Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




એઝરા 7:13 - પવિત્ર બાઇબલ C.L.

13 “મારા સામ્રાજ્યમાંથી તારી સાથે યરુશાલેમ આવવા માગતા સર્વ ઇઝરાયલીઓ, યજ્ઞકારો અને લેવીઓને હું ત્યાં જવાની પરવાનગી આપું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 હું એવો હુકમ કરું છું કે, મારા રાજ્યમાના ઇઝરાયલી લિકમાંણા સર્વ જનો તથા તેઓના યાજકો તથા લેવીઓ, એટલે જેટલા પોતાની રાજીખુશીથી યરુશાલેમ જવા ઇચ્છતા હોય, તેઓ તારી સાથે જાય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 હું એવો હુકમ ફરમાવું છું કે મારા રાજ્યમાંના ઇઝરાયલી લોકોમાંના તેઓના યાજકો તથા લેવીઓ, જે કોઈ પોતાની રાજીખુશીથી યરુશાલેમ જવા ઇચ્છે, તેઓ તારી સાથે આવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 હું આથી આજ્ઞા ફરમાવું છું કે, મારા રાજ્યમાંના ઇસ્રાએલીઓમાંથી તેમના યાજકોમાંથી કે લેવીઓમાંથી, જે કોઇ પોતાની રાજીખુશીથી યરૂશાલેમ જવા ઇચ્છે, તેમને તારી સાથે જવા દેવા.

Faic an caibideil Dèan lethbhreac




એઝરા 7:13
11 Iomraidhean Croise  

આથી તેમણે ઉત્તરમાં દાનથી દક્ષિણમાં બેરશેબા સુધીના સર્વ ઇઝરાયલીઓને ઇઝરાયલના ઈશ્વર પ્રભુના પાસ્ખાપર્વની ઉજવણી માટે યરુશાલેમમાં એકઠા થવા આમંત્રણ પાઠવ્યું.


હે સર્વ પ્રજાજનો, તમારામાં પ્રભુના લોક છે. તેમના ઈશ્વર તેમની સાથે હો! તમે તેમને તેમના ઈશ્વરનું મંદિર ફરી બાંધવા યરુશાલેમ જવા દો. યાહવે જ સાચા ઈશ્વર છે.


પરંતુ ત્યારબાદ બેબિલોનના સમ્રાટ કોરેશે તેમના શાસનકાળના પ્રથમ વર્ષમાં મંદિરને ફરી બાંધવાનો હુકમ આપ્યો.


સમ્રાટ દાર્યાવેશે બેબિલોન રાજ્યના દફતરભંડારમાં શોધ કરવાનો આદેશ આપ્યો.


રાજાની આજ્ઞા પ્રમાણે શીઘ્ર સંદેશકો તાકીદે રવાના થયા. રાજધાની સૂસામાં પણ એ હુકમની જાહેરાત કરવામાં આવી. રાજા અને હામાન મદિરાપાન કરવા બેઠા, પણ સૂસા નગરમાં તો લોકોમાં ગભરાટ મચી ગયો.


રાજાએ તે પ્રમાણે કરવા આદેશ આપ્યો, અને સૂસામાં તેની જાહેરાત કરવામાં આવી. હામાનના દસેય પુત્રોનાં શબ જાહેરમાં ફાંસીએ લટકાવવામાં આવ્યાં.


તારે યુદ્ધ કરવાનો સમય આવશે ત્યારે તારા લોકો તને ખુશીથી અનુસરશે. હે રાજા, તું પ્રતાપી અને ગૌરવી વસ્ત્રો ધારણ કરે છે, અને પરોઢિયાને પેટે જન્મેલા ઝાકળના જેવી તારી જુવાની તાજગીભરી છે.


તેમણે અપરિવર્તનશીલ નિયમ વડે તેમને તેમનાં સ્થાનોએ સદાસર્વદાને માટે સ્થાપ્યાં છે.


“સૌને શુભેચ્છા! મારા સમસ્ત સામ્રાજ્યમાં સૌ દાનિયેલના ઈશ્વરની બીક રાખે અને તેમનું સન્માન કરે એવી મારી આજ્ઞા છે. ‘તે જીવંત ઈશ્વર છે, અને તે સદાસર્વદા રાજ કરનાર છે. તેમનું રાજ્ય અવિનાશી છે. અને તેમનો રાજ્યાધિકાર અનંત છે.


કારણ, તમે ઈશ્વરના ઇરાદાઓને હંમેશાં જાણો અને આધીન થાઓ માટે તમારામાં તે કાર્ય કરે છે.


પવિત્ર આત્મા અને કન્યા બન્‍ને કહે છે, “આવો!” આ જે સાંભળે તે દરેક પોકારે, “આવો!” જે તરસ્યો હોય તે આવે અને જે ચાહે તે જીવનજળ વિનામૂલ્યે મેળવે.


Lean sinn:

Sanasan


Sanasan