Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 7:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તેમણે પહેલા માસની પહેલી તારીખે બેબિલોનથી મુસાફરી શરૂ કરી અને ઈશ્વરની મદદથી પાંચમા માસની પહેલી તારીખે આવી પહોંચ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તેણે પહેલા માસની પહેલી તારીખે બાબિલથી મુસાફરી શરૂ કરી. તે પોતાના ઈશ્વરની કૃપાથી પાંચમા માસની પહેલી તારીખે યરુશાલેમ આવી પહોચ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 એઝરાએ પ્રથમ માસના પ્રથમ દિવસે બાબિલથી ઊપડવાનું નક્કી કર્યુ હતું, અને પાંચમાં માસના પ્રથમ દિવસે યરુશાલેમ આવી પહોંચ્યો. ઈશ્વરનો પ્રેમાળ હાથ તેના પર હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 એઝરાએ પ્રથમ માસના પ્રથમ દિવસે બાબિલથી ઊપડવાનું નક્કી કર્યુ હતું, અને તેના પર તેના દેવ યહોવાની હતી. એટલે તે પાંચમા મહિનાના પહેલે દિવસે યરૂશાલેમ આવી પહોંચ્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 7:9
11 Iomraidhean Croise  

ઈશ્વરની કૃપાથી મને રાજા, તેમના સલાહકારો અને પરાક્રમી અમલદારોની સદ્ભાવના પ્રાપ્ત થઈ છે. ઈશ્વરે મને હિંમત આપી તેથી મેં ઇઝરાયલના ગોત્રોના કેટલાક આગેવાનોને મારી સાથે આવવા તૈયાર કર્યા છે.”


એ જ એઝરા બેબિલોનથી યરુશાલેમ આવ્યો. એઝરા તો ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ મોશેને આપેલા નિયમશાસ્ત્રનો વિદ્વાન શાસ્ત્રી હતો. એઝરા પર પ્રભુની કૃપાદૃષ્ટિ હોવાથી તેણે જે કંઈ માગ્યું તે બધું રાજાએ તેને આપ્યું.


સમ્રાટ આર્તાશાસ્તાના શાસનકાળના સાતમા વર્ષના પાંચમા માસમાં તેઓ યરુશાલેમ પહોંચ્યા.


તેમણે ઇદ્દો તથા ક્સિફિયામાં વસતા તેના સાથીઓ, એટલે મંદિરના સેવકોને એવો સંદેશો પહોંચાડવાનો હતો કે મંદિરમાં ઈશ્વરની સેવા માટે તેઓ સેવકો મોકલી આપે.


દુશ્મન વિરુદ્ધ રક્ષણને માટે સમ્રાટની પાસે લશ્કરી ટુકડી કે સવારો માગતાં મને શરમ લાગી. કારણ, મેં રાજાને કહ્યું હતું, “જે કોઈ અમારા ઈશ્વર પર ભરોસો રાખી તેમની મદદ માગે છે તેને તે આશિષ આપે છે, પણ જે કોઈ તેમનાથી વિમુખ થાય છે તેના પર તેમનો કોપ આવે છે અને તે શિક્ષા પામે છે.”


એમ અમે પ્રથમ માસની બારમી તારીખે આહવાની નહેરના કિનારેથી યરુશાલેમ જવા ઉપડયા. મુસાફરી દરમ્યાન પ્રભુએ અમને દુશ્મનોથી અને સંતાઈને ઓચિંતા છાપા મારનારાઓથી બચાવ્યા.


યરુશાલેમ પહોંચીને અમે ત્રણ દિવસ આરામ કર્યો.


વળી, ઈશ્વર મારી સાથે છે અને તેમણે મને મદદ કરી છે તે વિષે તથા રાજાએ મને મદદ કરી છે તે વિષે તથા રાજાએ મને જે જે કહ્યું હતું તે બધું મેં તેમને જણાવ્યું. તેમણે જવાબ આપ્યો, “ચાલો, પુનરોદ્ધારનું કાર્ય શરૂ કરીએ.” એમ તેઓ એ ઉમદા કાર્ય શરૂ કરવાને તૈયાર થઈ ગયા.


મેં તેમને રાજાના વનસંરક્ષક આસાફ પર પણ પત્ર લખી આપવા જણાવ્યું કે જેથી તે મને મંદિરના કિલ્લાના દરવાજાઓ માટે, શહેરના કોટ માટે અને મારા નિવાસસ્થાન માટે ઇમારતી લાકડાં આપે. ઈશ્વર મારી સાથે હતા અને તેથી રાજા પાસે મેં જે કંઈ માગ્યું તે બધું તેમણે મંજૂર કર્યું.


અમે ફરી કદી તમારાથી વિમુખ થઈશું નહિ, અમને નવજીવન આપો, એટલે અમે તમારે નામે પ્રાર્થના કરીશું.


એ બધું જોઈને તમારાં હૃદય આનંદવિભોર બની જશે અને લીલોતરીની જેમ તમારાં અંગઅવયવ ખીલી ઊઠશે. ત્યારે પ્રભુ પોતાના સેવકોના પક્ષમાં પોતાનું બાહુબળ દાખવશે; પણ તેમના શત્રુઓ પર તો તે ક્રોધ દાખવશે.


Lean sinn:

Sanasan


Sanasan