દાવિદ હેબ્રોનમાં હતો ત્યારે તેના જે પુત્રો જન્મ્યા તે ઉંમરના ક્રમ પ્રમાણે નીચે મુજબ છે: આમ્નોન જયેષ્ઠપુત્ર હતો; યિઝએલની અહિનોઆમ તેની મા હતી; દાનિયેલ, જેની મા ર્કામેલની અબિગાઈલ હતી; આબ્શાલોમ, જેની મા ગશૂરના રાજા તાલ્માયની પુત્રી માખા હતી. અદોનિયા, જેની મા હાગ્ગીથ હતી; શફાટયા, જેની મા અબિટાલ હતી; યિથ્રા, જેની મા એગ્લા હતી.