં વસ્ત્ર તથા ઝભ્ભો ફાડયાં, માથા અને દાઢીના વાળ ફાંસી નાખ્યા અને આઘાત પામીને બેસી પડયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 એ વાત મેં સાંભળી ત્યારે મેં મારાં વસ્ત્ર તથા મારિ ઝબ્બો ફાડીને મારા માથાના તથા મારી દાઢીના વાળ ફાંસી નાખ્યા, ને સ્તબ્ધ થઈને હું નીચે બેઠો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જ્યારે આ મારા સાંભળવામાં આવ્યું ત્યારે મેં મારાં વસ્ત્ર ફાડ્યાં, મારા માથાના તથા દાઢીના વાળ ખેંચી કાઢ્યાં. પછી હું અતિશય સ્તબ્ધ થઈ બેસી પડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 મેં જ્યારે આ સાંભળ્યું ત્યારે મેં મારાં વસ્ત્ર ફાડ્યાં, મારા માથાના તથા દાઢીના વાળ ખેંચી કાઢયાં અને હું અતિશય સ્તબ્ધ થઇ બેસી ગયો.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 9:3
21 Iomraidhean Croise  

દાવિદે શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં. તેના બધા માણસોએ પણ તેમજ કર્યું.


પછી હિલકિયાના પુત્ર એલિયાકીમે, શેબ્નાએ તથા યોઆહે શોકમાં પોતાનાં વસ્ત્ર ફાડયાં, અને આશ્શૂરનો મુખ્ય અમલદાર જે બોલ્યો હતો તે જઈને રાજાને કહ્યું.


એ સાંભળીને હું બેસી પડયો અને રડવા લાગ્યો. કેટલાક દિવસ સુધી મેં શોક કર્યો અને ઉપવાસસહિત ઈશ્વરને પ્રાર્થના કરી.


મેં એ માણસોને ઠપકો આપ્યો, તેમને શાપ આપ્યો, તેમને માર્યા અને તેમના વાળ ફાંસી નાખ્યા. પછી મેં તેમને ઈશ્વરના નામે શપથ લેવડાવ્યા કે તેઓ કે તેમનાં સંતાનો ફરી કદી વિધર્મી પરપ્રજા સાથે આંતરલગ્ન નહિ કરે.


આ સાંભળીને યોબ ઊઠયો. એણે શોકમાં પોતાનો જામો ફાડયો, પોતાનું માથું મુંડાવ્યું અને ભૂમિ પર મસ્તક ટેકવીને આરાધના કરી,


તમારા નિયમનો ત્યાગ કરનાર દુષ્ટોને જોઈને મને ઝનૂન ચડે છે.


મારો આત્મા અત્યંત નિર્ગત થયો છે; મારું હૃદય નિરાશાથી ત્રાસી ગયું છે.


ઈશ્વરને કહો, “તમારાં કાર્યો કેવાં અદ્‍ભુત છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી સમક્ષ ભયથી નમી પડે છે.


દીબોનના લોક મંદિરમાં એટલે પર્વત પરના ઉચ્ચસ્થાન પર વિલાપ કરવાને ચડે છે. મોઆબના લોકો નબો અને મેદબા નગરોને લીધે શોક કરે છે. શોકને લીધે તેઓ સૌએ પોતાના માથાના અને દાઢીના વાળ ઉતરાવ્યા છે.


આ બધા સંદેશાઓ સાંભળ્યા પછી પણ રાજા કે તેના મંત્રીઓ એનાથી ભયભીત થયા નહિ કે પોતાનાં વસ્ત્ર ફાડીને શોક દર્શાવ્યો નહિ.


શોક દર્શાવવા મુંડન કરાવી લટો ફગાવી દો, ઉજ્જડ ટેકરીઓ પર વિલાપગીત ગાઓ; કારણ, મેં પ્રભુએ ક્રોધે ભરાઈને આ પેઢીની પ્રજાને તરછોડી દીધી છે.


હું તેલઅવીવમાં કબાર નદીને કાંઠે વસતા દેશનિકાલ થયેલાઓ પાસે આવ્યો. હું તેમની સાથે સાત દિવસ સુધી સ્તબ્ધ બની બેસી રહ્યો.


તેઓ શોકનાં વસ્ત્રો પહેરશે ને તેમનામાં આતંક છવાઈ જશે. સૌના ચહેરા પર શરમ અને માથે મુંડન હશે.


એ સાંભળીને દાનિયેલ જે બેલ્ટશાસ્સાર પણ કહેવાય છે, પોતાના મનના વિચારોથી એવો ગભરાઈ ગયો કે કેટલીક વાર સુધી તો તે કંઈ બોલી શકયો નહિ. રાજાએ તેને કહ્યું, “હે બેલ્ટશાસ્સાર, સ્વપ્ન કે તેનો સંદેશ જણાવતાં ગભરાઈશ નહિ.” બેલ્ટશાસ્સારે જવાબ આપ્યો, “હે રાજા, સ્વપ્ન તથા તેનો અર્થ તમને નહિ, પણ તમારા દુશ્મનોને લાગુ પડો!


હું હતાશ થઈ ગયો અને ઘણા દિવસો સુધી બીમાર રહ્યો. તે પછી હું ઊઠીને રાજાએ સોંપેલું કામ કરવા લાગ્યો, પણ દર્શનથી હું વિમાસણમાં પડી ગયો હતો અને હું તેને સમજી શકયો નહિ.


“કોઈ યજ્ઞકારે શોક પ્રદર્શિત કરવા માથું મુંડાવવું નહિ કે દાઢી કપાવવી નહિ કે શરીરને ઘાયલ કરવું નહિ.


હે યહૂદિયાના લોકો, તમારાં પ્રિય બાળકોના શોકમાં વાળ કપાવી નાખો અને માથું મુંડાવીને બોડા ગીધ જેવા બની જાઓ. કારણ, તમારાં બાળકોને તમારી પાસેથી કેદ કરી લઈ જવામાં આવશે.


પછી યહોશુઆએ પોતાનાં વસ્ત્ર ફાડયાં અને સંયાના સમય સુધી પ્રભુની કરારપેટી આગળ ભૂમિ પર ઊંધો પડયો રહ્યો; ઇઝરાયલના આગેવાનોએ પણ તેમ જ કર્યું, અને પોતાના શોક પ્રદર્શિત કરવા પોતાના માથા પર ધૂળ નાખી.


Lean sinn:

Sanasan


Sanasan