Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 8:18 - પવિત્ર બાઇબલ C.L.

18 તેમણે ઇદ્દો તથા ક્સિફિયામાં વસતા તેના સાથીઓ, એટલે મંદિરના સેવકોને એવો સંદેશો પહોંચાડવાનો હતો કે મંદિરમાં ઈશ્વરની સેવા માટે તેઓ સેવકો મોકલી આપે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અમારા પર અમારા ઈશ્વરની કૃપાર્દષ્ટિ હોવાથી તેઓ અમારી પાસે [નીચે લખેલાઓને] લાવ્યા, અને ઇઝરાયલના પુત્ર લેવીના પુત્ર માહલીના પુત્રોમાંના એક સમજુ માણસને; શેરેબ્યા તથા તેના પુત્રો તથા તેના ભાઈઓ [બધા મળી] અઢારને;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 અમારા પર ઈશ્વરની કૃપા હતી. એટલે તેઓએ અમારી પાસે જે સેવકો મોકલ્યા તેઓ આ પ્રમાણે છે; ઇઝરાયલના પુત્ર લેવીના પુત્ર માહલીનો વંશજ શેરેબ્યા, તેના ભાઈઓ અને તેના પુત્રો, કુલ અઢાર પુરુષો હતા. શેરેબ્યા ખૂબ હોશિયાર માણસ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 અને અમારા પર દેવની કૃપા હતી. એટલે તેમણે અમારી પાસે નીચે પ્રમાણે સેવકો મોકલ્યા: ઇસ્રાએલના પુત્ર લેવીના પુત્ર માહલીનો વંશજ શેરેબ્યા, તેના ભાઇઓ અને તેના પુત્રો, કુલ 18 પુરુષો. શેરેબ્યા ખૂબ હોશિયાર માણસ હતો.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 8:18
22 Iomraidhean Croise  

લેવીને ત્રણ પુત્રો હતા: ગેર્શોન, કહાથ અને મરારી.


અને મરારી માહલી અને મૂશીનો પિતા હતો.


વંશાનુક્રમે એલાઝારના વંશજો આ પ્રમાણે છે: ફિનહાસ, અબિશુઆ,


પ્રભુની સેવાભક્તિમાં લેવીઓની કુશળતા જોઈ હિઝકિયાએ તેમની પ્રશંસા કરી. તેમણે સંગતબલિ ચડાવ્યા અને તેમના પૂર્વજોના ઈશ્વર પ્રભુની આભારસ્તુતિ સહિત પર્વમાં સાતેય દિવસ મિજબાની કરી.


ઈશ્વરની કૃપાથી મને રાજા, તેમના સલાહકારો અને પરાક્રમી અમલદારોની સદ્ભાવના પ્રાપ્ત થઈ છે. ઈશ્વરે મને હિંમત આપી તેથી મેં ઇઝરાયલના ગોત્રોના કેટલાક આગેવાનોને મારી સાથે આવવા તૈયાર કર્યા છે.”


એ જ એઝરા બેબિલોનથી યરુશાલેમ આવ્યો. એઝરા તો ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ મોશેને આપેલા નિયમશાસ્ત્રનો વિદ્વાન શાસ્ત્રી હતો. એઝરા પર પ્રભુની કૃપાદૃષ્ટિ હોવાથી તેણે જે કંઈ માગ્યું તે બધું રાજાએ તેને આપ્યું.


તેમણે પહેલા માસની પહેલી તારીખે બેબિલોનથી મુસાફરી શરૂ કરી અને ઈશ્વરની મદદથી પાંચમા માસની પહેલી તારીખે આવી પહોંચ્યા.


તેથી મેં આગેવાનોમાંથી આ નવને બોલાવ્યા: એલિએઝેર, અરિયેલ, શમાયા, એલ્નાથાન, યારીબ, એલ્નાથાન, નાથાન, ઝખાર્યા અને મશુલ્લામ. આ બે શિક્ષકોને પણ બોલાવ્યા: યોયારીબ અને એલ્નાથાન.


ઈશ્વરની કૃપાથી તેમણે માહલી ગોત્રના અનુભવી માણસ શેરેબ્યા તથા તેના પુત્રો અને ભાઈઓ મળીને અઢારને મોકલ્યા. એ સાથે તેમણે મરારી ગોત્રના હશાબ્યાને અને યશાયાને તેમના પુત્રો તથા ભાઈઓ સહિત કુલ વીસને મોકલ્યા.


દુશ્મન વિરુદ્ધ રક્ષણને માટે સમ્રાટની પાસે લશ્કરી ટુકડી કે સવારો માગતાં મને શરમ લાગી. કારણ, મેં રાજાને કહ્યું હતું, “જે કોઈ અમારા ઈશ્વર પર ભરોસો રાખી તેમની મદદ માગે છે તેને તે આશિષ આપે છે, પણ જે કોઈ તેમનાથી વિમુખ થાય છે તેના પર તેમનો કોપ આવે છે અને તે શિક્ષા પામે છે.”


પછી મેં યજ્ઞકારોના આગેવાનોમાંથી શેરેબ્યા, હશાબ્યા તથા તેમના બીજા દસ સાથી યજ્ઞકારોને પસંદ કર્યા.


હશાબ્યા, શેરેબ્યા, યેશૂઆ, બિન્‍નૂઈ અને ક્દમીએલની દોરવણી હેઠળ લેવીઓનાં જૂથ પાડવામાં આવ્યાં. ઈશ્વરભક્ત રાજા દાવિદે આપેલી સૂચનાઓ પ્રમાણે બે જૂથો એક સમયે વારાફરતી ઈશ્વરની સ્તુતિ કરતાં અને તેમનો આભાર માનતાં.


મેં તેમને રાજાના વનસંરક્ષક આસાફ પર પણ પત્ર લખી આપવા જણાવ્યું કે જેથી તે મને મંદિરના કિલ્લાના દરવાજાઓ માટે, શહેરના કોટ માટે અને મારા નિવાસસ્થાન માટે ઇમારતી લાકડાં આપે. ઈશ્વર મારી સાથે હતા અને તેથી રાજા પાસે મેં જે કંઈ માગ્યું તે બધું તેમણે મંજૂર કર્યું.


પછી તેઓ ઊભા થયા અને પોતપોતાને સ્થાને ઊભા રહ્યા, અને આ સાથે જણાવેલ લેવીઓ લોકોને નિયમશાસ્ત્ર સમજાવતા હતા: યેશૂઆ, બાની, શેરેબ્યા, યામીન, આક્કૂબ, શાબ્બાથાય, હોદિયા, માસેયા, કલીટા અઝાર્યા, યોઝાબાદ, હાનાન, પલાયા.


જ્ઞાન વડે ઘર બંધાય છે અને સમજણથી તે ટકી રહે છે


તારાં બધાં કાર્યોમાં ઈશ્વરનું આધિપત્ય સ્વીકાર, અને તે તને સીધે માર્ગે દોરશે.


મને પ્રસન્‍ન કરે એવા રાજપાલકો હું તમને આપીશ. તેઓ જ્ઞાન અને વિવેકબુદ્ધિથી તમારું પાલનપોષણ કરશે.


રાજાના કોઈપણ પ્રશ્ર્ન કે કોયડાનો ઉકેલ આપવામાં સમગ્ર રાજ્યના જાદુગરો કે જ્યોતિષો કરતાં તેઓ દસગણા ચડિયાતા માલૂમ પડયા.


ભાઈઓ, સમજણમાં બાળક ન થાઓ, પણ દુષ્ટતા સંબંધી બાળક થાઓ, અને સમજણમાં પ્રૌઢ થાઓ.


Lean sinn:

Sanasan


Sanasan