Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 7:25 - પવિત્ર બાઇબલ C.L.

25 “હે એઝરા, તારી પાસે તારા ઈશ્વરના નિયમશાસ્ત્રનું જે જ્ઞાન છે તે પ્રમાણે પશ્ર્વિમ યુફ્રેટિસ પ્રાંતમાં વસતા તારા ઈશ્વરના નિયમને જાણતા લોકોનો ન્યાય કરવા માટે તારે ન્યાયાધીશો અને શાસ્ત્રીઓની નિમણૂક કરવી. એ નિયમશાસ્ત્ર ન જાણનારા લોકોને પણ તારે તેનું શિક્ષણ આપવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 તું એઝરા, તારા ઈશ્વરનું જે જ્ઞાન તને પ્રાપ્ત થયેલું છે તે પ્રમાણે અમલદારો તથા ન્યાયાધીશો ઠરાવજે કે, નદી પારના જે લોક તારા ઈશ્વરના નિયમો જાણનારા છે, તે સર્વનો ન્યાય તેઓ કરે; અને જે કોઈ તે નિયમોથી અજાણ હોય તેને તારે શીખવવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 વળી તને એઝરા, ઈશ્વરે જે જ્ઞાન આપ્યું છે તે વડે ન્યાયાધીશો અને અન્ય અધિકારીઓની પસંદગી કરજે અને ફ્રાત નદીની પશ્ચિમ તરફ વસતા જે લોકો તારા ઈશ્વરના નિયમો જાણે છે તેઓ પર વહીવટ ચલાવવા તેઓની નિમણૂક કરજે. જો તેઓ ઈશ્વરના નિયમશાસ્ત્રના જ્ઞાનથી અજાણ હોય તો તારે તેઓને શીખવવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 અને એઝરા, તું તને દેવે જે બુદ્ધિ આપી છે તે વડે ન્યાયાધીશો અને અન્ય અધિકારીઓની પસંદગી કર અને ફ્રાંત નદીની પશ્ચિમ તરફ વસતા જે લોકો તારા દેવના નિયમો જાણે છે તેઓ પર વહીવટ ચલાવવા તેઓને નિયુકત કર; જો તેઓને યહોવાના નિયમશાસ્ત્રનું જ્ઞાન ના હોય તો તારે તેઓને શીખવવું.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 7:25
30 Iomraidhean Croise  

તેથી ફેરોએ યોસેફને કહ્યું, “ઈશ્વરે આ બધું તને બતાવ્યું છે માટે તારા કરતાં વધારે કાબેલ અને જ્ઞાની બીજો કોઈ નથી.


શલોમોનના ચુકાદાની જાણ થતાં ઇઝરાયલીઓના મનમાં તેના પ્રત્યે ઊંડું સન્માન પેદા થયું. કારણ, તેમને ખબર પડી કે તકરારોનો યથાર્થ નિકાલ કરવા ઈશ્વરે તેને જ્ઞાન આપ્યું છે.


તેથી સમ્રાટે હુકમ કર્યો: “આપણે જે કેદીઓ પકડી લાવ્યા છીએ તેમાંથી યજ્ઞકારોમાંના કોઈ એક જૂથને પાછું મોકલો; તેને ત્યાં જઈ રહેવા દો જેથી તે લોકોને તે દેશમાં ઈશ્વરનું નિયમશાસ્ત્ર શીખવે.”


તું પ્રભુના નિયમ પ્રમાણે ઇઝરાયલ પર રાજ્ય ચલાવે તે માટે તે તને વિવેકબુદ્ધિ અને ડહાપણ આપો.


રાજાએ તેમને આ પ્રમાણે કામ સોંપ્યું. તેણે ચોવીસ હજારને પ્રભુના મંદિરનો કારભાર સંભાળવા, છ હજારને નોંધણીકારો અને વિવાદોનો ન્યાય આપવા,


આપણે એમ ઈશ્વરના નિયમની માગણી પ્રમાણે વર્તીએ. હવે એ કામ તમારું છે અને અમે તમને મદદ કરીશું. તેથી ખૂબ હિંમત રાખીને આ કામ પાર પાડો!”


ત્યારે સમ્રાટ દાર્યાવેશે નીચે પ્રમાણે જવાબ મોકલ્યો: “યુફ્રેટિસની પશ્ર્વિમના પ્રાંતના રાજ્યપાલ તાત્તનાય, શથાર-બોઝનાય તથા તે પ્રાંતના સાથી અમલદારો, “તમારે એ મંદિરથી દૂર રહેવું,


એઝરાએ પ્રભુના નિયમશાસ્ત્રનો અભ્યાસ કરવામાં, તે પ્રમાણે તેને આચરણમાં ઉતારવામાં અને તેના નિયમો અને વિધિઓ ઇઝરાયલી લોકોને શીખવવામાં પોતાનું જીવન પરોવ્યું હતું.


હું અને મારા સાત સલાહકારો તને એટલા માટે મોકલીએ છીએ કે તું જઈને તપાસ કરે કે તારી પાસે તારા ઈશ્વરનું જે નિયમશાસ્ત્ર છે તેનું પાલન યરુશાલેમ અને યહૂદિયાના લોકો કરે છે કે નહિ.


લગભગ ત્રણ કલાક સુધી તેમની આગળ તેમના ઈશ્વર પ્રભુના નિયમશાસ્ત્રનું વાંચન કરવામાં આવ્યું અને પછીના ત્રણ કલાક તેમણે પોતાનાં પાપની કબૂલાત કરી અને તેમના ઈશ્વર પ્રભુની ઉપાસના કરી.


પ્રભુનો નિયમ સંપૂર્ણ છે; તે પ્રાણને તાજગી આપે છે. પ્રભુનાં સાક્ષ્યવચનો વિશ્વસનીય છે; તે અબુધને જ્ઞાન આપે છે.


કારણ, પ્રભુ જ જ્ઞાન બક્ષે છે, અને તેમના મુખમાંથી વિદ્યા અને વિવેકબુદ્ધિ નીકળે છે.


કારણ, તેમનું શિક્ષણ દીપક સમાન અને તેમની આજ્ઞાઓ પ્રકાશ સમાન છે, અને ઠપકો તથા શિસ્ત જીવનમાર્ગે દોરે છે.


ઈશ્વરના સાચા જ્ઞાનનું શિક્ષણ આપવું એ યજ્ઞકારોની ફરજ છે. તેમની પાસે જઈને લોકોએ મારી ઇચ્છા જાણવી જોઈએ; કારણ, તેઓ સર્વસમર્થ પ્રભુના સંદેશવાહકો છે.


તેથી ઈસુએ જવાબ આપ્યો, આનો અર્થ એ છે કે નિયમશાસ્ત્રનો દરેક શિક્ષક જે ઈશ્વરના રાજનો શિષ્ય બને છે તે પોતાના ભંડારમાંથી જૂની અને નવી વસ્તુઓ બહાર કાઢનાર ઘરધણી જેવો છે.


ઈસુ હોડીમાંથી ઊતર્યા, ત્યારે વિશાળ જનસમુદાયને જોઈને તેમનું હૃદય અનુકંપાથી ભરાઈ આવ્યું; કારણ, તેઓ ભરવાડ વગરનાં ઘેટાં જેવા હતા. તેથી તેમણે તેમને ઘણી વાતો શીખવવા માંડી.


“તમારા ઈશ્વર પ્રભુએ તમને આપેલાં સર્વ નગરોમાં તમારાં કુળો પ્રમાણે ન્યાયાધીશોની તથા બીજા અધિકારીઓની નિમણૂક કરજો. તેમણે પક્ષપાત વગર લોકોનો ન્યાય કરવાનો છે.


તેથી અમે સર્વ માણસોની આગળ ખ્રિસ્તને પ્રગટ કરીએ છીએ. અમે સર્વ માણસોને જ્ઞાનપૂર્વક ચેતવણી આપીએ છીએ અને શીખવીએ છીએ કે જેથી અમે સૌને તેઓ ખ્રિસ્ત ઈસુમાં મેળવાયા હોવાથી પરિપૂર્ણતા પ્રાપ્ત કરેલ વ્યક્તિઓ તરીકે ઈશ્વરની સમક્ષ રજૂ કરી શકીએ.


જો તમારામાં કોઈની પાસે જ્ઞાનની ઊણપ હોય તો તેણે ઈશ્વરને પ્રાર્થના કરવી અને ઈશ્વર તેને તે આપશે; કારણ, ઈશ્વર સર્વને ઉદારતાથી અને કૃપાથી આપે છે.


Lean sinn:

Sanasan


Sanasan