Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 8:21 - પવિત્ર બાઇબલ C.L.

21 મેં આહવાની નહેર પાસે સૌને ઉપવાસ કરવા અનુરોધ કર્યો. અમારી મુસાફરીમાં ઈશ્વર અમને સીધો રસ્તો બતાવે અને અમારું, અમારાં બાળકોનું તથા અમારા માલસામાનનું રક્ષણ કરે તે માટે ઈશ્વર સમક્ષ નમ્ર બનીને સૌ પ્રાર્થના કરે એમ જણાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 તે પછી આહવા નદીની પાસે મેં ઉપવાસની જાહેરાત કરી કે, અમારા ઈશ્વરની આગળ દીન થઈને અમારે પોતાને માટે, અમારાં બાળકોને માટે તથા અમારી સર્વ માલમિલકતને માટે અમે તેમની પાસેથી સીધો રસ્તો શોધી લઈએ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 અમે આહવા નદીને કિનારે હતા ત્યારે મેં ઉપવાસ કરવાનું જાહેર કર્યું, કે અમે અમારા ઈશ્વરની સમક્ષ પોતાને નમ્ર બનાવીએ; અને પ્રાર્થના કરીને અમારે માટે, અમારા બાળકો માટે તથા અમારી મિલકતને માટે તેમની પાસેથી સીધો રસ્તો શોધી લઈએ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 અમે આહવા નદીને કિનારે હતા ત્યારે મેં ઉપવાસની જાહેરાત કરી, જેથી અમે અમારા દેવની આગળ પોતાને નમ્ર બનાવીએ; અમે પ્રાર્થના કરી કે તે અમારું, અમારા બાળકોનું તથા અમારા સામાનનું મુસાફરી દરમ્યાન રક્ષણ કરે.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 8:21
37 Iomraidhean Croise  

યહોશાફાટ ગભરાયો અને તેણે મદદને માટે પ્રભુને પ્રાર્થના કરી. પછી તેણે સમસ્ત દેશમાં ઉપવાસ જાહેર કર્યો.


યહૂદિયાનાં સર્વ નગરોમાંથી લોકો પ્રભુની મદદ મેળવવા યરુશાલેમમાં આવી પહોંચ્યા.


મેં તેમને આહવા નગરમાં થઈને પસાર થતી નહેરને કિનારે એકત્ર કર્યા અને ત્યાં ત્રણ દિવસ પડાવ નાખ્યો. ત્યાં તપાસ કરતાં મને તેમનામાં યજ્ઞકારો મળ્યા, પણ કોઈ લેવી મળ્યો નહિ.


એમ અમે પ્રથમ માસની બારમી તારીખે આહવાની નહેરના કિનારેથી યરુશાલેમ જવા ઉપડયા. મુસાફરી દરમ્યાન પ્રભુએ અમને દુશ્મનોથી અને સંતાઈને ઓચિંતા છાપા મારનારાઓથી બચાવ્યા.


એ જ માસની ચોવીસમી તારીખે ઇઝરાયલી લોકો પોતાનાં પાપનું દુ:ખ વ્યક્ત કરવા ઉપવાસ કરીને ભેગા થયા. શોકની નિશાની તરીકે તેમણે તાટનાં વસ્ત્ર પહેર્યાં હતાં અને પોતાના માથા પર ધૂળ નાખી હતી.


“જાઓ, સૂસાના બધા યહૂદીઓને એકત્ર કરો અને આજથી તમે બધા મારે માટે ઉપવાસ કરો. ત્રણ દિવસ સુધી રાત કે દિવસ કંઈ ખાશો કે પીશો નહિ. હું તથા મારી તહેનાતમાં રહેતી યુવતીઓ પણ તેમ જ કરીશું. તે પછી કાયદાથી વિરુદ્ધ હોવા છતાં હું રાજાને મળવા જઈશ. એમ કરવા જતાં મારું મૃત્યુ થાય તો તે પણ હું સ્વીકારી લઈશ.”


બેબિલોનમાં નદીઓને કાંઠે અમે બેઠા; ત્યારે સિયોનની યાદ આવી જતાં અમે રડી પડયા.


હે પ્રભુ, શત્રુઓ મારી વિરુદ્ધ ટાંપી રહ્યા હોવાથી મને સત્યમાં દોરો; તમારો માર્ગ મારી સમક્ષ સરળ કરો.


મારા શત્રુઓની કોઈ વાત ભરોસાપાત્ર નથી; તેમનું ચિત્ત નાશ કરવામાં ચોંટેલું છે. તેમની જીભ ખુશામતથી સભર લાગે, પણ તેમના પેટમાં તો ઘાતકી પ્રપંચ હોય છે.


શિશુઓ તથા ધાવણાંઓના મુખે તમારી સ્તુતિ ગવાય છે; તે દ્વારા તમારા દુશ્મનો, વિરોધીઓ અને વેરીઓનો અંત લાવવા તમે તમારું સામર્થ્ય પ્રગટ કર્યું છે.


તારાં બધાં કાર્યોમાં ઈશ્વરનું આધિપત્ય સ્વીકાર, અને તે તને સીધે માર્ગે દોરશે.


જ્યારે તમે માર્ગમાંથી હટીને જમણી કે ડાબી તરફ ફરશો ત્યારે તરત જ તમે પાછળથી તેમનો અવાજ સાંભળશો: “માર્ગ આ છે; તેના પર ચાલો.”


ત્યાં રાજમાર્ગ થશે, અને તે “પવિત્રતાનો રાજમાર્ગ” કહેવાશે. એ માર્ગે વિધિગત રીતે અશુદ્ધ એવો કોઈ માણસ જશે નહિ. એ માર્ગ તેના લોકોને માટે થશે અને તેમાં ભોળા પણ ભૂલા પડશે નહિ. ત્યાં કોઈ સિંહ નહિ હોય કે કોઈ હિંસક પ્રાણી પણ નહિ ફરકે.


હું અંધજનોને તેઓ જાણતા નથી તેવે માર્ગે દોરીશ અને તેમને અપરિચિત રસ્તા પર ચલાવીશ. તેમની આગળ હું અંધકારને પ્રકાશમાં પલટી નાખીશ અને ખાડાટેકરાવાળાં સ્થાનોને સપાટ બનાવી દઈશ. હું એ બધાં કામ કરવાનો છું અને તેમને પડતાં મૂકવાનો નથી.


તેમને ફરી કદી ભૂખ કે તરસ લાગશે નહિ. વળી, રણની લૂ કે સૂર્યનો તાપ લાગશે નહિ. કારણ, તેમના પર કરુણા કરનાર તેમનો દોરનાર થશે. તે તેમને પાણીના ઝરણાં પાસે લઈ જશે.


તેઓ પૂછે છે, “પ્રભુ, અમે ઉપવાસ કર્યો છતાં તમે તે લક્ષમાં કેમ લીધો નથી? અમે આત્મકષ્ટ કર્યું છતાં તમે તે પ્રત્યે ધ્યાન કેમ આપ્યું નથી?” પ્રભુ તેમને કહે છે, “હકીક્ત એમ છે કે તમે તમારા ઉપવાસને દિવસે તમારાં તમામ કામક્જ કરો છો અને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો.


શું હું આવો ઉપવાસ પસંદ કરું છું? વ્યક્તિએ આત્મકષ્ટ કરવાનો દિવસ આવો હોય? માત્ર બરુની જેમ પોતાનું માથું નમાવવું અને કંતાન તેમ જ રાખના પાથરણા પર બેસવું એ જ ઉપવાસ છે? શું એવો દિવસ મને પ્રભુને માન્ય થશે?


હે પ્રભુ, હું જાણું છું કે મર્ત્ય માનવીનું ભાવિ તેના નિયંત્રણમાં નથી; તેનામાં પોતાનો જીવનમાર્ગ નક્કી કરવાની ક્ષમતા નથી.


તારા ઈશ્વર પ્રભુ અમારે ક્યાં જવું અને શું કરવું તે બતાવે માટે પ્રાર્થના કર.”


મેં ઉપવાસ સહિત તાટ પહેરીને અને રાખમાં બેસીને પ્રભુ ઈશ્વરને આગ્રહપૂર્વક વિનંતી કરી.


ઉપવાસનો આદેશ આપો; સભા બોલાવો! તમારા ઈશ્વર પ્રભુના મંદિરમાં આગેવાનો અને યહૂદિયાના સર્વ લોકોને એકઠા કરીને પ્રભુને પોકાર કરો!


“આ નિયમ કાયમ માટે પાળવામાં આવે. સાતમા મહિનાના દસમે દિવસે ઇઝરાયલીઓએ અને તમારી મધ્યે વસતા પરદેશીઓએ ઉપવાસ કરવો અને કંઈ જ કામ કરવું નહિ.


તે દિવસ ખૂબ જ પવિત્ર એવો સાબ્બાથદિન છે. તે દિવસે ઉપવાસ કરવો અને કાંઈ કામ કરવું નહિ. આ નિયમ કાયમને માટે પાળવાનો છે.


તે દિવસે જે કોઈ ઉપવાસ ન કરે તેને સમાજમાંથી બહિષ્કૃત કરવો.


નિનવેના લોકોએ પ્રભુનો સંદેશ માન્યો. તેમણે જાહેરાત કરી કે નાનાંમોટાં સૌએ ઉપવાસ કરવો અને કંતાન ઓઢીને પશ્ર્વાતાપ દાખવવો.


તેણે નિનવેના લોકોમાં આવું જાહેરનામું બહાર પાડયું: “રાજા અને તેમના અમલદારોનો આ આદેશ છે: કોઈએ કંઈ ખાવાનું નથી. લોકો, ઢોરઢાંક કે ઘેટાંને ખાવાપીવાની મનાઈ છે.


શા માટે પ્રભુ અમને તે દેશમાં લઈ જાય છે? અમે યુધમાં તલવારનો ભોગ બનીશું અને અમારી સ્ત્રીઓ અને બાળકો પકડાઈને લૂંટ તરીકે વહેંચાશે. આના કરતાં તો ઇજિપ્તમાં જ પાછા જવું વધારે સારું છે!”


તમે કહ્યું હતું કે, અમારાં બાળકો લૂંટ રૂપે વહેંચાશે; પણ તમે જે દેશમાં જવાની અવગણના કરી છે તેમાં હું તેમને લઈ જઈશ અને તે તેમનું વતન થશે.


કારણ, ઈશ્વરનું વરદાન તમારે માટે, તમારાં બાળકો માટે, અને જેઓ દૂર છે, કે જેમને આપણા ઈશ્વરપિતા પોતાની તરફ બોલાવશે તે બધાંને માટે છે.”


પછી સર્વ ઇઝરાલીઓએ બેથેલમાં જઈને શોક કર્યો. તેઓ છેક સાંજ સુધી કંઈપણ ખોરાક ખાધા વિના પ્રભુ સમક્ષ બેસી રહ્યા. તેમણે પ્રભુ સમક્ષ પૂર્ણ દહનબલિ અને સંગતબલિ ચડાવ્યા.


તેથી તેઓ સૌ મિસ્પામાં એકઠા થયા. તેમણે પાણી કાઢીને પ્રભુને અર્પણ તરીકે રેડયું અને આખો દિવસ ઉપવાસ કર્યો. તેમણે કહ્યું, “અમે પ્રભુ વિરુદ્ધ પાપ કર્યું છે.” શમુએલ મિસ્પામાં રહ્યો અને ઇઝરાયલી લોકો પર અમલ કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan