Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 7:15 - પવિત્ર બાઇબલ C.L.

15 યરુશાલેમમાં જેમનું મંદિર છે તે ઇઝરાયલના ઈશ્વરને અર્પણ કરવા હું અને મારા સલાહકારો જે સોનુંરૂપું આપીએ છીએ તે તું તારી સાથે લઈ જા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને યરુશાલેમમાં ઇઝરાયલના જે ઈશ્વરનો નિવાસ છે, તેને રાજાએ તથા તેના મંત્રીઓએ ઉદારતાથી જે સોનુંરૂપું આપ્યું છે તે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 અને યરુશાલેમમાં ઇઝરાયલના ઈશ્વરનું જે નિવાસસ્થાન છે તેને માટે ચાંદી અને સોનું અર્પણને માટે લઈ જવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 અને અમે તમને તમારી સાથે લઇ જવા માટે ચાંદી અને સોનું આપી રહ્યાં છીએ, આ ઇસ્રાએલના દેવ માટે ભેટ છે, જે યરૂશાલેમમાં નિવાસ કરે છે.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 7:15
20 Iomraidhean Croise  

ત્યારે ગોત્રના વડાઓ, કુળોના અધિકારીઓ, સહાધિપતિઓ અને શતાધિપતિઓ અને રાજ્યની સંપત્તિના વહીવટદારો રાજીખુશીથી આપવા તૈયાર થયા.


જો કે હકીક્તમાં તો ઈશ્વરને માટે કોઈ મંદિર બાંધી શકે જ નહિ; કારણ, આકાશ, અરે, સર્વોચ્ચ આકાશ પણ તેમને સમાવી શકે નહિ. તો પછી હું કોણ કે હું તેમનું મંદિર બાધું? એ તો માત્ર ઈશ્વરને ધૂપ ચઢાવવાનું સ્થાન થશે.


ઘણા લોકો પ્રભુને માટે અને હિઝકિયા માટે અર્પણો લઈ યરુશાલેમ આવતા. આમ, સર્વ પ્રજાઓમાં હિઝકિયાની કીર્તિ પ્રસરી ગઈ.


પણ હવે મેં તમારે માટે ભવ્ય મંદિર બાંધ્યું છે, જ્યાં તમે સદા રહી શકો.”


પણ હવે મારા નામની ભક્તિ કરવાના સ્થળ તરીકે મેં યરુશાલેમને પસંદ કર્યું છે અને હે દાવિદ, તને મેં મારા લોક પર રાજ કરવા પસંદ કર્યો છે.”


તેમના સર્વ પડોશીઓએ તેમને ઘણી વસ્તુઓની મદદ કરી: રૂપાનાં પાત્રો, સોનું, સરસામાન, પ્રાણીઓ, અન્ય કિંમતી ચીજવસ્તુઓ અને મંદિર માટે અર્પણો આપ્યાં.


જે કોઈ રાજા કે પ્રજા, યરુશાલેમનું મંદિર, કે જેમાં ઈશ્વરે પોતાનું નામ રાખવા તેને પસંદ કર્યું છે તેનો નાશ કરે અને એમ આ આદેશનો અનાદર કરે તેનો ઈશ્વર નાશ કરો. હું દાર્યાવેશ આ હુકમ ફરમાવું છું અને તેનો તાકીદે અમલ થવો જોઈએ.”


તેની દીવાલોમાં પથ્થરના ત્રણ થર અને તેની ઉપર લાકડાનો એક થર રાખવો. તે માટેનો બધો ખર્ચ રાજભંડારમાંથી આપવો.


હું અને મારા સાત સલાહકારો તને એટલા માટે મોકલીએ છીએ કે તું જઈને તપાસ કરે કે તારી પાસે તારા ઈશ્વરનું જે નિયમશાસ્ત્ર છે તેનું પાલન યરુશાલેમ અને યહૂદિયાના લોકો કરે છે કે નહિ.


મેં તેમને રાજા, તેના સલાહકારો, અમલદારો અને ઇઝરાયલી લોકોએ મંદિરને માટે જે સોનુંરૂપું અને પાત્રો અર્પણમાં આપ્યાં હતાં તે તોલી આપ્યાં:


યરુશાલેમમાં વસનાર પ્રભુને સિયોનનગરમાંથી ધન્ય કહો! યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ!


હે પ્રભુ, હું તમારા ભવ્ય મંદિરને ચાહું છું; જે ધામમાં તમારું ગૌરવ વસે છે તે મને પ્રિય છે.


તાર્શીશના તથા દરિયાપારના રાજાઓ તેને નજરાણાં ધરો, અને શેબા તથા શેબાના રાજાઓ તેને ખંડણી ભરો.


તમારા ઈશ્વર પ્રભુની આગળ લીધેલી માનતાઓ પૂર્ણ કરો; તેમની ચારેબાજુ એકઠા થયેલા લોકો ભયાવહ ઈશ્વરની પાસે ભેટો લાવો.


શાલેમ નગરમાં તેમનો મંડપ છે, અને સિયોન પર્વત પર તેમનું નિવાસસ્થાન છે


સિયોનમાં બિરાજનાર પ્રભુનાં ગુણગાન ગાઓ; પ્રત્યેક દેશના લોકોને તેમનાં અદ્‍ભુત કાર્યો જાહેર કરો.


Lean sinn:

Sanasan


Sanasan