Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 7:5 - પવિત્ર બાઇબલ C.L.

5 બુક્કી અબિશુઆનો પુત્ર, અબિશુઆ ફિનહાસનો પુત્ર, ફિનહાસ એલાઝારનો પુત્ર અને એલાઝાર આરોનનો પુત્ર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 શાલ્લૂમના પુત્ર હિલ્કિયાના પુત્ર અઝાર્યના પુત્ર સરાયાનો પુત્ર એઝરા

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 અબીશૂઆ, ફીનહાસ, એલાઝાર તથા મુખ્ય યાજક હારુન.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 બુક્કી અબીશુઆનો પુત્ર હતો. અબીશુઆ ફીનહાસનો પુત્ર હતો; ફીનહાસ એલઆઝારનો પુત્ર હતો; એલઆઝાર પ્રમુખ યાજક હારુનનો પુત્ર હતો.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 7:5
25 Iomraidhean Croise  

વંશાનુક્રમે એલાઝારના વંશજો આ પ્રમાણે છે: ફિનહાસ, અબિશુઆ,


બધા ધાર્મિક કેસોમાં મુખ્ય યજ્ઞકાર અમાર્યાનો નિર્ણય આખરી ગણાશે; જ્યારે રાજ્યને લગતા બધા કેસોમાં યહૂદિયાના સૂબા એટલે, ઝબાદ્યાના પુત્ર ઇશ્માએલનો નિર્ણય આખરી ગણાશે. લેવીઓની જવાબદારી ચુકાદાઓનો અમલ કરવાની રહેશે. તો હવે આ કામ હિમ્મતથી બજાવો; અને પ્રભુ સાચા લોકના પક્ષમાં રહો.”


અઝાર્યા મુખ્ય યજ્ઞકાર અને બીજા યજ્ઞકારો ભયભીત થઈને રાજાના કપાળ તરફ જોઈ રહ્યા અને પછી તેને પ્રભુના મંદિરમાંથી બહાર કાઢી મૂકયો. પ્રભુએ તેને રોગથી શિક્ષા કરી હોઈ તે પણ ઉતાવળે બહાર નીકળી ગયો.


મરાયોથ ઝરાહ્યાનો પુત્ર, ઝરાહ્યા ઉઝઝીનો પુત્ર, ઉઝઝી બુક્કીનો પુત્ર,


એ જ એઝરા બેબિલોનથી યરુશાલેમ આવ્યો. એઝરા તો ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ મોશેને આપેલા નિયમશાસ્ત્રનો વિદ્વાન શાસ્ત્રી હતો. એઝરા પર પ્રભુની કૃપાદૃષ્ટિ હોવાથી તેણે જે કંઈ માગ્યું તે બધું રાજાએ તેને આપ્યું.


આરોનના પુત્ર એલાઝારે પૂટીએલની પુત્રીઓમાંથી એકની સાથે લગ્ન કર્યાં, અને તેની પત્નીએ ફિનહાસને જન્મ આપ્યો. આ લેવીકુળના ગોત્રના અને કુટુંબોના મુખ્ય માણસો હતા.


મોશેએ આરોન અને તેના બન્‍ને પુત્રો એલાઝાર તથા ઇથામારને કહ્યું, “પ્રભુને ચડાવેલ ધાન્યઅર્પણમાંથી બાકી રહેલો લોટ લો. તેમાંથી ખમીર વગરની રોટલી બનાવો અને યજ્ઞવેદી પાસે તે ખાઓ; કારણ, તે અતિ પવિત્ર છે.


મોશેએ પ્રાયશ્ર્વિતબલિ માટેના બકરાની તપાસ કરી તો જાણવા મળ્યું કે તેનું તો ક્યારનુંય દહન કરી દેવામાં આવ્યું હતું. તેથી તે આરોનના બાકી રહેલા પુત્રો એલાઝાર અને ઇથામાર પર ગુસ્સે ભરાયો.


ત્યાર પછી મોશેએ આરોન અને તેના પુત્રો એલાઝાર તથા ઇથામારને કહ્યું, “તમારા વાળ પીંખી નાખીને કે વસ્ત્રો ફાડીને શોક પ્રદર્શિત કરશો નહિ. તમે એમ કરશો તો તમે માર્યા જશો અને પ્રભુ સમગ્ર ઇઝરાયલી સમાજ પર કોપાયમાન થશે. છતાં પ્રભુના અગ્નિએ પ્રગટીને નીપજાવેલા આ મોત માટે તમારા ઇઝરાયલી ભાઈઓ ભલે શોક કરે.


તેમણે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે મોશે, યજ્ઞકાર એલાઝાર અને સમગ્ર સમાજ સમક્ષ જઈને કહ્યું,


યજ્ઞકાર આરોનનો પુત્ર એલાઝાર લેવીકુળના આગેવાનનો વડો હતો અને પવિત્રસ્થાનમાં સેવા બજાવનારાઓનો ઉપરી હતો.


મોશે અને એલાઝારે પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે કર્યું.


પછી મોશે અને યજ્ઞકાર એલાઝાર સેનાપતિઓ, સહસ્ત્રાધિપતિઓ, અને શતાધિપતિઓ પાસેથી મળેલું સોનું સ્વીકારી લઈને મુલાકાતમંડપમાં લઈ આવ્યા; જેથી પ્રભુ ઇઝરાયલને યાદ રાખે અને તેમની રક્ષા કરે.


મોશેએ તેમને યુધ કરવાને મોકલી આપ્યા અને યજ્ઞકાર એલાઝારનો પુત્ર ફિનહાસ પવિત્રસ્થાનનાં પાત્રો અને યુધનાદ પોકારવાનાં રણશિંગડા લઈને તેમની સાથે ગયો.


કોઈ વ્યક્તિ પ્રમુખ યજ્ઞકાર થવાનું માન પોતે જ પસંદ કરતી નથી, પરંતુ આરોનની જેમ ફક્ત ઈશ્વરના આમંત્રણ અનુસાર જ માણસ પ્રમુખ યજ્ઞકાર બને છે.


ઇઝરાયલી લોકોને યર્દનની પશ્ર્વિમ તરફ કનાન દેશમાં ફાળવી આપવામાં આવેલ વિસ્તારની હકીક્તો આ પ્રમાણે છે. યજ્ઞકાર એલાઝાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇઝરાયલી કુળોનાં ગોત્રના આગેવાનોએ લોકો વચ્ચે દેશ વહેંચી આપ્યો.


પછી ઇઝરાયલી લોકોએ એલાઝાર યજ્ઞકારના પુત્ર ફિનહાસને રૂબેન, ગાદ અને પૂર્વ-મનાશ્શાનાં કુળોના લોકો પાસે ગિલ્યાદ પ્રાંતમાં મોકલ્યો.


એલાઝાર યજ્ઞકારના પુત્ર ફિનહાસે રૂબેન, ગાદ અને પૂર્વ મનાશ્શાનાં કુળોના લોકોને કહ્યું, “હવે અમને ખાતરી થાય છે કે પ્રભુ આપણી સાથે છે. તમે તેમની વિરુદ્ધ વિદ્રોહ કર્યો ન હોઈ, તમે ઇઝરાયલી લોકોને પ્રભુની શિક્ષાથી બચાવી લીધા છે.”


આરોનનો પુત્ર એલાઝાર મરણ પામ્યો અને તેના પુત્ર ફિનહાસને એફ્રાઈમના પહાડીપ્રદેશમાં આપવામાં આવેલા નગર ગિબ્યામાં તેને દફનાવવામાં આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan