Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 8:17 - પવિત્ર બાઇબલ C.L.

17 મેં તેમને ક્સિફિયામાં વસતા જૂથના મુખ્ય આગેવાન ઇદ્દો પાસે મોકલ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 કાસિફિયા નામે જગાના મુખ્ય માણસ ઈદ્દો પાસે મેં તેઓને મોકલ્યા. અને ઈદ્દોને [તથા] કાસિફિયા જગામાંના તેના ભાઈઓ નથીનીમને શું કહેવું એ મેં તેઓને કહ્યું, જેથી તેઓ અમારા ઈશ્વરના મંદિરને માટે અમને સેવકો લાવી આપે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 અને તેમને આશ્શૂરના યહૂદી સમાજના આગેવાન ઇદ્દો પાસે મોકલ્યા અને તેમની મારફતે ઇદ્દોને અને આશ્શૂરમાં રહેતા ભક્તિસ્થાનના તેના સાથી સેવક ભાઈઓને કહ્યું કે તેઓ અમારા ઈશ્વરના ભક્તિસ્થાન માટે સેવકો મોકલી આપે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 અને તેમને આશ્શૂરના યહૂદી સમાજના આગેવાન ઇદ્દો પાસે મોકલ્યા, અને તેમની મારફતે ઇદ્દોને અને આશ્શૂરમાં રહેતા તેના જાતભાઇઓને અમારા દેવનાં મંદિર માટે સેવકો મોકલવા કહેવડાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 8:17
16 Iomraidhean Croise  

તેણે તેને પૂછયું, “શું યોઆબે તને આ બધું શીખવ્યું છે?” તેણે જવાબ આપ્યો, “હે રાજા, મારા માલિક, આપના જીવના સમ, આપના પ્રશ્ર્નનો જવાબ આપવાનું ટાળી શકાય તેમ નથી. આપના અધિકારી યોઆબની આજ્ઞાથી મેં આ બધું કર્યું છે અને તેમના કહ્યા પ્રમાણે જ બોલી છું.


પછી રાજા પાસે જઈને હું તને કહું તે પ્રમાણે જ તારે કહેવાનું છે. પછી તેણે શું કહેવું તે યોઆબે તેને કહ્યું.


પોતપોતાનાં નગરોમાં પોતાની જમીન પર પ્રથમ વસવા આવનાર કેટલાક ઇઝરાયલીઓ યજ્ઞકારો, લેવીઓ અને મંદિરના સેવકો હતા.


દેશનિકાલમાંથી પાછા ફરેલા મંદિરના સેવકો નીચેના વંશના હતા: સીહા, હસૂફા અને ટાબ્બાઓથ; કેરોસ, સીઅહા અને પાદોન; લબાવ્ના, હગાબા અને આક્કૂબ; હાગ્ગાબ, શામ્લાય અને હાનાન; ગિદ્દેલ, ગાહાર અને રઆયા; રસીન, નકોદા અને ગાઝઝામ; ઉઝઝા, પાસેઆ અને બેસાય; આસ્ના, મેઉનીમ અને નફીસીમ; બાકબૂક, હાકૂફા અને હારહુર, બાસ્લૂથ, મહીદા અને હાર્શા; બાર્કોસ, સીસરા અને તેમા; નસીઆ અને હટીફા.


દેશનિકાલમાંથી પાછા ફરેલા મંદિરના સેવકો અને શલોમોનના સેવકોની કુલ સંખ્યા 392 હતી.


તેની સાથે યજ્ઞકારો, લેવીઓ, મંદિરના સંગીતકારો, સંરક્ષકો અને સેવકો પણ ગયા.


તેથી મેં આગેવાનોમાંથી આ નવને બોલાવ્યા: એલિએઝેર, અરિયેલ, શમાયા, એલ્નાથાન, યારીબ, એલ્નાથાન, નાથાન, ઝખાર્યા અને મશુલ્લામ. આ બે શિક્ષકોને પણ બોલાવ્યા: યોયારીબ અને એલ્નાથાન.


તું તેની સાથે વાત કરીને તેણે શું કહેવું તે તેને શીખવજે. હું તને અને આરોનને બોલવામાં મદદ કરીશ, અને તમારે શું કરવું તે હું તમને શીખવીશ.


પછી પ્રભુએ પોતાનો હાથ લંબાવીને મારા મુખને સ્પર્શ કરતા મને કહ્યું, “જો મારો સંદેશ મેં તારા મુખમાં મૂક્યો છે.


એ વિષે પ્રભુએ આ પ્રમાણે ઉત્તર આપ્યો, “જો તું પાછો ફરીશ તો હું તને મારી સેવામાં પુન: સ્થાપીશ અને તું મારી સમક્ષ સેવા કરીશ. જો તું માત્ર મારો મૂલ્યવાન સંદેશ પ્રગટ કરીશ, અને તેમાં નિરર્થક બાબતોની ભેળસેળ કરીશ નહિ, તો તું મારો પ્રવક્તા બનીશ. લોકોને તારી પાસે આવવા દે, પણ તું જાતે તેમની પાસે જઈશ નહિ.


મેં જાતે બધા ઇઝરાયલીઓમાંથી તારા કુળભાઈઓ લેવીઓને પસંદ કર્યા છે. તેઓ મને અર્પિત થયેલા છે. તેથી મેં તેમને મુલાકાતમંડપમાં સેવા કરવાને માટે તમને ભેટમાં આપ્યા છે.


હું તેમને માટે તેમના લોકોમાંથી જ તારા જેવો સંદેશવાહક ઊભો કરીશ. હું તેના મુખમાં મારો સંદેશ મૂકીશ અને હું તેને ફરમાવું તે સંદેશ તે લોકને આપશે.


તું ક્રીત ટાપુમાં આૂરાં કાર્યોની વ્યવસ્થા કરે અને દરેક શહેરમાં મંડળીના આગેવાનોની નિમણૂક કરે તે માટે મેં તને ત્યાં રાખ્યો છે. મારી સૂચનાઓ ધ્યાનમાં રાખજે.


Lean sinn:

Sanasan


Sanasan