Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 8:16 - પવિત્ર બાઇબલ C.L.

16 તેથી મેં આગેવાનોમાંથી આ નવને બોલાવ્યા: એલિએઝેર, અરિયેલ, શમાયા, એલ્નાથાન, યારીબ, એલ્નાથાન, નાથાન, ઝખાર્યા અને મશુલ્લામ. આ બે શિક્ષકોને પણ બોલાવ્યા: યોયારીબ અને એલ્નાથાન.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 ત્યારે મેં મુખ્ય માણસોને, એટલે અલીએઝેરને, અરીએલને, શમાયાને, એલ્નાથાનને, યારીબને, નાથાનને, ઝખાર્યાને તથા મશુલ્લામને તેડાવ્યા. તેમ જ યોયારીબ તથા એલ્નાથાન બોધકોને પણ [તેડાવ્યા].

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તેથી મેં એલિએઝેર, અરીએલ, શમાયા, એલ્નાથાન, યારીબ, નાથાન ઝખાર્યા અને મશુલ્લામ જેઓ આગેવાનો હતા તેઓને તથા યોયારીબ અને એલ્નાથાન કે જેઓ શિક્ષકો હતા તેઓને પણ બોલાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તેથી મેં અલીએઝેર, અરીએલ, શમાયા, એલ્નાથાન, યારીબ, નાથાન ઝખાર્યા અને મશુલ્લામ તથા લેવી આગેવાનોને તેડાવ્યા. વળી મેં યોયારીબ અને એલ્નાથાન બોધકોને પણ બોલાવ્યા, કારણકે તેઓ ખૂબ અભ્યાસી માણસો હતા.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 8:16
16 Iomraidhean Croise  

તેથી તેમણે તેને કહ્યું, “પોતાને માટે દીર્ઘાયુષ્ય, સમૃદ્ધિ અથવા તારા શત્રુઓના જાન નહિ માગતાં તેં ન્યાયપૂર્વક રાજ કરવા જ્ઞાન માગ્યું હોઈ તારી માગણી હું પૂરી કરીશ. અગાઉ થઈ ગયેલા અથવા હવે પછી થનાર કોઈ માણસ પાસે ન હોય એવાં જ્ઞાન અને સમજણ હું તને આપીશ.


શલેમ્યાહે ચિઠ્ઠી ઉપાડી તો તેને માટે પૂર્વ દરવાજો આવ્યો, અને તેના પુત્ર ઝખાર્યાને માટે ઉત્તરના દરવાજાની ચિઠ્ઠી નીકળી. ઝખાર્યા તો શાણો સલાહકાર હતો.


આકાશ અને પૃથ્વીના સર્જનહાર ઇઝરાયલના ઈશ્વર પ્રભુની સ્તુતિ થાઓ! તેમણે દાવિદને જ્ઞાની, સમજુ અને બુદ્ધિશાળી પુત્ર આપ્યો છે, અને તે હવે પ્રભુને માટે મંદિર અને પોતાને માટે રાજમહેલ બાંધે છે.


હારીમના ગોત્રમાંના: માસેયા, એલિયા, શમાયા, યહિયેલ અને એલઆસા.


અદોનીકામના ગોત્રના: અલીફેલેટ, યેઉએલ, શમાયા; તેમની સાથે 60 પુરુષો હતા. (તેઓ પાછળથી આવ્યા.)


મેં તેમને આહવા નગરમાં થઈને પસાર થતી નહેરને કિનારે એકત્ર કર્યા અને ત્યાં ત્રણ દિવસ પડાવ નાખ્યો. ત્યાં તપાસ કરતાં મને તેમનામાં યજ્ઞકારો મળ્યા, પણ કોઈ લેવી મળ્યો નહિ.


મેં તેમને ક્સિફિયામાં વસતા જૂથના મુખ્ય આગેવાન ઇદ્દો પાસે મોકલ્યા.


તેમણે ઇદ્દો તથા ક્સિફિયામાં વસતા તેના સાથીઓ, એટલે મંદિરના સેવકોને એવો સંદેશો પહોંચાડવાનો હતો કે મંદિરમાં ઈશ્વરની સેવા માટે તેઓ સેવકો મોકલી આપે.


કારણ, પ્રભુ જ જ્ઞાન બક્ષે છે, અને તેમના મુખમાંથી વિદ્યા અને વિવેકબુદ્ધિ નીકળે છે.


માણસના મનના ઇરાદા ઊંડા જળ સમાન હોય છે, પણ સમજુ માણસ તેને બહાર કાઢી લાવશે.


દેશમાં અંધાધૂંધી હોય ત્યારે અનેક નેતા ઊભા થાય છે, પણ એક બુદ્ધિશાળી અને જ્ઞાની આગેવાનથી દેશ ટકી રહે છે.


તે સમય અને ઋતુઓનું નિયમન કરે છે; તે જ રાજાઓને ગાદીએ બેસાડે છે અને તેમને પદભ્રષ્ટ પણ કરે છે. તે જ જ્ઞાન અને સમજશક્તિ આપે છે.


હું જે ફરમાવું છું તે વિષે વિચાર કર. પ્રભુ આ સર્વ બાબતો સમજવાને તને મદદ કરશે.


આપણે જાણીએ છીએ કે ઈશ્વરપુત્રે આવીને આપણને સમજણ આપી હોવાથી આપણે સાચા ઈશ્વરને ઓળખીએ છીએ. આપણું જીવન સાચા ઈશ્વરમાં એટલે તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તમાં છે. એ જ સાચા ઈશ્વર અને એ જ સાચું સાર્વકાલિક જીવન છે.


Lean sinn:

Sanasan


Sanasan